Book Title: Vijay Meghsuriji
Author(s): Nandlal B Devluk
Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf

View full book text
Previous | Next

Page 1
________________ ૧૮૨ આટલી ઉંમરે ગિરિરાજની સ્પના મુશ્કેલ અને તીથભૂમિની નિરર્થીક અશાતના થાય, એ માટે ઇન્કાર કર્યાં. આટલી વયેવૃદ્ધ અવસ્થાએ આટલી જાગૃતિ સૌ કોઈ ને નમન કરવા પ્રેરે તેવી છે. સમય સાચવવામાં પણ પૂ. બાપજી મહારાજ પૂરા ખબરદાર હતા. નક્કી શ્રમયે નિીત કામ કરાવવાના આગ્રહી હતા. આત્મસાધકને કાળક્ષેપ કેમ પરવડે એમ, પૂજ્યશ્રીના ચારિત્રમાંથી અગણિત ગુણરાશિને અપનાવવાને પ્રયત્ન કરવામાં જ એમના પ્રત્યેનું સાચુ તણું છે ! તેએશ્રીની દીક્ષા પછી પાંચેક વર્ષે તેઓશ્રીના પત્ની, સાસુ અને સાળાએ દીક્ષા લીધી હતી. પત્ની ચંદનબહેનનું નામ સાધ્વીશ્રી ચંદનશ્રીજી મહારાજ હતુ, તેમને પણ આજે ૩૦૦ સાધ્વી પરિવાર વિચરે છે. એવા કીર્તિ'ની કામનાથી મુક્ત તપાવૃદ્ધ પૂ. આપજી મહારાજના મહાન આત્માને વારંવાર ભાવપૂર્વક વંદના ! ( સકલન : શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ, અમદાવાદ. ) શાસનપ્રભાવક જિનશાસન પ્રત્યે પ્રેમાદર ધરાવનાર ચિરમરણીય મહાપુરુષ પૂ. આચાર્ય શ્રી વિજયમેઘસૂરીશ્વરજી મહારાજ ગુજરાતમાં સુરત પાસે રાંદેર નામે શહેર છે, તેમાં શ્રી વીશા શ્રીમાળી જ્ઞાતિને વિશે સદ્ધર્માનુરાગી, સુસંસ્કારી શ્રી જયચંદ નામે શ્રેષ્ઠિ સદ્ગુણથી શૈભતાં ધપત્ની જમનાબેન સાથે રહેતા હતા. તેમને ત્યાં સ. ૧૯૩૨ના મહા સુદ ૮ને દિવસે એક પુત્રરત્નના જન્મ થયે. માતાપિતાને ખૂબ આનંદ થયા. બાળકનુ નામ મૂલચંદ પાડયું. મૂલચંદ માળપણથી જ મહાન ગુણાને ધારણ કરનાર અન્યા. યોગ્ય વયે તેમને નિશાળે એસાડવા. તીવ્ર બુદ્ધિવાળા મૂલચ'દ ટૂંક મુદતમાં ટ્રેનિંગ કૉલેજમાં પાસ થયા પરંતુ સદ્ગુરુદેવના એધવચનથી તે વૈરાગ્યવાન થયા અને માતાપિતા આદિ કુટુબીજનોની સહે અનુમતિ મેળવી સ. ૧૯૫૮ના કારતક વદ ના દિવસે હોલ્લાસપૂર્ણાંક કરજણ મુકામે શ્રી તપાગચ્છનાયક સંધ સ્થવિર પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજ પાસે ભાગવતી પ્રવ્રજ્યા અંગીકાર કરી અને શ્રી મેઘવિજયજી નામે ઘોષિત થયા. થાડા સમય બાદ છાણી ગામે પૂ. ગુરુદેવશ્રીને હસ્તક વડી દીક્ષા થઈ. પૂ. ગુરુદેવશ્રી પાસે અભ્યાસ કરતાં ટૂંક સમયમાં કાવ્ય, વ્યાકરણ, ન્યાયશાસ્ત્ર આદિના ગહન અભ્યાસ કરી લીધે.. ત્યાર પછી યાગહનની ક્રિયા કરીને શ્રી જિનાગમ ગ્રહણ કરવામાં ઉદ્યમવત થયા. અને અહાનિશ શાસનસેવા બજાવવામાં તત્પર બન્યા. તેઓશ્રીની દેશનામૃત એવી હતી કે જાણે કે તેમાં સાક્ષાત્ સરસ્વતી બિરાજતાં ! વિનયવંત એવા પૂજ્યશ્રીના શિષ્ય શ્રી મનોહરવિજયજી આદિ તેઓશ્રીની સેવામાં અવિરત વિચરતા રહેતા. જિનાગમના ઊંડા અભ્યાસ કરેલા એવા તેઓશ્રીને પૂ. દાદાજી શ્રીમદ્ વિજયસિદ્ધિસૂરીશ્વરજી ( બાપજી ) મહારાજે સ્વહસ્તે સ. ૧૯૬૯માં કારતક વદ ૯ને દિવસે છાણી ગામે ગણિ-પન્યાસ, બંને પદ સાથે આપ્યાં. ધૈર્ય, ગાંભીય, ઔદાય, બહુશ્રુતતા, સરળતા, ધર્મોપદેશકતા, શાસ્ત્રનિપુણતા આદિ અનેક સદ્ગુણેથી ગ્રેભતા પૂજ્યશ્રી અનેક પ્રદેશામાં વિચર્યાં. શ્રીસ ંઘે ભારે ઉત્સાહ અને ઉમંગથી પ. પૂ. સ ંઘવિર Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2