Book Title: Vijay Rajendrasuriji Author(s): Nandlal B Devluk Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf View full book textPage 2
________________ 482 શાસનપ્રભાવક વયે સં. ૨૦૦૪ના ફાગણ સુદ ૩ને શુભ દિવસે ભાભર પાસે લુંદરા ગામે મહત્સવપૂર્વક સંયમમાર્ગ સ્વીકાર્યો અને મુનિશ્રી રાજેન્દ્રવિજ્યજી નામ ધારણ કર્યું. મુનિરાજને બાળપણથી ધાર્મિક અભ્યાસમાં રસ હતો. તેમાં પૂ. ગુરુદેવનું માર્ગદર્શન ઉમેરાયું. તેથી તેઓશ્રીએ ધર્મશાસ્ત્રો, ન્યાય, ગ, વ્યાકરણ આદિને ગહન અભ્યાસ કરી, સંસ્કૃત, ગુજરાતી, હિન્દી ભાષા પર અપૂર્વ પ્રભુત્વ મેળવ્યું. વાચન-મનનને પરિણામે લેખનકાર્યમાં પણ આગળ વધ્યા. પૂજ્યશ્રીને હસ્તક એક પછી એક ધર્મગ્રંથની રચના થઈ. તેઓશ્રીના સાહિત્યમાં ચૈતન્યને ચમકાર, સાધનાનાં સોપાન, તરણીનાં તેજ, સાધુતાની સૌરભ, જીવનજાગૃતિ, જીવનમંગલ, જીવનઝંકાર, જીવનજત જલે, હીરાને હાર આદિ ગ્રંથે મુખ્ય છે અને ઘણાં લોકપ્રિય થયા છે. એવી જ રીતે, પૂજ્યશ્રીએ શ્રાવક પ્રપ્તિ, નંદ્યાવર્ત મહાપૂજન, શાંતિસંકીર્તન, પર્વકથાસંગ્રહ આદિ ગ્રંથિ સંપાદિત કર્યા છે. પૂજ્યશ્રીના સતત પુરુષાર્થથી શાંતિસૌરભ” નામનું માસિક અવિરત પ્રકાશિત થતું રહે છે. સાહિત્યસર્જનની સાથે સાથે પ્રવચનની અનેખી છટા પણ પૂજ્યશ્રીની આગવી વિશેષતા છે. જે વર્ષ પૂજ્ય ગુરુદેવશ્રીની છાયામાં રહીને જ્ઞાન-ધર્મને પ્રચાર કરતા રહ્યા. ત્યાર પછી પૂ. દાદાગુરુશ્રી શાંતિચંદ્રસૂરિજી મહારાજનું સ્વાચ્ય બરાબર ન રહેતાં 9 વર્ષ સુધી તેઓશ્રીની સેવામાં રહ્યા. દરમિયાન પૂજ્યશ્રી રામાયણ-મહાભારત પર ધર્મમય, જ્ઞાનમય, ભક્તિમય પ્રવચને આપીને વિશાળ જનસમુદાયને આકર્ષતા રહ્યા. સં. ૨૦૧૯ના જેઠ સુદ ૪ના દિવસે ભાભર મુકામે પૂ. દાદાગુરુની ઈચ્છાને આધીન, અંજનશલાકા મહોત્સવ પ્રસંગે પૂજ્યશ્રીને ગણિ-પંન્યાસપદથી વિભૂષિત કરવામાં આવ્યા. આ પ્રસંગના પંદરમા દિવસે પૂ. દાદાગુરુને વિગ . પૂજ્યશ્રીએ સંયમજીવન અસ્વીકાર્યા પછી ૨૫મા વર્ષે સ્વતંત્ર ચાતુર્માસ કર્યું. મુંબઈમાં યાદગાર ચાતુર્માસ કર્યો. ગોરેગાંવમાં ઉપધાન, થાણાનો છ'રીપાલિત સંઘ, શ્રીપાલનગર-વાલકેશ્વરમાં ઉપધાન અને બે કુમારિકાઓને દીક્ષામહત્સવ આદિ ખૂબ યાદગાર ચાતુર્માસ થયા છે. ત્યાર બાદ કલિકુંડ તીર્થના પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે પૂજ્યપાદ આચાર્યશ્રી વિજયકનકપ્રભસૂરીશ્વરજી મહારાજ આદિ આચાર્યદેવની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે સં. ૨૦૩૦ના ફાગણ સુદ બીજ ને ગુરુવારે પૂજ્યશ્રીને આચાર્ય પદવી અર્પણ કરવામાં આવી. અને પૂ. પંન્યાસજી આચાર્યશ્રી વિજયરાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજ બન્યા. પૂજ્યશ્રી શાસનપ્રભાવનાનાં અનેકવિધ કર્યો પાર પાડવા માટે સુદીર્ઘ અને સ્વાથ્યપૂર્ણ જીવનરિદ્ધિ પામો એવી અભ્યર્થના સાથે પૂજ્યશ્રીનાં ચરણારવિંદમાં કોટિશ વંદના ! (સંકલન : શ્રી અરવિંદભાઈ બી. ગાંધીના લેખને આધારે ). જિક નવાજવામાં આવી ન દે . * समक्ष Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2