Book Title: Vijay Gunratnasuriji Author(s): Nandlal B Devluk Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf View full book textPage 2
________________ ૪૪૦ શાસનપ્રભાવક ત્યાર બાદ પૂ. આચાર્યદેવ શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ અને વડીલ બંધુ શ્રી જિતેન્દ્રવિજ્યજી મહારાજનું ઉમદા અને પ્રેરક જીવન જોયા પછી ગણેશમલજીને પણ સંસારવાસ અકારો થઈ પડો. વેવિશાળ થયેલ હોવા છતાં પૂર્વ ભવના પુણ્યોદયે સદ્ગુરુઓને સમાગમ પામી પ્રવ્રજ્યા અંગીકાર કરવા પરમ ભાગ્યશાળી બન્યા. સં. ૨૦૧૦ના મહા સુદ અને દિવસે દાદર-મુંબઈ મુકામે મુનિરાજશ્રી જિતેન્દ્રવિજયજી મહારાજનું શિષ્યત્વ સ્વીકારીને મુનિશ્રી ગુણરત્નવિજયજી નામે દીક્ષા અંગીકાર કરી. ૧૪ વર્ષ સુધી પૂ. ગુરુવર્યોની નિશ્રામાં જ્ઞાન સંપાદન કરી તથા શુદ્ધ ક્રિયાનુષ્ઠાન આરાધી અનંત પુણ્ય ઉપાર્જન કરતા રહ્યા. પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયમસૂરીશ્વરજી મહારાજના વિશેષ કૃપાપાત્ર બની, કર્મસાહિત્યના સર્જનનું પાયાનું કામ હાથ પર લઈ જ્ઞાનગંગાની ધૂણી ધખાવી, અને ૩૭ હજાર કપ્રમાણ પ્રાકૃત-સંસ્કૃત ખગસેઢિ અને બંધવિહાણ જેવા ગ્રંથો લખ્યા, જેનાં વખાણ દેશવિદેશમાં પ્રો. કલાઉઝ બ્રુને “જાગર મેં સાકાર મા વિવા”ના શબ્દમાં કર્યા. પૂજ્યશ્રી દ્વારા આ ઉપરાંત જૈન મહાભારત”, “રે! કર્મ, તારી ગતિ ન્યારી', “જોજે, કરમાએ ના', “એક થી રાજકુમારી (મહાસતી અંજના)' વગેરે હિન્દી તેમ જ ગુજરાતીમાં ઉત્તમ અને વિપુલ સાહિત્યસર્જન કર્યું છે. પૂજ્યશ્રી છેલ્લાં ઘણાં વર્ષોથી રાજસ્થાનમાં જ વિચરી રહ્યા છે. રાજસ્થાનમાંની પૂજ્યશ્રીની શાસનપ્રભાવના અદ્ભુત અને વિશિષ્ટ કેન્ટિની છે. યુવાન વર્ગને ધર્મમાગે વાળવામાં પૂજ્યશ્રીને ફળ ઘણો નોંધપાત્ર છે. તેઓશ્રીની નિશ્રામાં યુવાને માટે ૨૭ જેટલી જ્ઞાનશિબિરે યોજાઈ છે અને તેમાં છએક હજાર યુવાનોએ ધર્મ ધ પ્રાપ્ત કર્યો છે. પૂજ્યશ્રીની પ્રેરણાથી ઓપન બુકસ એકઝામ અખિલ ભારતીય સ્તરે લેવામાં આવે છે. પૂજ્યશ્રીની પ્રવચનશૈલી મીઠી-મધુર અને તલસ્પર્શી છે. જેને રામાયણ ઉપર તેઓશ્રીનાં જાહેર પ્રવચનમાં જેન–જેને ભાગ લે છે. તે પૂજ્યશ્રીને ખાસ વિષય છે. એવી જ રીતે, સાધના-આરાધનાના ક્ષેત્રે પણ પૂજ્યશ્રી અપ્રમત્તભાવે અવિરામ અનેકવિધ પ્રવૃત્તિઓ ચલાવતા રહ્યા છે. પૂજ્યશ્રી નિર્દોષ ગોચરીના આગ્રહી છે. તેઓશ્રીએ વર્ધમાન તપની ૭૦ ઓળી, અનેક એઈ-અમ અને નિત્ય એકાસણાં સાથે ૧૦ વર્ષ અને ૧૦ મહિના સુધી દૂધને ત્યાગ કર્યો છે. પૂજ્યશ્રીની નિશ્રામાં ૨૭ જેટલાં યાદગાર ઉપધાનતપ થયાં છે. ૧૩ જેટલી ઐતિહાસિક પ્રતિષ્ઠાઓ થઈ છે. તેમાં અચલગઢ (આબુ) દયાલશાહ કિલ્લા, ઘણેરાવ, અજારી તીર્થ અને છેલ્લે નાકેડા તીર્થની અંજનશલાકાપ્રતિષ્ઠા મહોત્સવમાં ૧૫ હજાર ભાવિકેએ ભાગ લીધું હતું. તેઓશ્રીની નિશ્રામાં ૫૦ જેટલાં ભવ્ય ઉજમણાં થયાં, જેમાં સાબરમતી, બીકાનેર, જોધપુર, પાલી, જાલેર, સાંચોર, સિરાહી, પિંડવાડા, પાલનપુર આદિ મુખ્ય છે. તેઓશ્રીની પ્રેરણા અને નિશ્રામાં સામૂહિક અઠમતપની આરાધના શંખેશ્વરતીર્થમાં અને સાબરમતીમાં થઈ. તેમાં અનુક્રમે ૧૮૦૦ અને ૧૦૦૦ની સંખ્યા થઈ હતી. પૂજ્યશ્રીની નિશ્રામાં ૧૬ જેટલી નવપદજીની ઓળી થઈ છે. છેલ્લે જીરાવલીજી તીર્થમાં ૩૦૦૦ જેટલી એળી થઈ અને સાથે સાથે ૧૮૦૦ જેટલાં અઠમ થયાં—એ આજ Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3