Book Title: Vijaymansurikrut Pattaka
Author(s): Mahabodhivijay
Publisher: Z_Nirgrantha_1_022701.pdf and Nirgrantha_2_022702.pdf and Nirgrantha_3_022703.pdf

View full book text
Previous | Next

Page 1
________________ વિજયમાનસૂરિકૃત પટ્ટક મુનિ મહાબોધિવિજય ભૂમિકા : વિક્રમના ૧૮માં સૈકામાં તૈયાર થયેલ પ્રસ્તુત પટ્ટક તર્કસમ્રાટ પૂ. પં. શ્રી જયસુંદર વિ. મહારાજના સંગ્રહમાંથી પ્રાપ્ત થયેલ છે. આચાર્ય વિજયમાનસૂરિ મહારાજની આજ્ઞાથી શ્રી લાવણ્યવિજયગણિએ સંક ૧૭૪૪; ઈ. સ. ૧૬૮૮માં આ પટ્ટક લખ્યો છે. આનું બીજું નામ સામાચારી-જલ્પ-પટ્ટક છે. પ્રતિને અંતે અવન' એમ લખેલું છે. ગણના કરતાં કુલ ૨૬ બોલ થાય છે. ખાસ કરીને ગચ્છમાં વધી જતી શિથિલતાને નિવારવા અથવા ગચ્છમાં અનુશાસનને વધુ મજબૂત બનાવવા પટ્ટક તૈયાર કરવામાં આવે છે. વિક્રમના ૧૩મા સૈકાથી આવા પટ્ટકો બનાવાયા હોય તેવું જણાય છે. પ્રસ્તુત પટ્ટકના પ્રત્યેક બોલમાં આગમો, પૂર્વાચાર્યો રચિત પ્રકરણો તેમ જ કેટલાક પટ્ટકોની સાક્ષી આપી છે. શ્રત વ્યવહાર અને જિતવ્યવહારને પણ ઠેર ઠેર પ્રધાનતા આપી છે. અહીં સાક્ષી તરીકે આપેલા તમામ જલ્પો પ્રાયઃ અપ્રગટ છે. જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરિ મહારાજે દ્વાદશજલ્પની રચના કરી છે તે પ્રસિદ્ધ છે, પ્રગટ છે. પરંતુ તે શ્રી વિજયદાનસૂરિકૃતિ પ્રસાદીકૃત ૭ બોલના અર્થના વિસંવાદ ટાળવા માટે રચાયેલ છે. અહીં જે ક્રમાંક ૧૪ અને ૨૦માં શ્રી હીરવિજયસૂરિ પ્રસાદિત સામાચારી જલ્પનો ઉલ્લેખ થયો છે તે દ્વાદશજલ્પથી ભિન્ન સમજવાનો છે. અલબત્ત, આ જલ્પ વર્તમાનમાં પ્રાપ્ત થયો નથી. પરંતુ તેવો એક જલ્પ રચાયો છે તે નક્કી છે. શ્રી વિજયદેવસૂરિ મહારાજે વિ. સં. ૧૯૭૨ વર્ષે અષાઢ સુદ બીજના દિવસે પાટણ નગરમાં આદેશ કરેલ પટ્ટકમાંથી આ વાત છતી થાય છે. 'भट्रा० श्रीहीरविजयसूरीश्वर इ जे बारबोल प्रसाद कर्या तथा भद्रा. श्री विजयसेनसरीश्वरई प्रसाद कर्या जे सात बोल तथा भट्टारक श्रीहीरविजयसूरि तथा भट्टा. श्रीविजयसेनसूरीश्वरई बीजाइ जे बोल प्रसाद का ते तिमज कहवा पणि कोणइ विपरित न कहवा, जे विपरित कहस्यइ तेहनइ आकरो ठबको देवरास्यइ ।२।' પ્રસ્તુત પટ્ટક જૂની ગુજરાતીમાં છે. ક્રમાંક નવમાં આપેલો વૃદ્ધવાદ ખાસ ધ્યાન ખેંચે તેવો છે. ‘છ માસ ઉપરાંત આચાર્ય શુન્ય ગચ્છની મર્યાદા અપ્રમાણ થાય એવો વૃદ્ધવાદ સંભલાઈ છે.’ આ સિવાય પણ અન્ય અનેક સામાચારીઓની વાતો આ પટ્ટકમાં છે, જે ધ્યાનથી પઠનીય છે. આચાર્યવિજયમાનસૂરિની ગુરુપરંપરા-શિષ્ય પરંપરાનો ઉલ્લેખ મળતો નથી. તેથી એ અંગે વિશેષ પ્રકાશ પાડી શકાયો નથી. શ્રી વિજયમાનસૂરિ પટ્ટક સં. ૧૭૪૪. કાર્તિક સુદ-૧૦ પૂ. મહાબોધિવિજયજી મ. સા. ॥ संवत् १७४४ वर्षे कार्तिक सुदि १० शुक्रोभश्री विजयमानसूरिनिर्देशात् ।उ! श्री लावण्यविजयगणिभिः सामाचारी जल्पपट्टको लिख्यते । सुविहितसमवाययोग्यं ॥ श्रुतजीत व्यवहारने अनुसार तपागच्छनी सामाचारी सन्मार्ग छे । जे मार्टि वशेषावश्यक पन्नवजी प्रश्रोत्तरसमुच्चय छत्रीसजल्यादिकने अनुसार आज सुधी तपागछमाहि श्रतजीतव्यवहारविरुद्ध प्ररूपणा नथी प्रवर्ती । अनें कोइइं विरुद्ध प्ररूपणा करी विचार तेहने ते समवायना Jain Education International For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3