Book Title: Vijay Kamalsuri
Author(s): Nandlal B Devluk
Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf

View full book text
Previous | Next

Page 1
________________ ૩૮૦ શાસનપ્રભાવક અને જપ-તપની એવી તે ભીષ્મસાધના કરી અને કરાવી કે આ યુગમાં એક પ્રખર વિદ્વાન, એક ચુસ્ત ચારિત્રપાલક અને ભીમ-કાન્ત ગુણના અનેરા ધારક તરીકે શ્રીમદ્ વિજ્યદાનસૂરીશ્વરજી મહારાજાનાં નામ અને કામ એકી અવાજે વખણાઈ ગયા ! ' તેઓશ્રી તિષ વિષયના અજોડ અભ્યાસી હતા. સકલ આગમાના રહસ્યના વેત્તા હતા. તેથી “સકલાગમ રહસ્યવેદી” તરીકે સુપ્રસિદ્ધ બનેલા. આ પુણ્યપુરુષને પ્રભાવ કેઈ ઓર જ હ ! સાધુ સંસ્થા જ્યારે ઓટમાં હતી ત્યારે તેમણે ૬૦-૭૦ શિષ્યનું સર્જન કર્યું, તે એ વાતની સાક્ષી પૂરે છે કે કઠેર ચરિત્રપર્યાયના સાધક આરાધકને એવો જ શિષ્યસમુદાય મિટી સંખ્યામાં મળી રહે છે. કેઈપણની ભૂલ થાય તે એની સામે પુણ્યપ્રકેપ ઠાલવવાની જવાબદારી અદા કરનારા અને પછી પાછું એટલું જ વાત્સલ્ય વહાવનારા આ મહાપુરુષે જ્ઞાન અને ચારિત્રનાં એવાં બીજ વાવ્યાં કે, એને વિકસાવનારા બે મહાપુરુષ-શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા અને શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના રૂપમાં આપણને મળી આવ્યા! તે સમયે કઈ પણ ચર્ચાસ્પદ બાબતમાં પૂ. દાનસૂરીશ્વરજી મહારાજનો બોલ પ્રમાણ ગણતે. આટલી હદ સુધી તેઓશ્રીની પ્રતિષ્ઠા હતી તેના મૂળમાં તેમનું અગાધ જ્ઞાન અને ઊંડી ચારિત્રનિષ્ઠા હતાં. પાટડી જેવા નાના ગામને પિતાની સ્વર્ગારોહણભૂમિ દ્વારા ઐતિહાસિક બનાવી જનારા આ મહાત્માની તવારીખ નીચે પ્રમાણે છે: જન્મ : સં. ૧૯૨૪ ઝીંઝુવાડા, દીક્ષા : સં. ૧૯૪૬ ઘેઘા, આચાર્યપદ : સં ૧૯૮૧ છાણી અને સ્વર્ગવાસ : સં. ૧૯૯૨ પાટડી. વડોદરા મુનિ સંમેલનના મોભી શાસનહિતી પૂ. આચાર્યશ્રી વિજયકમલસૂરીશ્વરજી મહારાજ સંવેગી સાધુતાના પાલક પિતા, વડોદરાના મુનિસંમેલનના આવા પ્રેરક અને પ્રમુખ શ્રી વિજયકમલસૂરીશ્વરજી મહારાજ જૈનસંધમાં અનેક રીતે વિખ્યાત છે. તેમને શાસ્ત્રાભ્યાસ, સાધુઓ પર અદ્વિતીય પ્રભાવ અને શાસનહિત આજ સુધી ચિરસ્મરણીય રહ્યા છે. મૂળે રાધનપુરના વતની, પણ વર્ષોથી પાલીતાણા આવીને વસેલા કેડિયા કુટુંબમાં તેમનો જન્મ થયો હતો. તેમના પિતાનું નામ દેવચંદ નેમચંદ અને માતાનું નામ મેઘબાઈ હતું. આ ખાનદાન, આબરૂદાર, રાજ્યમાન્ય અને ગર્ભશ્રીમંત માતાપિતાને ઘેર સં. ૧૯૧૩માં ચૈત્ર સુદ ૩ ને સેમવારે ચોથા પુત્ર તરીકે તેમને જન્મ થયે. તેમનું સંસારીનામ કલ્યાણચંદ્ર હતું. કલ્યાણચંદ્રને અભ્યાસ ભાવનગરમાં થયે. ભણવામાં તેઓ ખૂબ જ હોંશિયાર હતા. તેમની વિદ્યાર્થી અવસ્થામાં જ સં. ૧૯૨૭ના જેઠ વદ પાંચમને દિવસે પિતાનું અવસાન થયું. ત્યાર પછી ભાઈ ની પ્રેરણાથી ધમને રંગ લાગ્યો. દિવસે દિવસે ધર્મના રંગે રંગાવા લાગ્યા. Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2