Book Title: Vijay Kalapurnasuriji
Author(s): Nandlal B Devluk
Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf

View full book text
Previous | Next

Page 1
________________ ૩૨૫ શ્રમણભગવંતે-૨ વૃદ્ધાવસ્થા અને રોગગ્રસ્ત શરીરને કારણે તેઓશ્રીની કાયા અસ્વસ્થ રહેવા લાગી પણ એ અસ્વસ્થતા અને પીડાને શાંતિ અને સમતાથી સહન કરીને સ્વગુરુદેવના કાળધર્મ પછી દસેક વર્ષે, સં. ૨૦૨૯ના ચૈત્ર સુદ ૧૪ના પર્વ દિને કચ્છના આધઈ ગામમાં આચાર્યશ્રી વિજયદેવેન્દ્રસૂરીશ્વરજી મહારાજનું સમાધિપૂર્વક દેહાવસાન થયું. એ આચાર્યદેવનું સ્મરણ શ્રીસંઘને ધર્મના સર્વ મંગલકારી માર્ગે લઈ જાઓ એ જ અભ્યર્થના સહ પૂજ્યશ્રીને કોટિ કેટિ વંદના! (પ્રેષક : પૂ. મુનિશ્રી મુનિચંદ્રવિજયજી મહારાજ ) કછ-વાગડ સમુદાયના નેતૃત્વને સફળ અને ઉજજવળ બનાવનારા, કચ્છ અને બનાસકાંઠાદિ પ્રદેશમાં અભૂતપૂર્વ શાસનપ્રભાવના પ્રવર્તાવનારા, વાત્સલ્યમૂર્તિ-કરુણામૂર્તિ-અધ્યાત્મયોગી પૂ. આચાર્યપ્રવર શ્રી વિજયકલાપૂર્ણસૂરીશ્વરજી મહારાજ પરમ ઉપકારી તીર્થકર ભગવાને પળમાત્ર એટલે કે પ્રમાદ ન કરવાની આપેલી દિવ્ય વાણું અને ચેતવણ, દરેક આત્મસાધકને તેમ જ વ્યાવહારિક સાધનાને માટે પુરુષાર્થ કરતા પ્રત્યેક માનવીને માટે પણ, ભીષણ સંસારનાં અનેક ભયસ્થાનેથી બચવાને મૂંગે સાદ કરતી દીવાદાંડીની ગરજ સારે છે, અને એ સમગ્ર સંસારના જેને માટે મહાન ઉપકારક બની રહે એવી છે. અને એટલે જ ચિત્તશુદ્ધિ અને આત્મદર્શનના આધ્યાત્મિક ધ્યેયને વરેલા આઠે પહેર-વીશે કલાક-સાઈઠે ઘડી મોક્ષલક્ષી ધર્મપુરુષાર્થ કરતા પરમ પૂજ્ય આચાર્યદેવશ્રી વિજયકલાપૂર્ણસૂરિજી મહારાજ દેવાધિદેવ શ્રી તીર્થકર ભગવંતની આ દિવ્ય અને પવિત્ર વાણીમાંથી મળતી ચેતવણીની અને સદા જાગ્રત રહેવાની પ્રાપ્ત થતી અમૃત સમી ઉપદેશ વાણીની લેશ પણ ઉપેક્ષા કેવી રીતે કરી શકે? પૂજ્યશ્રીના છેડા પણ પરિચયમાં આવનારી સહૃદય વ્યક્તિને એમ લાગ્યા વિના ન રહે કે, પોતાને મળેલા આયુષ્યને પરમ કૃપાળુ પરમાત્માની એટલે કે આત્માને પરમાત્મા બનાવવાની માનવભવને અમૂલ્ય થાપણું માનીને એની પળેપળને ઉપયોગ આત્મચિંતન, પરમાત્મચિંતન અને વિશ્વના જીવ માત્રના કલ્યાણના ચિંતનમાં થાય એ માટે તેઓ સદા પ્રયત્નશીલ રહે છે, અને બહુમૂલી થાપણના એકાદ અંશની પણ પરની નિંદા-કૂથલીમાં, કાષાયિક મલિન ભાવોના સેવનમાં કે ભોગવિલાસની પાપવાસનાને પ્રેત્સાહન આપવામાં દુરુપયોગ ન થઈ જાય એની સતત જાગૃતિ રાખે છે. પૂજ્ય આચાર્યદેવશ્રીના રોજબરોજના સંયમી જીવનનું અને ધર્મકાર્યનું અવલોકન કરનાર હરકેઈ વ્યક્તિને એમની સંયમસાધનાને વિશેષ મૂલ્યવાન અને શોભાયમાન બનાવનાર બહુમૂલાં રત્ન સમી ત્રણ વિશેષતાઓ સહજપણે જ સમજાયા વગર રહેતી નથી. આ ત્રણ વિશેષતાઓ એટલે બાળકના જેવી નિર્દોષતા, ધ્યાનગ તરફની ઊંડી પ્રીતિ અને સમર્પિત ભાવથી શોભતી પરમાત્મભક્તિ. તેઓશ્રી દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપી રત્નત્રયીની આરાધના તરફ તે ગૃહસ્થજીવન Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4