Page #1
--------------------------------------------------------------------------
________________
સ્વ. મહેપાધ્યાય શ્રીમદ્દ યશોવિજયજી ગણિ વિરચિત
વિષયોછામાવથ (એક અજ્ઞાત કૃતિને ટૂંક પરિચય)
લેખક : પૂજ્ય મુનિરાજ શ્રી યશોવિજયજી
સત્તરમી સદીના ઉત્તરાર્ધમાં જન્મેલા અને અઢારમી સદીના લગભગ મધ્ય ભાગે દિવંગત થએલા, પદર્શન વેત્તા, ન્યાયવિશારદ, ન્યાયાચાર્ય મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજે પોતાના જીવન દરમિયાન વિવિધ વિષયના સેંકડો ગ્રન્થ સંસ્કૃત, પ્રાકૃત, રાજસ્થાની અને ગુજરાતી–એ ચારે ભાષામાં રચ્યા હતા. આમ છતાં અત્યારે તો એમના ગ્રંથ અતિપરિમિત સંખ્યામાં ઉપલબ્ધ થાય છે. તેઓશ્રીને કાળધર્મ પામે હજી પૂરાં ત્રણ વરસને ગાળો પણ નથી વીયે, છતાં એમની સેંકડો કૃતિઓ અનુપલબ્ધ બની જાય એ દુઃખદ તેમ જ રહસ્યમય ઘટના છે. - જો કે હજુ ઘણા જૈન જ્ઞાનભંડારે પૂરી ચોકસાઈથી જોવાયા નથી. આજે હસ્તપ્રતિએનો વપરાશ શ્રમણ સંઘમાં પાંચ ટકા જેટલા પણ રહ્યો નથી. એના પરિણામે જ્ઞાનભંડારે જોવાની તકો ક્યાંથી ઊભી થાય? આજે તે હસ્તપ્રતિઓની લિપિ ઉકેલવાનું પણ દુરહ થતું જાય છે. એટલે જ્યારે અધિકૃત વ્યક્તિઓની નજરે અણખોજ્યા ભંડાર ઝીણવટથી તપાસાશે ત્યારે, સંભવ છે કે, બીજી થોડીઘણી કૃતિઓ પ્રાપ્ત થયા વિના નહીં રહે.
આ સાલમાં જ થોડા વખત પહેલાં સૌરાષ્ટ્રમાં જૂનાગઢ શહેરના જ્ઞાનભંડારની જ કરતાં પ્રાપ્ત થએલી એક નાનકડી અને અપૂર્ણ છતાં અત્યાર સુધી અપ્રાપ્ત તેમ જ અજ્ઞાત કૃતિને અલ્પ પરિચય કરાવવા માટે આ લેખ લખું છું. “શ્રી યશભારતી જૈન પ્રકાશન સમિતિ” ના પ્રથમ પુષ્પ તરીકે પ્રસિદ્ધ થએલી મહોપાધ્યાયજીકૃત પશ તિની પ્રસ્તાવનામાં મહોપાધ્યાયજીકૃત ઉપલબ્ધ, અનુપલબ્ધ, પૂર્ણાપૂર્ણ ગ્રન્થોની જે યાદિ પ્રગટ કરી છે, એમાં આ કૃતિની નેંધ લેવામાં આવી નથી. કારણ કે અદ્યાવધિ પ્રાપ્ત
૧. ઉદાહરણ તરીકે અમદાવાદના ડેલાના ઉપાશ્રયના ભંડારનું નામ સૂચવી શકાય.
