Book Title: Vijayollasamahakavya Author(s): Yashovijay Upadhyay Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_ View full book textPage 3
________________ પૂ. મુ. શ્રી યશોવિજયજી : વિદ્યાસમહાકાવ્ય 235 સંવલિત રત્ર જેવા શબ્દને પ્રવેગ જરૂર કર્યો છે, પણ એકથી વધુ એટલે કે બે નહીં પણ ત્રણેય લોક સુધી "r" બીજ સહિત શબ્દપ્રયોગ કર્યો હોય તેવી આ પહેલી જ કૃતિ જોવા મળી છે. આ પ્રસંગે વાચકોને એ યાદ આપવું એગ્ય થઈ પડશે કે ઉપાધ્યાયજીએ કાશીમાં ગંગાના તટે બેસીને સરસ્વતીનું જે વરદાન મેળવ્યું, તે સિદ્ધિ સરસ્વતી દેવીના જે મંત્રબીજને જ આભારી હતી. અને પછી તે જાણે એનું ઋણ ચૂકવવા હશે કે ભક્તિ પ્રદર્શિત કરવા કહો, પણ એ બીજને દરેક ગ્રંથના મંગલાચરણના આદિ લોકમાં ગોઠવીને તેઓએ અમર બનાવી દીધું. અહીંયા ચોથા લેકની રચનામાં સમાન કક્ષાના યમક પ્રકારના ભાષાપ્રયેગો કરીને રચનાકૌશલ્યનું દર્શન કરાવી, કર્તાએ કાવ્યરચના ઉપરનું પોતાનું પ્રભુત્વ ખ્યાત કર્યું છે. આ રહ્યો તે લેકનો પૂર્વાર્ધ– न्यूनाधिकाभ्यां शशिभानुमद्भ्यां, ताभ्यामुभाभ्यां किलकुण्डलाभ्यां / ત્યાર બાદ દશમા શ્લોકમાં પિતે જેઓશ્રીના ચરિત્રનું વર્ણન કરવાને પ્રારંભ કરે છે તે વિજયસિંહસૂરીશ્વરજી નામને ઉલ્લેખ કરે છે. પહેલો સર્ગ 12 કલેકે વડે પૂર્ણ કરી છે. ત્યાં અંતમાં કેટલાક લેક વિવિધ છંદમાં આપી ગ્રન્થનું ગૌરવ વધાર્યું છે. આ સર્ગ જ્યાં પૂરો થાય છે ત્યાં–ત્તિ વિદ્યારે વિનામદાશે પ્રથમ એમ લખીને આ કાવ્ય મહાકાવ્ય છે, અને એને વિજય શબ્દથી અંકિત કર્યું છે, એમ સૂચવ્યું છે. આ પ્રમાણે કૃતિપરિચય પૂર્ણ થાય છે. - ગોડીજી જૈન ઉપાશ્રય, મુંબઈવિ. સં. 2024 1. સરસ્વતીની સાધના કરી વરદાન મેળવ્યાની વાત તેઓશ્રીએ પોતે જ પિતાની કૃતિઓમાં જણાવી છે. 2. ગમે તે કારણ બન્યું હશે, પણ એકાદ બે કૃતિ અપવાદરૂપ એવી પણ છે, જેના પ્રારંભમાં " બીજ સંવલિત " ને પ્રયોગ નથી. 3. આ કાવ્યનું જે નામકરણ જણાય છે તે વિના ગચ્છનું સૂચક લાગે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3