Book Title: Vijay Lakshmansuriji
Author(s): Nandlal B Devluk
Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf
Catalog link: https://jainqq.org/explore/249129/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ૨૬o શાસનપ્રભાવ દક્ષિણ-દીપક –દક્ષિણ દેશદ્ધારક સમર્થ પ્રવચનકાર પૂ. આચાર્ય શ્રી વિજયલક્ષ્મણસૂરીશ્વરજી મહારાજ જૈન સમાજમાં ભાગ્યે જ કોઈ એવું હશે કે પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજ્યલક્ષ્મણસૂરીશ્વરજી મહારાજના નામથી પરિચિત ન હોય. ગૌર વર્ણ, ભવ્ય મુખાકૃતિ, ચમકતાં નયને, પ્રતિભાશાળી વ્યક્તિત્વને લીધે પૂજ્યશ્રી કેઈપણનું આકર્ષણકેન્દ્ર બની જતા. પૂજ્યશ્રીની સાધુજનેચિત સરળતા, ઉદારતા અને પ્રસન્નતાના ગુણોને કારણે થોડા સહવાસે જ સહુ કઈ તેમના ભક્ત બની જતા. તેઓશ્રીનું વકતૃત્વ અત્યંત પ્રભાવશાળી હતું. તેઓશ્રીની વાણી કરતાને કોમળતામાં, કૃપણુતાને ઉદારતામાં, કુટિલતાને સરળતામાં પરિવર્તિત કરી શકે તેવી હૃદયસ્પર્શી હતી. ભારતવર્ષનાં લાખો લેકેએ પૂજ્યશ્રીને સાંભળ્યા હતા અને અનેક સ્થાને પૂજ્યશ્રીએ અનેકવિધ શાસનપ્રભાવનાનાં કાર્યો દ્વારા ભાવ્યાં હતાં. મનહર માલવદેશની જાવરા નગરી પૂજ્યશ્રીની જન્મભૂમિ હતી. પિતાનું નામ મૂળચંદભાઈ અને માતાનું નામ ધાપુબાઈ હતું. એશવલ જ્ઞાતિનાં આ દંપતીને ત્યાં સં. ૧૯૫૩માં તેઓશ્રીને જન્મ થયેલ હતું. તેમનું સંસારી નામ દોલતરામ હતું. તેમનાથી છ-સાત વર્ષે મેટા રાજકુંવર નામે એક બહેન હતાં. દેલતરામની બાલ્યાવસ્થામાં જ પિતાએ ધંધાર્થે બીકાનેરમાં કાયમી વસવાટ કર્યો. પરંતુ માતાપિતા લાંબુ જીવ્યાં નહીં. આથી દેલતરામને ઉછેર મામાને ત્યાં થયે. તેઓશ્રી સ્થાનકવાસી કુટુંબમાં જન્મ્યા હતા અને ચુસ્ત સ્થાનકવાસીને ત્યાં ઊછર્યા હતા, એટલે તેમના મન પર મૂર્તિ પૂજા વિરુદ્ધ સંસ્કાર હતા. પરંતુ સોળ વર્ષની ઉંમરે પૂ. આત્મારામજી મહારાજ કૃત “સમ્યકત્વ શદ્ધાર” નામને ગ્રંથ વાંચવામાં આવ્યું, અને તેમનાં આંતર ખૂલી ગયાં. મૂતિ પૂજા શાસ્ત્રસિદ્ધ વાત છે એ સમજાયું. ત્યાર પછી તેઓ હંમેશાં મંદિરે જઈ પ્રભુદર્શન કરવા લાગ્યા અને નમસ્કાર મહામંત્રની ત્રિકાલગણના કરવા માંડી. એવામાં એક વાર કામસર દિલ્હી જવાનું થયું. ત્યાં જાણવા મળ્યું કે આજે રામ થિયેટરમાં મુનિ શ્રી લબ્દિવિજયજી મહારાજનું જાહેર પ્રવચન છે. તેઓ વ્યાખ્યાન સાંભળવા પહોંચી ગયા. મુનિશ્રીના વ્યાખ્યાને તેમના પર અદ્દભુત અસર કરી અને તેઓ વૈરાગ્યના રંગે રંગાઈ ગયા. મુનિશ્રી લબ્ધિવિજયજી (પછીથી આચાર્ય