Book Title: Vijay Vikramsuriji Author(s): Nandlal B Devluk Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf View full book textPage 2
________________ શાસનપ્રભાવક અધ્યયન-તપશ્ચર્યામાં દિનપ્રતિદિન આગળ વધતા ગયા. શાસ્ત્ર, તિષ, વ્યાકરણ, સાહિત્ય આદિનાં વિવિધ ક્ષેત્રનું અતુલ જ્ઞાન પ્રાપ્ત કર્યું. અનેક ગેમાં વૃદ્ધિ પામતાં વિદ્વાન, ગભર, શાસનપ્રભાવક મહાપુરુષ બન્યા. પૂજ્યપાદ ગુરુદેવશ્રીએ સર્વ પ્રકારની યોગ્યતા નિહાળીને સં. ૨૦૧૧ના માગશર સુદ ૬ને દિવસે સિદ્ધાચલજીમાં પંન્યાસ પદથી વિભૂષિત કર્યા. પદસ્થ બન્યા પછી તેઓશ્રીએ ગુરુભગવંત સાથે અનેક શાસ્ત્રગ્રંથોનું સંપાદનકાર્ય અપ્રમત્તભાવે કર્યું. તેઓશ્રીએ નંદી, અવચૂરી, વાસુપૂજ્યચરિત્ર, આચારાંગચૂર્ણિ, શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર, હેમમધ્યમવૃત્તિ વ્યાકરણ, ચૈત્યવંદન, હેમધાતુપારાયણ, પાઈઅલચ્છિનામમાલા આદિ અનેક ગ્રંથોનું સંપાદન કર્યું. આ સંપાદનનાં પ્રકાશનને લીધે પૂજ્યશ્રી ભારતભરમાં એક સમર્થ શાસ્ત્રવેત્તા તરીકે સુખ્યાત બન્યા. લાલબાગમાં અંતિમ ચાતુર્માસ દરમિયાન પૂ. દાદાગુરુની તબિયત બગડતાં તુરત જ મુંબઈ પહોંચ્યા. પૂજ્યપાદ કવિકુલકિરીટ દાદા ગુરુદેવશ્રીની સં. ૨૦૧૭ના શ્રાવણ સુદ પાંચમે ચિર વિદાય પછી તેઓશ્રી ઉપર સમુદાયની સર્વ જવાબદારી આવી પડી. પૂ. ગુરુદેવ સર્વ પ્રભાવ, ભવ્ય વાર પૂજ્યશ્રીમાં પ્રત્યક્ષ દેખાતે હતો અને પૂજ્યશ્રીએ એ સિદ્ધ પણ કરી બતાવ્યું. પૂજ્યશ્રી સૂરિમંત્રના જાપના અઠગ ઉપાસક હતા. તેમણે અખંડ ત્રિકાલ સૂરિમંત્રના જાપથી વચનસિદ્ધિ પ્રાપ્ત કરી હતી. તેઓશ્રી જે બોલે તે થઈને રહે. પ્રદેશે-પ્રાન્ત વિચરી મહાન શાસનપ્રભાવનાઓ કરી. સં. ૨૦૨૮માં સિકંદરાબાદથી શિખરજીને અને સં. ૨૦૩૦માં કલકત્તાથી પાલીતાણાને મહાન છરી પાલિત સંઘ કાઢ્યા હતા. ખંભાતમાં 108 માસક્ષમણ તપશ્ચર્યા કરાવી. ભરૂચતીર્થને ઉદ્ધાર કરાવ્યું. પૂજ્યશ્રીનું અંતિમ ચાતુર્માસ સં. ૨૦૪૦માં અમદાવાદમાં થયું. ઓચિંતા રોગને હુમલે થયે. ડોકટરે-વૈદ્યોના ઉપચાર સફળ થયા નહીં. અસંખ્ય શિ-પ્રશિષ્ય-શિષ્યાઓ--શ્રાવક-શ્રાવિકાઓના મંત્રોચ્ચાર વચ્ચે ગુરુદેવને હંસલે સ્વર્ગગામી થયે. અગણિત ભક્તજનોનાં નયનને ભીંજવી જનારે એ દિવસ હત સં. ૨૦૪૨ની દીપાવલીને. ચારિત્રધર્મની સમર્થ સાધનાના આ સાધકે ભૌતિક સંપત્તિને ત્યાગ કરી, આંતરિક નમ્રતા-ક્ષમા- સરળતા-ઉદારતાની નાનલક્ષ્મી પ્રાપ્ત કરી હતી. તેઓશ્રીમાં વસ્તૃત્વશક્તિ, ગુરુસેવા અને ગુર્વાસાને પ્રાધાન્ય આપતા રહ્યા. પૂજ્યશ્રીને અતુલ્ય પ્રભાવ શિષ્ય-શિષ્યાઓમાં જ નહીં, પણ સામાન્યજન પર પણ અમિટ પડ્યો. પરિણામે તેઓશ્રી શાસનસેવા સાથે યશનું સામ્રાજ્ય ફેલાવી ગયા. ધન્ય એ વત્સલમૂતિ ! વંદન હજે એ મહાત્માને !!! (સંકલન : પૂ. આ. શ્રી વિજ્યસ્થૂલભદ્રસૂરિજી મહારાજ) છે 2) ( STD-1 SS 117 , કે •છે R Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2