Book Title: Vijay Kalapurnasuriji
Author(s): Nandlal B Devluk
Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf
Catalog link: https://jainqq.org/explore/249133/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ૩૨૫ શ્રમણભગવંતે-૨ વૃદ્ધાવસ્થા અને રોગગ્રસ્ત શરીરને કારણે તેઓશ્રીની કાયા અસ્વસ્થ રહેવા લાગી પણ એ અસ્વસ્થતા અને પીડાને શાંતિ અને સમતાથી સહન કરીને સ્વગુરુદેવના કાળધર્મ પછી દસેક વર્ષે, સં. ૨૦૨૯ના ચૈત્ર સુદ ૧૪ના પર્વ દિને કચ્છના આધઈ ગામમાં આચાર્યશ્રી વિજયદેવેન્દ્રસૂરીશ્વરજી મહારાજનું સમાધિપૂર્વક દેહાવસાન થયું. એ આચાર્યદેવનું સ્મરણ શ્રીસંઘને ધર્મના સર્વ મંગલકારી માર્ગે લઈ જાઓ એ જ અભ્યર્થના સહ પૂજ્યશ્રીને કોટિ કેટિ વંદના! (પ્રેષક : પૂ. મુનિશ્રી મુનિચંદ્રવિજયજી મહારાજ ) કછ-વાગડ સમુદાયના નેતૃત્વને સફળ અને ઉજજવળ બનાવનારા, કચ્છ અને બનાસકાંઠાદિ પ્રદેશમાં અભૂતપૂર્વ શાસનપ્રભાવના પ્રવર્તાવનારા, વાત્સલ્યમૂર્તિ-કરુણામૂર્તિ-અધ્યાત્મયોગી પૂ. આચાર્યપ્રવર શ્રી વિજયકલાપૂર્ણસૂરીશ્વરજી મહારાજ પરમ ઉપકારી તીર્થકર ભગવાને પળમાત્ર એટલે કે પ્રમાદ ન કરવાની આપેલી દિવ્ય વાણું અને ચેતવણ, દરેક આત્મસાધકને તેમ જ વ્યાવહારિક સાધનાને માટે પુરુષાર્થ કરતા પ્રત્યેક માનવીને માટે પણ, ભીષણ સંસારનાં અનેક ભયસ્થાનેથી બચવાને મૂંગે સાદ કરતી દીવાદાંડીની ગરજ સારે છે, અને એ સમગ્ર સંસારના જેને માટે મહાન ઉપકારક બની રહે એવી છે. અને એટલે જ ચિત્તશુદ્ધિ અને આત્મદર્શનના આધ્યાત્મિક ધ્યેયને વરેલા આઠે પહેર-વીશે કલાક-સાઈઠે ઘડી મોક્ષલક્ષી ધર્મપુરુષાર્થ કરતા પરમ પૂજ્ય આચાર્યદેવશ્રી વિજયકલાપૂર્ણસૂરિજી મહારાજ દેવાધિદેવ શ્રી તીર્થકર ભગવંતની આ દિવ્ય અને પવિત્ર વાણીમાંથી મળતી ચેતવણીની અને સદા જાગ્રત રહેવાની પ્રાપ્ત થતી અમૃત સમી ઉપદેશ વાણીની લેશ પણ ઉપેક્ષા કેવી રીતે કરી શકે? પૂજ્યશ્રીના છેડા પણ પરિચયમાં આવનારી સહૃદય વ્યક્તિને એમ લાગ્યા વિના ન રહે કે, પોતાને મળેલા આયુષ્યને પરમ કૃપાળુ પરમાત્માની એટલે કે આત્માને પરમાત્મા બનાવવાની માનવભવને અમૂલ્ય થાપણું માનીને એની પળેપળને ઉપયોગ આત્મચિંતન, પરમાત્મચિંતન અને વિશ્વના જીવ માત્રના કલ્યાણના ચિંતનમાં થાય એ માટે તેઓ સદા પ્રયત્નશીલ રહે છે, અને બહુમૂલી થાપણના એકાદ અંશની પણ પરની નિંદા-કૂથલીમાં, કાષાયિક