________________
શ્રમણભગવતે-૨
३२७
સાધુપુંગવ તેમ જ વાગડદેશદ્ધારક આચાર્યશ્રી વિજયકનસૂરીશ્વરજી મહારાજના આત્મલક્ષી શિષ્યરત્ન પૂ. મુનિરાજ શ્રી કંચનવિજ્યજી મહારાજે પ્રાપ્ત કર્યું. શ્રી અક્ષયરાજજીનો દીક્ષામહત્સવ એમના વતન ફલેતી શહેરમાં ધામધૂમથી સં. ૨૦૧૨ના વૈશાખ સુદ ૧૦ના, પરમાત્મા શ્રી મહાવીર પ્રભુના કેવળજ્ઞાન કલ્યાણકના પર્વ દિને ઊજવાયું હતું. તેઓશ્રીનું નામ મુનિશ્રી કલાપૂર્ણવિજયજી રાખવામાં આવ્યું, જાણે કે આત્મસાધનાની કળાને પરિપૂર્ણ રૂપે પ્રાપ્ત કરનારા પરમ ધર્મ-પુરુષાર્થમાં સંલગ્ન રહેવાને જ એમને ભાગ્યગ ન હોય! અને એ નૂતન મુનિરાજ શ્રી કલાપૂર્ણ વિજયજી મહારાજના પગલે પગલે ત્યાગમાર્ગે પ્રયાણ કરતા બે સુપુત્રોનાં નામ મુનિ શ્રી કલાપ્રભ વિજયજી અને મુનિશ્રી કલ્પતકવિજયજી રાખવામાં આવ્યાં. આ બંને તરુણ મુનિવરે પિતાના પિતા ગુરુની ભક્તિસભર સેવા અને જ્ઞાનચારિત્રની નિષ્ઠાભરી આરાધના દ્વારા પિતાની સંયમયાત્રામાં આગળ વધી રહ્યા છે.
પૂજ્યશ્રી કલાપૂર્ણવિજ્યજી મુનિવર માટે તે આ અવસર ભૂખ્યાને ભાવતાં ભજન મળી જાય એવો હતે. એટલે એમાં લેશ પણ ક્ષતિ આવવા ન પામે કે એક ક્ષણ એટલે સમય પણ આત્મતત્વના અહિતકર અરિ સમાન આળસમાં એળે ન જવા પામે એ રીતે તેઓ સતત અપ્રમત્તભાવે પિતાના સંયમી જીવનને ઉજજવળ બનાવવા મન-વચન-કાયાની એકાગ્રતાથી કાર્યરત બની ગયા. આ કાર્યમાં શાસ્ત્રાભ્યાસ, નાનીમોટી તપસ્યાઓ અને શિષ્યને અધ્યાપન કરાવવા જેવી પ્રવૃત્તિ ઉપરાંત ધ્યાનયોગ અને ઈશ્વરપ્રણિધાનનો પણ સમાવેશ થાય છે. એમની ધ્યાનયોગ માટેની પ્રવૃત્તિ જોતાં એમ જ લાગે કે જેનસાધનામાંથી ઠીક ઠીક પ્રમાણમાં વીસરાઈ ગયેલા ધ્યાનના માર્ગને પુનઃ ચાલુ કરવા તેઓશ્રી જાતઅનુભવ અને સ્વયંપ્રયેશ દ્વારા, બહુ જ આવકારપાત્ર પ્રયત્ન કરી રહ્યા છે. જ્યારે તેઓશ્રી તીર્થંકર પરમાત્માની પ્રતિમા સામે ઈશ્વરપ્રણિધાનમાં ઊતરી જાય છે, ત્યારે તે આરામ, આહાર અને સ્થળકાળના ભેદને વીસરી ગયા હોય એવું ભવ્ય અને પ્રેરક દશ્ય જોવા મળે છે ! આહાર લેવાની વૃત્તિ ઉપર તથા સ્વાદ ઉપર પૂજ્યશ્રીએ હેરત પમાડે એ કાબૂ મેળવ્યું છે. આથી તેઓશ્રીની શ્રમણધર્મની સાધના વગેરે ચરિતાર્થ અને પ્રભાવશાળી બની છે એમ કહેવું જોઈએ.
આ સંતપુરુષને સં. ૨૦૨૫ના મહા સુદિ ૧૩ના રેજ ફલેદી શહેરમાં મહામહોત્સવપૂર્વક પંન્યાસપદથી વિભૂષિત કરવામાં આવ્યા અને સં. ૨૦૨૯ના માગશર સુદિ ૩ના દિવસે કચ્છના સુપ્રસિદ્ધ પ્રાચીન તીર્થ ભદ્રેશ્વરની પુણ્યભૂમિમાં આચાર્યપદે આરૂઢ કરવામાં આવ્યા. આ પ્રસંગે આવેજિત જૈનસંઘને વિશાળ મેળે અને એ મહોત્સવ સદા માટે યાદગાર બની ગયા ! પિતે આચાર્ય ન હતા ત્યારે પણ શ્રીસંઘની ધર્મભાવનાને ટકાવી રાખવાની અને વધારવાની જવાબદારીમાં આ મુનિવર કયારેય પાછા પડ્યા ન હતા. એટલે આચાર્ય બનીને સંધનાયક તરીકેના મહાન જવાબદારીવાળા પદે પ્રતિષ્ઠિત થયા પછી તે એમની આ પ્રવૃત્તિમાં અનેકગણે વધારે થવા પામ્યું છે. વાગડ સમુદાયના આશરે ૪૫૦ સાધુ-સાધ્વીજીઓના શિરછત્ર તરીકે તેઓશ્રી સર્વની સંયમયાત્રા સારી રીતે આગળ વધે એની પૂરી સંભાળ રાખે છે. પૂજ્યશ્રીના શુભ હસ્તે ઘણા પુણ્યાત્માઓની દીક્ષાઓ થઈ છે. પૂજ્યશ્રીના નિકટવતી શ્રમણ સમુદાયમાં
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org