________________
૨૬o
શાસનપ્રભાવ
દક્ષિણ-દીપક –દક્ષિણ દેશદ્ધારક સમર્થ પ્રવચનકાર પૂ. આચાર્ય શ્રી વિજયલક્ષ્મણસૂરીશ્વરજી મહારાજ
જૈન સમાજમાં ભાગ્યે જ કોઈ એવું હશે કે પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજ્યલક્ષ્મણસૂરીશ્વરજી મહારાજના નામથી પરિચિત ન હોય. ગૌર વર્ણ, ભવ્ય મુખાકૃતિ, ચમકતાં નયને, પ્રતિભાશાળી વ્યક્તિત્વને લીધે પૂજ્યશ્રી કેઈપણનું આકર્ષણકેન્દ્ર બની જતા. પૂજ્યશ્રીની સાધુજનેચિત સરળતા, ઉદારતા અને પ્રસન્નતાના ગુણોને કારણે થોડા સહવાસે જ સહુ કઈ તેમના ભક્ત બની જતા. તેઓશ્રીનું વકતૃત્વ અત્યંત પ્રભાવશાળી હતું. તેઓશ્રીની વાણી કરતાને કોમળતામાં, કૃપણુતાને ઉદારતામાં, કુટિલતાને સરળતામાં પરિવર્તિત કરી શકે તેવી હૃદયસ્પર્શી હતી. ભારતવર્ષનાં લાખો લેકેએ પૂજ્યશ્રીને સાંભળ્યા હતા અને અનેક સ્થાને પૂજ્યશ્રીએ અનેકવિધ શાસનપ્રભાવનાનાં કાર્યો દ્વારા ભાવ્યાં હતાં.
મનહર માલવદેશની જાવરા નગરી પૂજ્યશ્રીની જન્મભૂમિ હતી. પિતાનું નામ મૂળચંદભાઈ અને માતાનું નામ ધાપુબાઈ હતું. એશવલ જ્ઞાતિનાં આ દંપતીને ત્યાં સં. ૧૯૫૩માં તેઓશ્રીને જન્મ થયેલ હતું. તેમનું સંસારી નામ દોલતરામ હતું. તેમનાથી છ-સાત વર્ષે મેટા રાજકુંવર નામે એક બહેન હતાં. દેલતરામની બાલ્યાવસ્થામાં જ પિતાએ ધંધાર્થે બીકાનેરમાં કાયમી વસવાટ કર્યો. પરંતુ માતાપિતા લાંબુ જીવ્યાં નહીં. આથી દેલતરામને ઉછેર મામાને ત્યાં થયે. તેઓશ્રી સ્થાનકવાસી કુટુંબમાં જન્મ્યા હતા અને ચુસ્ત સ્થાનકવાસીને
ત્યાં ઊછર્યા હતા, એટલે તેમના મન પર મૂર્તિ પૂજા વિરુદ્ધ સંસ્કાર હતા. પરંતુ સોળ વર્ષની ઉંમરે પૂ. આત્મારામજી મહારાજ કૃત “સમ્યકત્વ શદ્ધાર” નામને ગ્રંથ વાંચવામાં આવ્યું, અને તેમનાં આંતર ખૂલી ગયાં. મૂતિ પૂજા શાસ્ત્રસિદ્ધ વાત છે એ સમજાયું. ત્યાર પછી તેઓ હંમેશાં મંદિરે જઈ પ્રભુદર્શન કરવા લાગ્યા અને નમસ્કાર મહામંત્રની ત્રિકાલગણના કરવા માંડી. એવામાં એક વાર કામસર દિલ્હી જવાનું થયું. ત્યાં જાણવા મળ્યું કે આજે રામ થિયેટરમાં મુનિ શ્રી લબ્દિવિજયજી મહારાજનું જાહેર પ્રવચન છે. તેઓ વ્યાખ્યાન સાંભળવા પહોંચી ગયા. મુનિશ્રીના વ્યાખ્યાને તેમના પર અદ્દભુત અસર કરી અને તેઓ વૈરાગ્યના રંગે રંગાઈ ગયા. મુનિશ્રી લબ્ધિવિજયજી (પછીથી આચાર્ય ભગવંત) મનુષ્યની પરીક્ષા કરવામાં અત્યંત વિખ્યાત હતા. તેઓશ્રીએ આ રત્નને પારખી લીધું. દોલતરામે પણ ભયાનક ભવાટવીને પાર કરવા માટે પૂજ્યશ્રીના પગ પકડી લીધા. ઘણા સમય પૂ. ગુરુદેવ પાસે રહી વિદ્યાભ્યાસ કર્યો. આખરે સં. ૧૯૭૧માં સિકંદરાબાદ (આગ્રા)માં ભવતારિણી ભાગવતી દીક્ષા અંગીકાર કરી મુનિશ્રી લક્ષ્મણવિજય બન્યા.
તેઓશ્રીની સ્મરણશક્તિ સતેજ હતી. અંતરમાં વિદ્યાર્જનને અને ઉત્સાહ હતા. તેથી શાસભ્યાસ સારી રીતે ચાલ્યું. ન્યાય, તર્ક, રતિષ, મંત્ર, વ્યાકરણ, સાહિત્ય આદિ વિષયમાં પ્રવીણતા પ્રાપ્ત કરી. મુંબઈમાં “આત્મા, કર્મ અને ધર્મ' વિષય પર આપેલાં વ્યાખ્યાને આજે પણ “આત્મતત્તવવિચાર”ના બે ભાગમાં ઉપલબ્ધ છે અને વાંચતાં મંત્રમુગ્ધ કરે છે. તદુપરાંત,
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org