Book Title: Vijay Lakshmansuriji
Author(s): Nandlal B Devluk
Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf

View full book text
Previous | Next

Page 2
________________ શ્રમણભગવત-૨ ૨૬૧ દાદર-જૈન જ્ઞાનમંદિરમાં આપેલાં પ્રવચન સંગ્રહ “ધર્મતત્ત્વપ્રકાશ” જેનું સંપાદન પૂ. આ. શ્રી વિજયકીર્તિચંદ્રસૂરીશ્વરજી મહારાજે કર્યું છે તે પણ તેઓશ્રીની વિદ્વત્તાને પરિચાયક છે સં. ૨૦૧૪માં રાજનગર-વિદ્યાશાળામાં નવકાર મહામંત્ર ઉપર આપેલાં પ્રવચને “નમસ્કારમહિમા” નામે પ્રસિદ્ધ થયાં છે. પૂજ્યશ્રીને પૂ. ગુરુદેવ આચાર્ય ભગવંત શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજે સં. ૧૯૧માં ગણિપદ, સં. ૧૯૯૪માં પંન્યાસપદ અને સં. ૧૯૯૩માં આચાર્યપદ અર્પણ કર્યા. ચૈત્ર વદ પાંચમે આચાર્યપદે આરૂઢ કરવામાં આવ્યા તે સમયે પૂ. ઉપાધ્યાયશ્રી ગંભીરવિજ્યજી મહારાજને પણ આચાર્યપદે સ્થાપવામાં આવ્યા હતા અને આ પ્રસંગે સૌરાષ્ટ્રની પાવન ભૂમિ શિહેરમાં આઠ દિવસ સુધી ભવ્ય મહોત્સવ ઊજવાયો હતો અને ત્યારથી જૈનાચાર્ય શ્રી વિજયલક્ષમણસૂરીશ્વરજી મહારાજનું નામ લાખ લોકોના હૈયે અને હેઠે રમવા લાગ્યું હતું. પૂ. આચાર્યશ્રીએ સૂરિમંત્રની પાંચે પીઠે (પંચપ્રસ્થાન) સિદ્ધ કરેલી હતી. પહેલી અને બીજી પીઠ રહીડા (રાજસ્થાનમાં સિદ્ધ કરેલી, ત્રીજી અને ચેથી પીઠ અંધેરી-મુંબઈમાં અને પાંચમી પીઠ નિષાણુના ચાતુર્માસ વખતે સળ આયંબિલપૂર્વક, મૌન પાળી, સ્ત્રીનું મુખ જોયા વિના સિદ્ધ કરી હતી. પરિણામે, પૂજ્યશ્રીને પ્રભાવ એટલે પ્રબળ બનેલે કે સંકલ્પ કરેલાં સર્વે કાર્યો સત્વરે સિદ્ધ થતાં. પૂજ્યશ્રીનું વ્યક્તિત્વ વિરલ હતું. તેઓશ્રીમાં પાંડિત્યને પ્રકાશ હતા, સાધુતાની સુવાસ હતી, મુત્સદ્દીની કુનેહ હતી, ધર્મ પ્રચારની ધગશ હતી અને અંતરની આત્મીયતાનું જમ્બર આકર્ષણ હતું. પરિણામે, તેઓશ્રી જ્યાં જ્યાં પધારતા અને પ્રવચન કરતા, ત્યાં ત્યાં આબાલવૃદ્ધ સૌ તેમના પ્રવચનમાં અખલિત વહ્યા કરતા. પૂજ્યશ્રીનાં પ્રવચનમાં સિદ્ધાંતનું છટાદાર નિરૂપણ, હેતુઓ અને યુક્તિઓનું પ્રૌઢ પ્રતિપાદન, વીર, હાસ્ય, કરુણ આદિથી ભરેલાં દષ્ટાંતની સુંદર રજૂઆત રહેતી. તેથી મારી જેમ મોરલીથી સપને લાવે, તેમ પૂજ્ય શ્રી વિશાળ શ્રોતાવર્ગને ડોલાવી દેતા ! ભારતભરમાં વિચરતા રહેવું અને લેકેને ધર્મનું ઘેલું લગાડવું એ નિર્ચન્વધર્મનું પૂજ્ય આચાર્યશ્રી ચીવટથી પાલન કરતા. તેઓશ્રીએ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, મારવાડ, માલવા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ અને તામિલનાડુ જેવા વીશ હજારથી વધુ માઈલને વિહાર કર્યો હતો. તેઓશ્રી જ્યાં જ્યાં વિચર્યા તે ભૂમિ પાવન અને ધન્ય બની ગઈ. ત્યાંના હજારે સ્ત્રી-પુરુ પૂજ્યશ્રીના દર્શન, સહવાસ અને વ્યાખ્યાનશ્રવણથી કૃતાર્થ બનતા. પૂજ્યશ્રીના ઉદેશથી હજારે માણસેએ જીવહિંસા ત્યજી હતી. મૈસૂર રાજ્યમાં અનેક ગામોમાં અમુક અમુક દિવસોમાં કતલખાના બંધ રાખવાના નિયમે થયા હતા. વળી, તેઓશ્રીના ઉપદેશથી લાખો માણસે વ્યસનમુક્ત પણ બન્યા હતા. પૂજ્યશ્રી જ્ઞાન અને ક્રિયાના સમન્વયી ઉપાસક હતા. તેથી તેઓશ્રીનાં ઉપદેશથી અનેક સ્થળે જિનાલની પ્રતિષ્ઠા થઈ હતી, અનેક સંઘો નીકળ્યા હતા, અનેક સ્થળે ઉપાશ્રયે, પાઠશાળાઓ, જ્ઞાનમંદિરે અને આયંબિલ ખાતાંઓ સ્થપાયાં હતાં. અનેક સ્થળે ઉપધાન તપ, ઉજમણાં અને જિનેન્દ્રભક્તિમહેસ ઉલ્લાસભેર ઊજવાયા હતા. એવી જ રીતે, ધાર્મિક સાહિત્યનું પ્રકાશન પણ વિપુલ પ્રમાણમાં થયું હતું. પૂજ્યશ્રીનાં પ્રવચને પ્રભાવ અસાધારણ હતે. અસંખ્ય ભાવિકેએ અને અગણિત મહાનુભાવોએ તેમના પ્રવચનને લાભ લીધું હતું, જેમાં મૈસૂર નરેશ, ભાવનગર-નરેશ, Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3