મલિન ભાવોના સેવનમાં કે ભોગવિલાસની પાપવાસનાને પ્રેત્સાહન આપવામાં દુરુપયોગ ન થઈ જાય એની સતત જાગૃતિ રાખે છે. પૂજ્ય આચાર્યદેવશ્રીના રોજબરોજના સંયમી જીવનનું અને ધર્મકાર્યનું અવલોકન કરનાર હરકેઈ વ્યક્તિને એમની સંયમસાધનાને વિશેષ મૂલ્યવાન અને શોભાયમાન બનાવનાર બહુમૂલાં રત્ન સમી ત્રણ વિશેષતાઓ સહજપણે જ સમજાયા વગર રહેતી નથી. આ ત્રણ વિશેષતાઓ એટલે બાળકના જેવી નિર્દોષતા, ધ્યાનગ તરફની ઊંડી પ્રીતિ અને સમર્પિત ભાવથી શોભતી પરમાત્મભક્તિ. તેઓશ્રી દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપી રત્નત્રયીની આરાધના તરફ તે ગૃહસ્થજીવન 2010_04 Page #2 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ શાસનપ્રભાવક દરમિયાન જ વળ્યા હતા– અને દીક્ષા લીધા પછી તે એ આરાધના-ઉપાસના ખૂબ જ અંતરસ્પશી, મર્મસ્પર્શી અને વ્યાપક બની હતી. તદુપરાંત પૂજ્યશ્રીનું સંયમજીવન મુકુટમણિ સમાન બીજા ત્રણ ગુણથી પણ સમૃદ્ધ બનેલું છે. તે છે બાહ્ય-આત્યંતર તપ તરફને આદરભાવ, સત્ય માર્ગને સમજવા અને સ્વીકારવા માટે શાસ્વાધ્યયનને નિષ્ઠાભર્યો પુરુષાર્થ અને બધા ય જીવો ઉપર અપાર કરુણા વરસાવતે આપમ્ય ભાવ. વળી, પૂજ્યશ્રી વાણને પણ સંયમ પાળતા હોય તેમ બહુ ઓછું બોલે છે. પરંતુ તેઓશ્રીની અલ્પ પણ અમૃત-શી વાણીને એવો પ્રભાવ પડે છે કે સૌ કોઈ એમને પડવો બેલ ઝીલવા તત્પર હોય છે અને એમાં ધન્યતા અનુભવે છે. આ રીતે ત્રણ પ્રકારની રત્નસ્થીથી એટલે કે ગુણનિધિથી અલંકૃત પૂ. આ. શ્રી વિજયકલાપૂર્ણસૂરિજી મહારાજની સંયમસાધના ખૂબ ખૂબ સ્વચ્છ, વિમલ, પ્રભાવક, ઉપકારી અને કલ્યાણકારી બની છે. તેઓશ્રીને આવા દિવ્ય જીવનની થોડીક માહિતી મેળવીએ : - રાજસ્થાનમાં ધર્મતીર્થ જેવો મહિમા ધરાવતું ફલેદી નગર તેઓશ્રીની જન્મભૂમિ. પિતાનું નામ પાબુદાનજી, માતાનું નામ ખમાબહેન. સં. ૧૯૮૧ના વૈશાખ સુદ બીજના દિવસે એમને જન્મ થયો. નામ રાખ્યું અક્ષયરાજજી. જાણે આત્માના અક્ષય સુખ માટે આ નામ હોય એ ઉજજ્વળ સંકેત એમાં સમાય હતે ! અક્ષયરાજ ઘરસંસારમાં રહ્યા હતા અને સામાન્ય જનની જેમ લગ્ન પણ કર્યા હતા. એટલે કુટુંબને નિભાવવાની જવાબદારીમાં એમને પિતાના પિતાજીને સહકાર પણ આપે પડ્યો હશે. પરંતુ એમના જીવનની બદલાયેલી કાર્યદિશા પરથી કંઈક એવું તારણ નીકળી શકે છે, એમને જીવ મેહ-માયા-મમતામાં રાચનારે કે વૈભવ, વિલાસ, સુખોપભોગ કે સમૃદ્ધિમાં ખૂંપી જનારો નહીં હૈય; પણ એમના હૃદયને તે તપ-ત્યાગ-વૈરાગ્યને માર્ગ જ પસંદ હશે. અને તેથી જ એમનું અંતર સંયમની સાધના પ્રત્યેના રંગથી રંગાયેલું હશે. અને તેથી જ જળકમળવત્ સંસારમાં રહ્યા છતાં પણ અલિપ્ત જેવું જીવન જીવતા હશે. આવા ઉત્તમ જીવને સંસારની અસારતાનો ખ્યાલ જરા સરખા સંતસમાગમથી, ધર્મની વાણીના શ્રવણથી કે ધર્મના અધ્યયનથી કે સંસારીઓને વેડવાં પડતાં દુ:ખનાં દર્શનથી પણ આવી જતાં વાર લાગતી નથી. અક્ષયરાજના જીવનમાં પણ કંઈક એવું જ બન્યું. સદ્ગના સમાગમને યોગ કંઈક એવું કામણ કરી ગયા કે જેથી સંસારથી અળગા થવાની ઈચ્છા ધરાવતું મન એ માટે અતિ ઉત્સુકતા અનુભવી રહ્યું. અને એક દિવસ એમની આ ઉત્સુક્તા સફળ થઈ. અક્ષયરાજને સંસારી જીવ ત્યાગના માર્ગે વૈરાગ્યને વિભૂષિત કરતાં ધવલ વોથી શોભી ઊઠયો. પણ આવું ઉચ્ચ કેટિનું આત્મહિત સાધવામાં તેઓશ્રીએ કેવળ પિતાના જ કલ્યાણથી સંતોષ ન માનતાં, શાંત, હિતકારી અને વિવેકભરી સમજૂતીથી કામ લઈને પિતાના પૂરા પરિવારને ધર્મપત્ની તથા બંને બાળકુમાર પુત્રને સાથે લઈ ત્યાગમાને સ્વીકાર કર્યો. એટલે આ રીતે, પિતાના આખા પરિવારને ભવસાગર તરી જવાના દિવ્ય વહાલ સમા ભગવાન તીર્થંકર પ્રરૂપિત ધર્મના ચરણે, આનંદ અને ઉલ્લાસપૂર્વક સમર્પિત કરી દીધે. આ ધટના બની તે પ્રસંગે યુગાનુયોગ પણ કે આવકારદાયક બને! સંયમના માર્ગના પુણ્યપ્રવાસી બનેલા અક્ષયરાજજીનું ગુરુપદ, મૂળ એમના વતનના જ એક સપૂત 2010_04 Page #3 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવતે-૨ ३२७ સાધુપુંગવ તેમ જ વાગડદેશદ્ધારક આચાર્યશ્રી વિજયકનસૂરીશ્વરજી મહારાજના આત્મલક્ષી શિષ્યરત્ન પૂ. મુનિરાજ શ્રી કંચનવિજ્યજી મહારાજે પ્રાપ્ત કર્યું. શ્રી અક્ષયરાજજીનો દીક્ષામહત્સવ એમના વતન ફલેતી શહેરમાં ધામધૂમથી સં. ૨૦૧૨ના વૈશાખ સુદ ૧૦ના, પરમાત્મા શ્રી મહાવીર પ્રભુના કેવળજ્ઞાન કલ્યાણકના પર્વ દિને ઊજવાયું હતું. તેઓશ્રીનું નામ મુનિશ્રી કલાપૂર્ણવિજયજી રાખવામાં આવ્યું, જાણે કે આત્મસાધનાની કળાને પરિપૂર્ણ રૂપે પ્રાપ્ત કરનારા પરમ ધર્મ-પુરુષાર્થમાં સંલગ્ન રહેવાને જ એમને ભાગ્યગ ન હોય! અને એ નૂતન મુનિરાજ શ્રી કલાપૂર્ણ વિજયજી મહારાજના પગલે પગલે ત્યાગમાર્ગે પ્રયાણ કરતા બે સુપુત્રોનાં નામ મુનિ શ્રી કલાપ્રભ વિજયજી અને મુનિશ્રી કલ્પતકવિજયજી રાખવામાં આવ્યાં. આ બંને તરુણ મુનિવરે પિતાના પિતા ગુરુની ભક્તિસભર સેવા અને જ્ઞાનચારિત્રની નિષ્ઠાભરી આરાધના દ્વારા પિતાની સંયમયાત્રામાં આગળ વધી રહ્યા છે. પૂજ્યશ્રી કલાપૂર્ણવિજ્યજી મુનિવર માટે તે આ અવસર ભૂખ્યાને ભાવતાં ભજન મળી જાય એવો હતે. એટલે એમાં લેશ પણ ક્ષતિ આવવા ન પામે કે એક ક્ષણ એટલે સમય પણ આત્મતત્વના અહિતકર અરિ સમાન આળસમાં એળે ન જવા પામે એ રીતે તેઓ સતત અપ્રમત્તભાવે પિતાના સંયમી જીવનને ઉજજવળ બનાવવા મન-વચન-કાયાની એકાગ્રતાથી કાર્યરત બની ગયા. આ કાર્યમાં શાસ્ત્રાભ્યાસ, નાનીમોટી તપસ્યાઓ અને શિષ્યને અધ્યાપન કરાવવા જેવી પ્રવૃત્તિ ઉપરાંત ધ્યાનયોગ અને ઈશ્વરપ્રણિધાનનો પણ સમાવેશ થાય છે. એમની ધ્યાનયોગ માટેની પ્રવૃત્તિ જોતાં એમ જ લાગે કે જેનસાધનામાંથી ઠીક ઠીક પ્રમાણમાં વીસરાઈ ગયેલા ધ્યાનના માર્ગને પુનઃ ચાલુ કરવા તેઓશ્રી જાતઅનુભવ અને સ્વયંપ્રયેશ દ્વારા, બહુ જ આવકારપાત્ર પ્રયત્ન કરી રહ્યા છે. જ્યારે તેઓશ્રી તીર્થંકર પરમાત્માની પ્રતિમા સામે ઈશ્વરપ્રણિધાનમાં ઊતરી જાય છે, ત્યારે તે આરામ, આહાર અને સ્થળકાળના ભેદને વીસરી ગયા હોય એવું ભવ્ય અને પ્રેરક દશ્ય જોવા મળે છે ! આહાર લેવાની વૃત્તિ ઉપર તથા સ્વાદ ઉપર પૂજ્યશ્રીએ હેરત પમાડે એ કાબૂ મેળવ્યું છે. આથી તેઓશ્રીની શ્રમણધર્મની સાધના વગેરે ચરિતાર્થ અને પ્રભાવશાળી બની છે એમ કહેવું જોઈએ. આ સંતપુરુષને સં. ૨૦૨૫ના મહા સુદિ ૧૩ના રેજ ફલેદી શહેરમાં મહામહોત્સવપૂર્વક પંન્યાસપદથી વિભૂષિત કરવામાં આવ્યા અને સં. ૨૦૨૯ના માગશર સુદિ ૩ના દિવસે કચ્છના સુપ્રસિદ્ધ પ્રાચીન તીર્થ ભદ્રેશ્વરની પુણ્યભૂમિમાં આચાર્યપદે આરૂઢ કરવામાં આવ્યા. આ પ્રસંગે આવેજિત જૈનસંઘને વિશાળ મેળે અને એ મહોત્સવ સદા માટે યાદગાર બની ગયા ! પિતે આચાર્ય ન હતા ત્યારે પણ શ્રીસંઘની ધર્મભાવનાને ટકાવી રાખવાની અને વધારવાની જવાબદારીમાં આ મુનિવર કયારેય પાછા પડ્યા ન હતા. એટલે આચાર્ય બનીને સંધનાયક તરીકેના મહાન જવાબદારીવાળા પદે પ્રતિષ્ઠિત થયા પછી તે એમની આ પ્રવૃત્તિમાં અનેકગણે વધારે થવા પામ્યું છે. વાગડ સમુદાયના આશરે ૪૫૦ સાધુ-સાધ્વીજીઓના શિરછત્ર તરીકે તેઓશ્રી સર્વની સંયમયાત્રા સારી રીતે આગળ વધે એની પૂરી સંભાળ રાખે છે. પૂજ્યશ્રીના શુભ હસ્તે ઘણા પુણ્યાત્માઓની દીક્ષાઓ થઈ છે. પૂજ્યશ્રીના નિકટવતી શ્રમણ સમુદાયમાં 2010_04 Page #4 -------------------------------------------------------------------------- ________________ 328 શાસનપ્રભાવક પૂ. ઉપાધ્યાય શ્રી પ્રીતિવિજ્યજી ગણિ, પૂ. પંન્યાસ શ્રી કલાપ્રભવિજ્યજી ગણિ, પૂ. શ્રી દર્શનવિજયજી મહારાજ, પૂ. શ્રી કલહંસવિજ્યજી મહારાજ, પૂ. શ્રી કલપતરુવિજયજી મહારાજ, પૂ. શ્રી કીતિચંદ્રવિજયજી મહારાજ, પૂશ્રી મુક્તિચંદ્રવિજયજી મહારાજ, પૂ. શ્રી પૂર્ણવિજ્યજી મહારાજ, પૂ. શ્રી મુનિચંદ્રવિજ્યજી મહારાજ, પૂ. શ્રી કીતિરત્નવિજ્યજી મહારાજ, પૂ. શ્રી દિવ્યરત્નવિજયજી મહારાજ, પૂ. શ્રી તીર્થભદ્રવિજ્યજી મહારાજ, પૂ. શ્રી વિમલપ્રવિજયજી મહારાજ, પૂ. શ્રી પરમપ્રવિજયજી મહારાજ, પૂ. શ્રી હેમચંદ્રવિજયજી મહારાજ, પૂ. શ્રી આનંદવર્ધનવિજયજી મહારાજ, પૂ. શ્રી તત્વવર્ધનવિજયજી મહારાજ, પૂ. શ્રી અનંતયશવિજયજી મહારાજ, પૂ. શ્રી અમિતયશવિજ્યજી મહારાજ, પૂ. શ્રી કીતિ દર્શનવિજયજી મહારાજ, પૂ. શ્રી આત્મદર્શનવિજયજી મહારાજ, પૂ. શ્રી તત્વદર્શનવિજયજી મહારાજ, પૂ. શ્રી અજિતશેખરવિજયજી મહારાજ, પૂ. શ્રી પૂર્ણરક્ષિતવિજયજી મહારાજ, પૂ. શ્રી મહાગિરિવિજયજી મહારાજ, પૂ. શ્રી વિનયવિજ્યજી મહારાજ, પૂ. શ્રી કેવલદર્શનવિજયજી મહારાજ આદિ મુખ્ય છે. પૂજ્યશ્રીની પ્રેરક નિશ્રામાં અનેક પ્રતિષ્ઠાએ, ઉપધાને અને ઉજમણું થયાં છે તેમ જ છરી પાળતા નાનામેટા સંખ્યાબંધ સંઘ નીકળ્યા છે. તેઓશ્રીએ માળવા, રાજસ્થાન, સૌરાષ્ટ્ર અને ગુજરાતની ધર્મભાવનાની અભિવૃદ્ધિ કરવા દૂર દૂર સુધી વિહાર અને ચોમાસાં કરવા છતાં કચ્છ, અને ખાસ કરીને વાગડ પ્રદેશના શ્રીસંઘેની જરાયે ઉપેક્ષા ન થાય એની સતત ચિંતા અને કાળજી રાખી છે, એ એમની જવાબદારીની સભાનતા અને મહાનતા દર્શાવે છે. નાનામોટા પ્રત્યેક જીવો માટે પ્રેમ અને કરુણા એ પૂજ્યશ્રીની સંયમસાધનાને સારે છે. તેથી જ કોઈ પણ વ્યક્તિને પૂજ્યશ્રી પ્રત્યે રોષ કે દ્વેષ જાગે જ નહીં એવા એ અજાતશત્રુ છે. વિશ્વમૈત્રીની ભાવનાને જીવન સાથે એકરૂપ બનાવી લેવા પુરુષાર્થ કરતા, પ્રેમ-કરુણ-વાત્સલ્યના ભંડાર સમા પ્રભાવક આચાર્યપ્રવરશ્રીનું સર્વમંગલકારી માર્ગદર્શન શ્રીસંઘને સુદીર્ઘ સમય સુધી મળતું રહો; અને એ માટે પૂજ્યશ્રી નિરામય દીર્ધાયુષ્ય પામો એવી શાસનદેવને પ્રાર્થના અને પૂજ્યશ્રીનાં ચરણોમાં કેટિ કેટિ વંદના ! (પ્રેષક : પૂ. મુનિ શ્રી મુનિચંદ્રવિજયજી મહારાજ ) ક - --* 2010_04