Book Title: Vijay Kamalsuri Author(s): Nandlal B Devluk Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf View full book textPage 2
________________ શ્રમણભગવંતે 341 થે સમય વીત્યો ત્યાં તેમના ભાઈભાભી મૃત્યુ પામ્યાં. આ દુઃખદ બનાવથી તેમને આત્મા પૂર્ણ પણે વૈરાગ્ય તરફ્ફ ઢળી ગયો. આ વૈરાગ્ય રૂપી વેલ શ્રી વૃદ્ધિચંદજી મહારાજના સમાગમ રૂપી અમૃત મળતાં પાંગરતી ચાલી. અને વિ. સં. ૧૯૩૬ના વૈશાખ વદ ૮ને દિવસે અમદાવાદ પાસેના ગામે દીક્ષા ગ્રહણ કરી અને તપાગચ્છાધિપતિ શ્રી મૂળચંદજી મહારાજના શિષ્ય શ્રી કમલવિજયજી તરીકે જાહેર થયા. તેઓશ્રીને સં. ૧૯૩૭ના કારતક વદ ૧૨ને દિવસે વડીદીક્ષા અમદાવાદ મુકામે આપવામાં આવી. મુનિશ્રી કમલવિજયજીએ સમર્થ ગુરુવર્ય સાથે રહીને શાને અભ્યાસ શરૂ કર્યો. અને એક યા બીજા સાધુવર્ય પાસે રહી ન્યાય, વ્યાકરણ, કેષ, કાવ્ય આદિને અભ્યાસ પૂરો કર્યો. “સૂત્રસિદ્ધાંત'ના જાણકાર શ્રી ઝવેરસાગરજી મહારાજ પાસેથી આગામે પ્રાપ્ત કરી લીધાં. વિ. સં. ૧૯૪૬માં શ્રી મૂળચંદજી મહારાજ કાળધર્મ પાસ્તા સમુદાયની સગવડ સાચવવા દ્વહન કરીને તેઓશ્રી સં. ૧૯૪૭ના જેઠ સુદ ૧૩ના દિને પંન્યાસપદથી અલંકૃત થયા. પરંતુ પૂજ્યશ્રીની ક્રિયાશીલતા અને વિદ્વત્તાથી આખો જેનસમાજ મુગ્ધ બની ગયું હતું, તેથી તેઓશ્રીને અમદાવાદમાં 10-12 હજારની માનવમેદની વચ્ચે સં. ૧૯૭૩ના મહા સુદ ૬ને રવિવારે આચાર્ય પદવીથી વિભૂષિત કરવામાં આવ્યા. ત્યાર બાદ, ઠેર ઠેર વિહાર કરતાં કરતાં પૂજ્યશ્રી ઉપદેશ આપતાં કે, માનવસમાજનાં દુઃખ દૂર કરવા માટે જેને અહિંસાધર્મ જ વધારે અનુકૂળ છે. તેઓશ્રીએ ઘણુ જગ્યાએ ઝગડાઓ મિટાવ્યા હતા. વડોદરામાં વેતાંબર શ્રમણસંઘનું સંગઠન તેમનાની થયું હતું. પ્રખર વિદ્યાભ્યાસી હેવા છતાં સમાજમાં શાંતિ માટે હૃદયપૂર્વક પ્રયત્નો કરવામાં શિથિલતા દાખવતા નહીં. તેથી પૂજ્યશ્રી જયાં જ્યાં જતાં ત્યાં ત્યાં શાંતિને પરિચય થતો. આ કાર્ય માટે તેઓશ્રી સતત પરિશ્રમ કરતા. “ઊઠે, જાગે અને મંઝિલે પહેચ નહીં ત્યાં સુધી વહુઅટકી કૂચ ચાલુ રાખે.” એ ધ્યેયમંત્ર તેમના ચારિત્રમાં ચરિતાર્થ થયો હતે. પૂજ્યશ્રીએ પ ચાતુર્માસ અમદાવાદમાં, 6 પાલીતાણામાં, 5 સુરતમાં, 3 વડેદરામાં 2 પાટણમાં, 2 કપડવંજમાં અને ધોરાજી, મહેસાણું, ચાણસ્મા, ઊંઝા, લીંબડી, વઢવાણ, પાદરા, મુંબઈ, પૂના, યેવલા, બુરાનપુર, ડભેઈબીજાપુર, ખેડા આદિ શહેરમાં એક એક ચાતુર્માસ કર્યા હતા. વડોદરા મુકામે ભરાયેલા મુનિસંમેલનના પ્રમુખપદે રહીને સાધુસમુદાયની શુદ્ધિ માટે અભૂતપૂર્વ ઠરાવો કર્યા હતા. એક મહાન દીર્ઘદશી મહાત્માઓમાં આજે પણ તેઓશ્રીની ગણના થાય છે. સં. ૧૯૭૮માં વૈશાખ સુદ ૧૦ના તેઓશ્રીએ સુરતમાં સ્વહસ્તે પં. આણંદસાગરજીને આચાર્યપદ આપ્યું. ત્યાંથી વિહાર કરી બારડોલી પધાર્યા. આ સુદ ૮ને દિવસે ઇન્ફલ્યુએન્જા થવાથી તબીયત કથળી અને આસો સુદ ૧૦ના દિવસે પ્રતિક્રમણ કરતાં સ્વર્ગગમન કર્યું. Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2