ભગવંત) મનુષ્યની પરીક્ષા કરવામાં અત્યંત વિખ્યાત હતા. તેઓશ્રીએ આ રત્નને પારખી લીધું. દોલતરામે પણ ભયાનક ભવાટવીને પાર કરવા માટે પૂજ્યશ્રીના પગ પકડી લીધા. ઘણા સમય પૂ. ગુરુદેવ પાસે રહી વિદ્યાભ્યાસ કર્યો. આખરે સં. ૧૯૭૧માં સિકંદરાબાદ (આગ્રા)માં ભવતારિણી ભાગવતી દીક્ષા અંગીકાર કરી મુનિશ્રી લક્ષ્મણવિજય બન્યા. તેઓશ્રીની સ્મરણશક્તિ સતેજ હતી. અંતરમાં વિદ્યાર્જનને અને ઉત્સાહ હતા. તેથી શાસભ્યાસ સારી રીતે ચાલ્યું. ન્યાય, તર્ક, રતિષ, મંત્ર, વ્યાકરણ, સાહિત્ય આદિ વિષયમાં પ્રવીણતા પ્રાપ્ત કરી. મુંબઈમાં “આત્મા, કર્મ અને ધર્મ' વિષય પર આપેલાં વ્યાખ્યાને આજે પણ “આત્મતત્તવવિચાર”ના બે ભાગમાં ઉપલબ્ધ છે અને વાંચતાં મંત્રમુગ્ધ કરે છે. તદુપરાંત, 2010_04 Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવત-૨ ૨૬૧ દાદર-જૈન જ્ઞાનમંદિરમાં આપેલાં પ્રવચન સંગ્રહ “ધર્મતત્ત્વપ્રકાશ” જેનું સંપાદન પૂ. આ. શ્રી વિજયકીર્તિચંદ્રસૂરીશ્વરજી મહારાજે કર્યું છે તે પણ તેઓશ્રીની વિદ્વત્તાને પરિચાયક છે સં. ૨૦૧૪માં રાજનગર-વિદ્યાશાળામાં નવકાર મહામંત્ર ઉપર આપેલાં પ્રવચને “નમસ્કારમહિમા” નામે પ્રસિદ્ધ થયાં છે. પૂજ્યશ્રીને પૂ. ગુરુદેવ આચાર્ય ભગવંત શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજે સં. ૧૯૧માં ગણિપદ, સં. ૧૯૯૪માં પંન્યાસપદ અને સં. ૧૯૯૩માં આચાર્યપદ અર્પણ કર્યા. ચૈત્ર વદ પાંચમે આચાર્યપદે આરૂઢ કરવામાં આવ્યા તે સમયે પૂ. ઉપાધ્યાયશ્રી ગંભીરવિજ્યજી મહારાજને પણ આચાર્યપદે સ્થાપવામાં આવ્યા હતા અને આ પ્રસંગે સૌરાષ્ટ્રની પાવન ભૂમિ શિહેરમાં આઠ દિવસ સુધી ભવ્ય મહોત્સવ ઊજવાયો હતો અને ત્યારથી જૈનાચાર્ય શ્રી વિજયલક્ષમણસૂરીશ્વરજી મહારાજનું નામ લાખ લોકોના હૈયે અને હેઠે રમવા લાગ્યું હતું. પૂ. આચાર્યશ્રીએ સૂરિમંત્રની પાંચે પીઠે (પંચપ્રસ્થાન) સિદ્ધ કરેલી હતી. પહેલી અને બીજી પીઠ રહીડા (રાજસ્થાનમાં સિદ્ધ કરેલી, ત્રીજી અને ચેથી પીઠ અંધેરી-મુંબઈમાં અને પાંચમી પીઠ નિષાણુના ચાતુર્માસ વખતે સળ આયંબિલપૂર્વક, મૌન પાળી, સ્ત્રીનું મુખ જોયા વિના સિદ્ધ કરી હતી. પરિણામે, પૂજ્યશ્રીને પ્રભાવ એટલે પ્રબળ બનેલે કે સંકલ્પ કરેલાં સર્વે કાર્યો સત્વરે સિદ્ધ થતાં. પૂજ્યશ્રીનું વ્યક્તિત્વ વિરલ હતું. તેઓશ્રીમાં પાંડિત્યને પ્રકાશ હતા, સાધુતાની સુવાસ હતી, મુત્સદ્દીની કુનેહ હતી, ધર્મ પ્રચારની ધગશ હતી અને અંતરની આત્મીયતાનું જમ્બર આકર્ષણ હતું. પરિણામે, તેઓશ્રી જ્યાં જ્યાં પધારતા અને પ્રવચન કરતા, ત્યાં ત્યાં