Book Title: Vinayopasana
Author(s): Laghuraj Swami
Publisher: Shrimad Rajchandra Aradhak Mandal

View full book text
Previous | Next

Page 10
________________ વિચારણા વિનય ધર્મનું મૂળ છે. વિનય ધર્મનું મૂળ છે. એમ કહી આપણે જેના સંગમાં હોઈએ છે, તે જેનો વિનય કરતો હોય તેનો વિનય કરવા દબાણ કરે છે. માટે હું જેના સંગમાં છું તે કેનો વિનય કરે છે, તે જોઈ ને પછી તેની સાથે સંગમાં બેસવું. શ્રી, કોનો વિનય કરતા, કેવી રીતે કરતાં, કેવી રીતે કરવો, તે કરી બતાવતા, તેના સંગથી જેનો વિનય કરવાનો છે, તે ગુણ પ્રગટે છે. શ્રી શ્રીજીનો વિનય કરતા અને તે કરવાનું કહેવા કરતાં કરી દેખાડતા. તેમનું જોઈ બીજા તે શબ્દ પકડી, જ્યાં વિનય કરવાથી વિનય ગુણ પ્રગટે, તે નહિં કરતાં, જ્યાં વિનય કરવાથી અશાતના થાય, હતો ત્યાંનો ત્યાં રહે, અને મળેલો જોગ લુંટાઈ જાય તેવું કરવાનું કહે તે ઉપર બહુ ધ્યાન આપવાનું છે. ધૂતારા પાટણ છે – ધૂતારા હોય તે બીજાને લુંટવાના હેતુથી મુસાફરને કંઈનું કંઈ કહે – માટે ધૂતારાથી છેતરાવું નહીં. પત્ર ૯૪૭ – વર્તમાન દુષ્મકાળ વર્તે છે... ઘણું કરીને પરમાર્થથી શુષ્કઅંતઃ કરણવાળા પરમાર્થનો દેખાવ કરી સ્વેચ્છાએ વર્તે છે. એવા વખતમાં કેનો સંગ કરવો, કેની સાથે કેટલું કામ પાડવું, કેની સાથે કેટલું બોલવું.... એ બધું લક્ષમાં રાખવાનો વખત છે. નહીં તો સવૃત્તિવાન જીવને એ બધા કારણો હાનિ કરતા થાય છે. દાખલો :- આત્માની વાત... બહુ સારી કરે છે, સાંભળવામાં શું છે, તેમ કરી કોઈ જાય તો પછી તેના શું હાલ થાય છે ? તે અત્યારે.... જોવા મળે છે. જ્ઞાનીના વચન વાંચે, બોલે, આગળ કરે, પણ હેતું શું પૂજાવા માટે,... ને મનાવવા માટે, પોતાને જેનો આગ્રહ થયો છે તેમાં દૃઢ કરવા. આવું બધે થયું છે. તેમ ... પણ થાય છે. આગ્રહ થયા પછી આગ્રહ છૂટતો નથી. શ્રી પાસેથી મૂળ વાત સાંભળેલી વીસર્જન થઈ પછી તો આકાર રહ્યો. આકારની પૂજા વિનય કરે તેનું શું થાય ? .....

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 502