________________ 212 શાસનપ્રભાવક જામનગરનરેશ, ઓખાનરેશ, સાંગલીનરેશ, મિરજનરેશ, દેલવાડાનરેશ, ચકવતી રાજગોપાલાચારી, મદ્રાસના પ્રધાન શ્રી વેંકટસ્વામી નાયડુ, ઉદ્યોગમંત્રી શ્રી યુ. કૃષ્ણવ, મૈસુર રાજ્યના મુખ્યમંત્રી શ્રી હનુમંચ્યા , ભારતના ઉદ્યોગમંત્રી શ્રી કે. સી. રેડી, મેજર જનરલ શ્રી કરીઅપ્પા, મહારાષ્ટ્રના ગર્વનર શ્રી શ્રી પ્રકાશ આદિ મુખ્ય હતા. આ ઉપરાંત, સમાજને બૌદ્ધિક વર્ગ તેઓશ્રીનાં પ્રવચનેથી અત્યંત પ્રભાવિત થતું. પરિણામે, અનેક નગરમાં પૂજ્યશ્રીના બહુમાનના જાહેર સન્માન સમારંભે પણ જાતા રહ્યા હતા. - દક્ષિણ ભારતનાં નેધપાત્ર શાસનપ્રભાવક કાર્યોને લીધે તેઓશ્રીને “દક્ષિણદીપક' અને દક્ષિણદેશોદ્ધારક” જેવી પદવીઓથી અલંકૃત કરવામાં આવ્યા હતા. વક્તા વિદ્વાન હોય, વિમલ ચારિત્રથી વિભૂષિત હોય અને વસ્તૃત્વકલાવિશારદ હોય, પછી ચમત્કારો ન સર્જાય તે જ આશ્ચર્ય લેખાય ! પૂજ્યશ્રીની દેશનાએ અનેક જી હિંસામાંથી અહિંસામાં, વ્યસનમાંથી સદાચારમાં, અસત્યમાંથી સત્યમાં, કુસંપમાંથી સંપમાં અને અધર્મમાંથી ધર્મમાં પાછા ફર્યા હતા. પૂજ્યશ્રીની નિશ્રામાં ચાણમાથી ભેણ તીર્થને, રતલામથી માંડવગઢને, હૈદ્રાબાદથી કુલ્પાકજી તીર્થને- એવા અનેક છ'રી પાલિત સંઘે નીકળ્યા હતા. સિરોહીમાં 450 ભાવિકોએ ઉપધાનતપની આરાધના કરી હતી, દસ હજારની મેદની વચ્ચે માલાપણવિધિ થઈ હતી અને પૂ. પં. કીતિવિજયજી ગણિને આચાર્યપદ પ્રદાન કરવામાં આવ્યું હતું. સં. ૨૦૧૪માં રાજનગર (અમદાવાદ)ના મુનિસંમેલનમાં સમાધાન અને સંગઠ્ઠન માટે ખૂબ કાર્યરત રહ્યા હતા. સં. ૨૦૧૬માં પૂ. ગુરુદેવશ્રી મુંબઈ-લાલબાગ જૈન ઉપાશ્રયે કાળધર્મ પામ્યા ત્યારે સ્વર્ગારોહણને ઉત્સવ તેઓશ્રીની નિશ્રામાં ભવ્ય રીતે ઊજવાય હતે. પૂજ્યશ્રીના વરદ હસ્તે ગાંધીનગર (બેંગલોર), શમેગા, બાગલકેટ, ટુમકુર, કહાપુર, ભીવંડી, દાંતાઈ, બાવળા, રબર્સનપિઠ, નખામંડી, રાધનપુર, માટુંગા (મુંબઈ), સાંકરા આદિ સ્થળોએ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયા હતા. મહારાષ્ટ્રમાં નિપાને ભવ્ય ઉપાશ્રય અને જ્ઞાનમંદિર પણ પૂજ્યશ્રીની પ્રેરણાનું પરિણામ છે. મહેસાણા, બેંગલોર, મદ્રાસ, બીજાપુર (કર્ણાટક), નિપાણી, બારસી, અધેરી, ભાયખલા, પાર્લા, જૂહ (મુંબઈ)ના આંગણે ઉપધાનતપની આરાધનાઓ થઈ હતી અને કેટલાંક સ્થાનમાં ઉદ્યાપન રૂપે વિવિધ છોડનાં ઉજમણાં પણ થયાં હતાં. આ સર્વ શાસનપ્રભાવનાનાં કાર્યો પૂજ્યશ્રીના પુણ્યપ્રભાવી વ્યક્તિત્વને લીધે બન્યાં હતાં. એવા એ પ્રભાવશાળી સૂરીશ્વરજી મુંબઈ-દાદર જેન મંદિરમાં સં. ૨૦૨૮ના ફાગણ વદ ની રાત્રિએ 3-30 કલાકે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા, તે પૂર્વે રાત્રિના 2-30 સુધી તે ઊભા ઊભા હંમેશના નિયમ પ્રમાણે જાપ કરતા હતા. તેઓશ્રીની અંતિમ યાત્રામાં મુંબઈ અને પરાંઓમાંથી હજારે ભાવિકે ઉપસ્થિત રહ્યા હતા. 25 હજારની ઉછામણ બલી એક ભાવિક ભકતે પૂજ્યશ્રીના અગ્નિસંસ્કાર કર્યા હતા. દિવંગત પૂજ્યશ્રીના શિષ્યરત્ન શતાવધાની પૂ. આ. શ્રી કાતિચંદ્રસૂરીશ્વરજી મહારાજની શુભ નિશ્રામાં ત્રણ મહાપૂજને અને 16 દિવસનો પૂજ્યશ્રીને અંજલિ અર્પત મહોત્સવ ભવ્ય રીતે ઊજવાયો હતો. એવા ધર્મધુરંધર મહાત્માને અંતઃકરણપૂર્વક કટિ કોટિ વંદના ! Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org