________________
આચાર્ય વિજ્યવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ
તબીબી મંડળના દાકતરો ઉપરાંત ડૉ. જી. વી. દેશમુખ, ડો. એવી. બાલીગ, ડૉ૦ નાથુભાઈ પટેલ, ડૉ. જાલ પટેલ, ૫૦ શિવશર્મા, ડૉ. ડી. જી. મોદી, ડૉ. રવીન્દ્ર મોતીચંદ કાપડીઆ, ડૉ. પન્નાલાલ શાહ, ડૉ૦ સ્ટોર, ડૉ. રસિકલાલ શાહ તથા બીજા દાકતરોએ આવી વિનાસંકોચે સેવા અર્પી હતી. વૈદરાજ શ્રી વાડીભાઈએ વડોદરાથી આવી આચાર્યશ્રીની બરાબર સારવાર થાય તે માટે સંસ્થામાં રહી ખડે પગે સેવા આપી હતી.
તા. ૧૭–૫–૧૯૫૪ના દિવસે શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં સ્થિરતા દરમિયાન આચાર્ય શ્રીવિજયવલ્લભસુરીશ્વરજીએ “શ્રી મહેન્દ્ર જૈન પંચાંગ” અંગે નીચે પ્રમાણે અભિપ્રાય મોકલી આપ્યો હતોઃ
જૈન સમાજની પરિસ્થિતિનું અવલોકન કરતાં અમો એવા અભિપ્રાય ઉપર આવ્યા છીએ કે જે ધાર્મિક કાર્યોનાં મુહૂર્તાદિનો સમય બરાબર સાચવવો હોય, તિથિ અંગેનું અનેક્ટ દૂર કરવું હોય અને જાહેર તહેવારોની ઉજવણી બધાએ સાથે મળીને કરવી હોય તો દરેક ફીરકાએ આ પંચાંગને માન્ય રાખવું જોઈએ. જો આમ થશે તો આપણે સહકાર અને સંગઠનની દિશામાં એક મોટું પગલું ભરેલું ગણાશે.”
તા. ૧૨મી ઑગસ્ટના રોજ આચાર્યશ્રીએ સ્થળ બદલવા ઇચ્છા દર્શાવી અને શ્રી કાન્તિલાલ ઈશ્વરલાલના નિવાસસ્થાને ગયા. ઉપચારમાં ફેરફાર કરવાની આચાર્યશ્રીની ઈચ્છાને માન આપી પંજાબથી વૈદ્યરાજને બોલાવવામાં આવ્યા.
આચાર્યશ્રીને છેલ્લા ત્રણ ચાતુર્માસ દરમિયાન શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં સ્થિરતા કરવાના અનેક પ્રસંગે ઉપસ્થિત થયા. જીવનને સુફલિત અને સુસાર્થક કરનાર આચાર્યપ્રવરની આ છેલ્લી સ્થિરતા જૈન સમાજ અને આ સંસ્થાના ઈતિહાસમાં સીમાચિહ્ન બની રહે છે.
આચાર્યશ્રીએ સંવત્સરી પ્રસંગે નીચેનો સંદેશો પાઠવ્યો : “સંવત્સરીના આ મહાન દિવસે ક્ષમા, દયા, દાન, સંગઠન અને સાધર્મિક ભક્તિ વગેરે ગુણોને તમે તમારા જીવનમાં ઉતારશો. આજના આ મહાન દિવસે ચતુર્વિધ શ્રીસંઘ પાસે હું એવી આશા રાખું છું, કે આપ વહેલામાં વહેલી તકે “જૈન યુનિવર્સિટી” ઊભી કરશો. આજના દિને “ક્ષમા વીરસ્ય ભૂષણમ્'નું સૂત્ર હૃદયમાં ઉતારી સૌ કોઈને ક્ષમાવી અને ક્ષમા આપીને નિર્મળ આત્મકલ્યાણ સાધજે.”
વૈદરાજ શ્રી દત્ત શર્માએ કહ્યું, “નાડીના સરસ ધબકારામાં તેઓશ્રીના ઉજજવળ ચારિત્રશીલ જીવનના પ્રતિબિંબો ઊપસી આવે છે.” ત્યારબાદ અગ્રણીઓ આચાર્યશ્રી પાસે આવ્યા. પંજાબનું નામ નીકળતાં આચાર્યશ્રી નાના બાળકની જેમ ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડ્યા હતા. તેમણે જણાવ્યું “ચાતુર્માસ બાદ પાલીતાણા દાદાના દર્શન કરીને પંજાબ તરફ વિહાર કરવાની ભાવના છે. પણ એ ભાવના પૂર્ણ થશે કે ?” આટલું બોલતાં એ ગમગીન બન્યા અને પછી સર્વને માંગલિક સંભળાવ્યું હતું. તા. ૧૯-૯-૧૯૫૪ના રોજ આચાર્યશ્રીએ જૈન તત્વજ્ઞાનનો અંગ્રેજી ભાષામાં અનુવાદ થાય તે માટે અનુરોધ કર્યો. સાહિત્ય સંમેલન ભરવાનો વિચાર પણ પ્રગટ કર્યો.
" સં. ૨૦૧૦ના ભાદરવા વદિ દશમ ને મંગળવારનો દિન હતો. સાંજે પાંચ વાગે વૈદરાજ આવ્યા. આચાર્યશ્રીની નાડી તપાસી. આચાર્યશ્રીએ વૈદરાજને કર્મનું તત્ત્વચિંતન સમજાવ્યું. દૂધ પીવાની આચાર્યશ્રીની અરુચિ હોવા છતાં આગ્રહથી થોડું દૂધ પીધું. “કલ્યાણમંદિર' સાંભળી, પ્રતિક્રમણ સંથારાપોરસી કરી આચાર્યશ્રીએ આરામ લેવા માંડ્યો. રાત્રે સાડા દશ વાગે આંખ ખૂલી ગઈ. થોડું શરીર દબાવતાં જરા નિદ્રા આવી ગઈ. સાડા અગિયાર વાગે ફરી આંખ ખૂલી ગઈ પાસું ફેરવી આચાર્યશ્રી પાછા સૂઈ ગયા. રાત્રે બે વાગ્યા. નિદ્રા ન રહી. આચાર્યશ્રીએ ચોવીસ ભગવંતોના નામોનું સ્મરણ કર્યું. નવકાર મંત્રો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org