Page #2
--------------------------------------------------------------------------
________________
૨૩૪
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ-ગ્રંથ યાદીઓમાં કે ગ્રન્થમાં આ ગ્રન્થને ઉલ્લેખ જોવા મલ્ય નથી. આથી સમજાય છે કે એઓશ્રીએ વિવિધ ક્ષેત્રે અવનવી કેટલીયે કૃતિઓની રચના શરૂ કરી હશે, અને એક યા બીજા કારણે તે અપૂર્ણ રહી હશે. એમાં જે કૃતિ પિતાના પ્રારંભની જેમ જ પિતાને અન્ત જોવાનું સદ્ભાગ્ય ધરાવતી હશે તેણે પિતાને અન્ત જે હશે; અને એવું ભાગ્ય ન ધરાવનારી ઘણી કૃતિઓ એમ ને એમ અધૂરી જ રહી હશે. ઉપર સૂચવ્યું તેમ જૂનાગઢમાંથી મળી આવેલી આવી જ એક અલ્પપુણ્યક કૃતિનું નામ છે–વિનોહસ્ત્રાસદાવ્ય.
ખુશનસીબીની વાત એ છે કે આ કૃતિ ખુદ ઉપાધ્યાયજીના પિતાના હસ્તાક્ષરમાં જ લખાયેલી મળી આવી છે. આ કૃતિની હસ્તપ્રતિ, ઉપર કહ્યું તેમ, જૂનાગઢ જનસંઘના જ્ઞાનભંડારની છે. પિથી નં. ૧૦૫૦, અને પ્રતિ નં. ૩૮૮ છે. આ કૃતિ શોધી કાઢવાનું સૌભાગ્ય મુનિવર શ્રી ધુરંધરવિજયજીને પ્રાપ્ત થયું છે. તેઓશ્રીએ એ કૃતિ અમદાવાદ મારા પરમ આત્મીય જન, પૂજ્ય આગમપ્રભાકર મુનિવર શ્રી પુણ્યવિજયજી મહારાજને મોકલી, તેઓશ્રીએ તેની ફેટેસ્ટેટ કોપી મને મોકલાવી.
આ પ્રતિનાં પાનાં પાંચ છે. પાંચમું પાનું અડધું લખાયેલું છે. એમાં બીજા સને ૬૫ કલેક પૂરો લખાયા પછી આગળનું કામ પડતું મુકાયું છે. દરેક પાનામાં ૧૫થી ૧૮ પંક્તિઓ છે. લોકેની રચના ઉપજાતિ છંદમાં કરેલી છે.
ગ્રન્થને વિષય ચરિત્ર છે. આ ચરિત્ર જગદ્ગુરુ શ્રીમદ્ વિજયહીરસૂરીશ્વરજી મહારાજની પાટે આવેલા મહર્ષિ આચાર્ય શ્રી વિજ્યસિહસૂરિ મહારાજશ્રીનું છે, જેમાં શ્રી વિજયદેવસૂરિની પાટે આવેલા હતા.
આ હસ્તપ્રતને બાહ્ય પરિચય જે; હવે એનું આખું આંતર દર્શન કરીએ–
જૈન પ્રણાલિકા મુજબ (પ્રાય:) ૯૯૦નો મંગલ અંક ટપકાવી તુરત જ જે નમ: | લખી, સકલભટ્ટારકશિરોમણિ ભટ્ટારક શ્રી ૫ વિજયદેવસૂરીશ્વરજી મહારાજને નમસ્કાર . કર્યો છે. પછી ગ્રન્થારંભ કર્યો છે.
પ્રથમના ત્રણેય લેકના પ્રારંભમાં અનુક્રમે : (૧) જેવારણાર, (૨) જે પ્રકાર (૩) ઘેવારમારાધનામ્ ! આ પ્રમાણે છે બીજથી સંયોજિત શબ્દોનો પ્રયોગ કર્યો છે.
