Book Title: Vijay Ramchandrasuriji
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf

View full book text
Previous | Next

Page 7
________________ શ્રમણભગવંતે-ર ૩૪૩ કઈ પણ કુટુંબને વ્યવહારુ દષ્ટિએ ન ગમે એ દેખીતી વાત છે. પૂ. શ્રી રામવિજયજી મહારાજ પાસે દીક્ષા લેનારાઓની સંખ્યા વધતી જતી હતી. એ સંજોગોમાં દીક્ષા વિધી વાતાવરણ પ્રસરે એ સ્વાભાવિક હતું. પિતાના પતિએ પૂ. શ્રી રામવિજ્યજી પાસે દીક્ષા લીધી હતી એના વિરોધમાં રતનબાઈ નામની એક મહિલાએ એક જાહેર સભામાં શ્રી રામવિજયજી પાસે જઈને મારે પતિ મને પાછો આપ.” એમ કહીને શ્રી રામવિજયજીનાં કપડાં ખેંચવા પ્રયત્ન કર્યો હતા. આ ઝગડો કેર્ટ સુધી ગયો હતો અને કેટે પૂજ્યશ્રીને નિર્દોષ જાહેર કર્યા હતા. તેઓશ્રી ઉપર થયેલાં આવા જુદાં જુદાં કારણોસર, જુદાં જુદાં સ્થળે ત્રીસેક વાર કેટેમાં જુબાની આપવાના પ્રસંગે ઊભા થયા હતા, અને દરેક વખતે પૂજ્યશ્રી નિર્દોષ જાહેર થયા હતા. સં. ૧૯૭૧નું ચાતુર્માસ અમદાવાદ વિદ્યાશાળામાં કર્યું હતું. આઝાદી પૂર્વેના એ દિવસે હતા. ચાનું વ્યસન લેકમાં વધતું જતું હતું. એ વખતે ચાને વિરોધ પણ સખત થતો હતો. એ જમાનામાં અમદાવાદમાં રીચી રોડ (ગાંધી માર્ગ ) પર આવેલી બે જાણીતી હોટલમાં આખો દિવસ ચા પીનારાઓને ધસારે રહેતું, જેમાં જેનોની સંખ્યા પણ મોટી હતી. સાથે અભય પણ ખવાતું. હાલમાં રેજનું સત્તર મણ દૂધ વપરાતું. એ વખતે શ્રી રામવિજ્યજી મહારાજે એની સામે ઝુંબેશ ઉપાડી હતી. ઠેર ઠેર પ્રવચને કર્યા હતાં અને એ પ્રવચનને પ્રભાવ લેકે ઉપર એટલે બધે પડ્યો હતો કે હોટલની ઘરાકી એક્ટમ ઘટી ગઈ અને રજના સત્તર મણ દૂધને બદલે બેત્રણ મણ જેટલું દૂધ વપરાવા લાગ્યું. આજે તે ચાના વ્યસનને કેઈ વિરોધ રહ્યો નથી, પણ એ જમાનામાં શ્રી રામવિજ્યજી મહારાજની વાણીનો પ્રભાવ કેટલે બધે હતો તે આ ઘટના સૂચવે છે. એ જ વર્ષે પ્રાણીહિંસાની એક બીજી વિચિત્ર ઘટના પણ અમદાવાદમાં બની હતી. અમદાવાદમાં તે સમયે કૂતરાઓને ત્રાસ વધતું જતું હતું. એ ત્રાસમાંથી બચવું હોય તે કૂતરાઓને મારી નાખવા જોઈએ એ એક વિચાર વહેતે થયો હતો. આવા વિચારને જેનસમાજ સ્વીકારે જ નહિ, બલ્ક એને સખત વિરોધ કરે એ દેખીતું છે. પરંતુ શરમજનક ઘટના તે એ બની કે પાશ્ચાત્ય કેળવણી લીધેલા એક સુધારાવાદી નાસ્તિક જેન ઉદ્યોગપતિએ લેકની લાગણીને વધુ દૂભવવા માટે જાણી જોઈને સંવત્સરીના પવિત્ર દિવસે જ પિતાના બંગલાના કમ્પાઉન્ડમાં સાઠ જેટલા કૂતરાઓને મરાવી નાખ્યા. આ ઘટનાનો જબરદસ્ત વિરોધ થયો. કૂતરા માવાની હિમાયત કરનારા સામે પૂ. શ્રી રામવિજ્યજી મહારાજે પ્રખર આંદોલન ઉપાડ્યું હતું. પરિણામે આ હિંસક પ્રવૃત્તિ આખરે બંધ થઈ હતી. એવી જ રીતે, સં. ૧૯૭૬નું વર્ષ અમદાવાદ માટે મહત્ત્વનું બની ગયું. અમદાવાદમાં નવરાત્રિના દિવસે દરમિયાન માતાજીને ઉત્સવ થતો અને દશેરાને દિવસે ભદ્રકાળી માતાના મંદિરમાં બલિ તરીકે એક બકરનો વધ કરવાનો રિવાજ ચાલ્યા આવતા હતા. અમદાવાદ જેવી ધર્મનગરીમાં ધર્મના નામે એક પંચેન્દ્રિય જીવનો વધ કરવામાં આવે એ અસહ્ય હતું. એ બંધ કરાવવા માટે પૂ. શ્રી રામવિજયજી મહારાજે અમદાવાદમાં ઉગ્ર આંદોલન ચાલુ કર્યું. પિળે પિળે જઈને પિતાનાં પ્રવચનમાં આ જ વિષય પર ભાર મૂક્યો અને આ હિંસક પ્રવૃત્તિ બંધ કરવા માટેના બધા જ ઉપાય અજમાવી દેવા માટે ઉબોધન કર્યા. આ આંદોલનને Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10