આબાલવૃદ્ધ સૌ તેમના પ્રવચનમાં અખલિત વહ્યા કરતા. પૂજ્યશ્રીનાં પ્રવચનમાં સિદ્ધાંતનું છટાદાર નિરૂપણ, હેતુઓ અને યુક્તિઓનું પ્રૌઢ પ્રતિપાદન, વીર, હાસ્ય, કરુણ આદિથી ભરેલાં દષ્ટાંતની સુંદર રજૂઆત રહેતી. તેથી મારી જેમ મોરલીથી સપને લાવે, તેમ પૂજ્ય શ્રી વિશાળ શ્રોતાવર્ગને ડોલાવી દેતા ! ભારતભરમાં વિચરતા રહેવું અને લેકેને ધર્મનું ઘેલું લગાડવું એ નિર્ચન્વધર્મનું પૂજ્ય આચાર્યશ્રી ચીવટથી પાલન કરતા. તેઓશ્રીએ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, મારવાડ, માલવા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ અને તામિલનાડુ જેવા વીશ હજારથી વધુ માઈલને વિહાર કર્યો હતો. તેઓશ્રી જ્યાં જ્યાં વિચર્યા તે ભૂમિ પાવન અને ધન્ય બની ગઈ. ત્યાંના હજારે સ્ત્રી-પુરુ પૂજ્યશ્રીના દર્શન, સહવાસ અને વ્યાખ્યાનશ્રવણથી કૃતાર્થ બનતા. પૂજ્યશ્રીના ઉદેશથી હજારે માણસેએ જીવહિંસા ત્યજી હતી. મૈસૂર રાજ્યમાં અનેક ગામોમાં અમુક અમુક દિવસોમાં કતલખાના બંધ રાખવાના નિયમે થયા હતા. વળી, તેઓશ્રીના ઉપદેશથી લાખો માણસે વ્યસનમુક્ત પણ બન્યા હતા. પૂજ્યશ્રી જ્ઞાન અને ક્રિયાના સમન્વયી ઉપાસક હતા. તેથી તેઓશ્રીનાં ઉપદેશથી અનેક સ્થળે જિનાલની પ્રતિષ્ઠા થઈ હતી, અનેક સંઘો નીકળ્યા હતા, અનેક સ્થળે ઉપાશ્રયે, પાઠશાળાઓ, જ્ઞાનમંદિરે અને આયંબિલ ખાતાંઓ સ્થપાયાં હતાં. અનેક સ્થળે ઉપધાન તપ, ઉજમણાં અને જિનેન્દ્રભક્તિમહેસ ઉલ્લાસભેર ઊજવાયા હતા. એવી જ રીતે, ધાર્મિક સાહિત્યનું પ્રકાશન પણ વિપુલ પ્રમાણમાં થયું હતું. પૂજ્યશ્રીનાં પ્રવચને પ્રભાવ અસાધારણ હતે. અસંખ્ય ભાવિકેએ અને અગણિત મહાનુભાવોએ તેમના પ્રવચનને લાભ લીધું હતું, જેમાં મૈસૂર નરેશ, ભાવનગર-નરેશ, 2010_04 Page #3 -------------------------------------------------------------------------- ________________ 212 શાસનપ્રભાવક જામનગરનરેશ, ઓખાનરેશ, સાંગલીનરેશ, મિરજનરેશ, દેલવાડાનરેશ, ચકવતી રાજગોપાલાચારી, મદ્રાસના પ્રધાન શ્રી વેંકટસ્વામી નાયડુ, ઉદ્યોગમંત્રી શ્રી યુ. કૃષ્ણવ, મૈસુર રાજ્યના મુખ્યમંત્રી શ્રી હનુમંચ્યા , ભારતના ઉદ્યોગમંત્રી શ્રી કે. સી. રેડી, મેજર જનરલ શ્રી કરીઅપ્પા, મહારાષ્ટ્રના ગર્વનર શ્રી શ્રી પ્રકાશ આદિ મુખ્ય હતા. આ ઉપરાંત, સમાજને બૌદ્ધિક વર્ગ તેઓશ્રીનાં પ્રવચનેથી અત્યંત પ્રભાવિત થતું. પરિણામે, અનેક નગરમાં પૂજ્યશ્રીના બહુમાનના જાહેર સન્માન સમારંભે પણ જાતા રહ્યા હતા. - દક્ષિણ ભારતનાં નેધપાત્ર શાસનપ્રભાવક કાર્યોને લીધે તેઓશ્રીને “દક્ષિણદીપક' અને દક્ષિણદેશોદ્ધારક” જેવી પદવીઓથી અલંકૃત કરવામાં આવ્યા હતા. વક્તા વિદ્વાન હોય, વિમલ ચારિત્રથી વિભૂષિત હોય અને વસ્તૃત્વકલાવિશારદ હોય, પછી ચમત્કારો ન સર્જાય તે જ આશ્ચર્ય લેખાય ! પૂજ્યશ્રીની દેશનાએ અનેક જી હિંસામાંથી અહિંસામાં, વ્યસનમાંથી સદાચારમાં, અસત્યમાંથી સત્યમાં, કુસંપમાંથી સંપમાં અને અધર્મમાંથી ધર્મમાં પાછા ફર્યા હતા. પૂજ્યશ્રીની નિશ્રામાં ચાણમાથી ભેણ તીર્થને, રતલામથી માંડવગઢને, હૈદ્રાબાદથી કુલ્પાકજી તીર્થને- એવા અનેક છ'રી પાલિત સંઘે નીકળ્યા હતા. સિરોહીમાં 450 ભાવિકોએ ઉપધાનતપની આરાધના કરી હતી, દસ હજારની મેદની વચ્ચે માલાપણવિધિ થઈ હતી અને પૂ. પં. કીતિવિજયજી ગણિને આચાર્યપદ પ્રદાન કરવામાં આવ્યું હતું. સં. ૨૦૧૪માં રાજનગર (અમદાવાદ)ના મુનિસંમેલનમાં સમાધાન અને સંગઠ્ઠન માટે ખૂબ કાર્યરત રહ્યા હતા. સં. ૨૦૧૬માં પૂ. ગુરુદેવશ્રી મુંબઈ-લાલબાગ જૈન ઉપાશ્રયે કાળધર્મ પામ્યા ત્યારે સ્વર્ગારોહણને ઉત્સવ તેઓશ્રીની નિશ્રામાં ભવ્ય રીતે ઊજવાય હતે. પૂજ્યશ્રીના વરદ હસ્તે ગાંધીનગર (બેંગલોર), શમેગા, બાગલકેટ, ટુમકુર, કહાપુર, ભીવંડી, દાંતાઈ, બાવળા, રબર્સનપિઠ, નખામંડી, રાધનપુર, માટુંગા (મુંબઈ), સાંકરા આદિ સ્થળોએ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયા હતા. મહારાષ્ટ્રમાં નિપાને ભવ્ય ઉપાશ્રય અને જ્ઞાનમંદિર પણ પૂજ્યશ્રીની પ્રેરણાનું પરિણામ છે. મહેસાણા, બેંગલોર, મદ્રાસ, બીજાપુર (કર્ણાટક), નિપાણી, બારસી, અધેરી, ભાયખલા, પાર્લા, જૂહ (મુંબઈ)ના આંગણે ઉપધાનતપની આરાધનાઓ થઈ હતી અને કેટલાંક સ્થાનમાં ઉદ્યાપન રૂપે વિવિધ છોડનાં ઉજમણાં પણ થયાં હતાં. આ સર્વ શાસનપ્રભાવનાનાં કાર્યો પૂજ્યશ્રીના પુણ્યપ્રભાવી વ્યક્તિત્વને લીધે બન્યાં હતાં. એવા એ પ્રભાવશાળી સૂરીશ્વરજી મુંબઈ-દાદર જેન મંદિરમાં સં. ૨૦૨૮ના ફાગણ વદ ની રાત્રિએ 3-30 કલાકે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા, તે પૂર્વે રાત્રિના 2-30 સુધી તે ઊભા ઊભા હંમેશના નિયમ પ્રમાણે જાપ કરતા હતા. તેઓશ્રીની અંતિમ યાત્રામાં મુંબઈ અને પરાંઓમાંથી હજારે ભાવિકે ઉપસ્થિત રહ્યા હતા. 25 હજારની ઉછામણ બલી એક ભાવિક ભકતે પૂજ્યશ્રીના અગ્નિસંસ્કાર કર્યા હતા. દિવંગત પૂજ્યશ્રીના શિષ્યરત્ન શતાવધાની પૂ. આ. શ્રી કાતિચંદ્રસૂરીશ્વરજી મહારાજની શુભ નિશ્રામાં ત્રણ મહાપૂજને અને 16 દિવસનો પૂજ્યશ્રીને અંજલિ અર્પત મહોત્સવ ભવ્ય રીતે ઊજવાયો હતો. એવા ધર્મધુરંધર મહાત્માને અંતઃકરણપૂર્વક કટિ કોટિ વંદના ! 2010_04