અહીંયા સમજવા જેવી બાબત એ છે કે, ઉપાધ્યાયજી ભગવંતની અદ્યાવધિ પ્રાપ્ત તમામ કૃતિઓ, પછી તે સ્વહસ્તાક્ષરી હોય કે પરહસ્તાક્ષરી હોય, એ સહુના પ્રારંભમાં - માત્ર આદિના એક જ લેકના પ્રારંભમાં સરસ્વતી મંત્રના બીજભૂત ગણાતા ઇ બીજથી .. १. ऐंकारसारस्मृतिसंप्रवृत्तैर्वृत्तः सुवृत्तैः पटुगीतकीर्तिः ।
- मदंतरायव्ययसावधानः श्रियेऽस्तु शंखेश्वरपार्श्वनाथः ॥ १ ॥ २. ऐन्द्र प्रकाशं कुरुतां ममोद्यन्महारयादेव सरस्वतीयम् । - सदाहितानां तनुते हितं या, पुंसां पवित्रा सकलाधिकारम् ॥२॥ 3. ऐकारमाराधयतां जनानां, येषां प्रसादः परमोपकारी ।।
तेषां गुरूणां चरणारविंद-रजःपरां संपदमातनोतु ॥ ३ ॥
Page #3
--------------------------------------------------------------------------
________________ પૂ. મુ. શ્રી યશોવિજયજી : વિદ્યાસમહાકાવ્ય 235 સંવલિત રત્ર જેવા શબ્દને પ્રવેગ જરૂર કર્યો છે, પણ એકથી વધુ એટલે કે બે નહીં પણ ત્રણેય લોક સુધી "r" બીજ સહિત શબ્દપ્રયોગ કર્યો હોય તેવી આ પહેલી જ કૃતિ જોવા મળી છે. આ પ્રસંગે વાચકોને એ યાદ આપવું એગ્ય થઈ પડશે કે ઉપાધ્યાયજીએ કાશીમાં ગંગાના તટે બેસીને સરસ્વતીનું જે વરદાન મેળવ્યું, તે સિદ્ધિ સરસ્વતી દેવીના જે મંત્રબીજને જ આભારી હતી. અને પછી તે જાણે એનું ઋણ ચૂકવવા હશે કે ભક્તિ પ્રદર્શિત કરવા કહો, પણ એ બીજને દરેક ગ્રંથના મંગલાચરણના આદિ લોકમાં ગોઠવીને તેઓએ અમર બનાવી દીધું. અહીંયા ચોથા લેકની રચનામાં સમાન કક્ષાના યમક પ્રકારના ભાષાપ્રયેગો કરીને રચનાકૌશલ્યનું દર્શન કરાવી, કર્તાએ કાવ્યરચના ઉપરનું પોતાનું પ્રભુત્વ ખ્યાત કર્યું છે. આ રહ્યો તે લેકનો પૂર્વાર્ધ– न्यूनाधिकाभ्यां शशिभानुमद्भ्यां, ताभ्यामुभाभ्यां किलकुण्डलाभ्यां / ત્યાર બાદ દશમા શ્લોકમાં પિતે જેઓશ્રીના ચરિત્રનું વર્ણન કરવાને પ્રારંભ કરે છે તે વિજયસિંહસૂરીશ્વરજી નામને ઉલ્લેખ કરે છે. પહેલો સર્ગ 12 કલેકે વડે પૂર્ણ કરી છે. ત્યાં અંતમાં કેટલાક લેક વિવિધ છંદમાં આપી ગ્રન્થનું ગૌરવ વધાર્યું છે. આ સર્ગ જ્યાં પૂરો થાય છે ત્યાં–ત્તિ વિદ્યારે વિનામદાશે પ્રથમ એમ લખીને આ કાવ્ય મહાકાવ્ય છે, અને એને વિજય શબ્દથી અંકિત કર્યું છે, એમ સૂચવ્યું છે. આ પ્રમાણે કૃતિપરિચય પૂર્ણ થાય છે. - ગોડીજી જૈન ઉપાશ્રય, મુંબઈવિ. સં. 2024 1. સરસ્વતીની સાધના કરી વરદાન મેળવ્યાની વાત તેઓશ્રીએ પોતે જ પિતાની કૃતિઓમાં જણાવી છે. 2. ગમે તે કારણ બન્યું હશે, પણ એકાદ બે કૃતિ અપવાદરૂપ એવી પણ છે, જેના પ્રારંભમાં " બીજ સંવલિત " ને પ્રયોગ નથી. 3. આ કાવ્યનું જે નામકરણ જણાય છે તે વિના ગચ્છનું સૂચક લાગે છે.