Book Title: Vijay Gunratnasuriji
Author(s): Nandlal B Devluk
Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf
Catalog link: https://jainqq.org/explore/249139/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવત-૨ ૪૩૯ હાલાર પ્રદેશના તેજસ્વી-યશસ્વી શાસનપ્રભાવક સૂરિદેવ પૂ. આચાર્યશ્રી વિજયરાજશેખરસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયલલિતશેખરસૂરીશ્વરજી મહારાજના સંસારી પક્ષે લઘુબંધુ અને સંયમપક્ષે શિષ્યરત્ન પૂ. આ. શ્રી વિજયરાજશેખસૂરીશ્વરજી મહારાજનો જન્મ સં. ૧૯૫ના ભાદરવા સુદ પાંચમે રાસંગપુર (હાલાર)માં થયું હતું. પોતાના વડીલ બંધુ સાથે જ દીક્ષિત થઈ ગણિ-પંન્યાસ-આચાર્યપદે અધિષ્ઠિત થયા. તેઓશ્રીની તબિયત નાજુક રહેતી હોવા છતાં તેઓશ્રી સ્વાધ્યાય આદિમાં મગ્ન રહીને નિત્યં વાધ્યાય સંયમતાનાં એ આર્ષવાણીની સ્મૃતિ થાય તેવું જીવન જીવી રહ્યા છે. પોતાના શિષ્ય સમુદાયને સ્વાધ્યાય-સંયમમાં અપ્રમત્ત રાખવાની આ ગુરુશિષ્ય જોડલીની લગની અત્યંત અનુમોદનીય છે. પૂજ્યશ્રી સંસ્કૃત ભાષા ઉપર સારું પ્રભુત્વ ધરાવે છે. તેઓશ્રીએ પ્રદેશબંધ (પuસવંધો) ગ્રંથ ઉપર દસ હજાર કલેકેથી પણ અધિક પ્રમાણવાળી સંસ્કૃત ટકા રચી છે અને સિદ્ધહેમ શબ્દાનુશાસન–મધ્યમવૃત્તિનું સંપાદન કર્યું છે. ગુરુતત્વવિનિશ્ચય, પંચવસ્તુક, પંચાશક, તત્વાર્થસૂત્ર, જ્ઞાનસાર અષ્ટક વગેરે ગ્રંથના અનુવાદોમાં પૂજ્યશ્રીની વિદ્વત્તા પ્રકાશતી જોવા મળે છે. સાથે સાથે તેઓશ્રી બાળગ્ય સાહિત્ય પણ સર્જતા રહ્યા છે, જેમાં માતા-પિતાની સેવા આદિ ગ્રંથ અત્યંત કાદર પામ્યા છે. હાલારના આ તેજસ્વી આચાર્યદેવને શિષ્યસમુદાય પણ હાલારના નામને રેશન કરે તે પ્રભાવશાળી છે. પૂ. આ. શ્રી વિજ્યરાજશેખરસૂરીશ્વરજી મહારાજના પ્રથમ શિષ્યરત્ન પૂ. આ. શ્રી વિજયવીરશેખરસૂરિજી મહારાજ સંસ્કૃત-પ્રાકૃત ભાષાના જાણીતા વિદ્વાન છે. તેઓશ્રીએ પૂ. આ. શ્રી વિજયમસૂરીશ્વરજી મહારાજના માર્ગદર્શનાનુસાર અઢળક પ્રમાણમાં સજિતકર્મ સાહિત્યની મૂળ ગાથાઓની પ્રાકૃત ભાષામાં રચના કરી છે. તદુપરાંત, કર્મસાહિત્યના અનેક દળદાર ગ્રંથ પૂજ્યશ્રીએ આલેખ્યા છે. આવા પ્રભાવશાળી શિષ્યરત્નના પ્રભાવશાળી ગુરુ પૂ. આ. શ્રી વિજયરાજશેખરસૂરીશ્વરજી મહારાજના ચરણારવિંદમાં ભાવભીની વંદના! યુવક-જાગૃતિના પ્રેરણાદાતા, વ્યાકરણવિશારદ, શાસન-શણગાર પૂ. આચાર્યશ્રી વિજયગુણરત્નસૂરીશ્વરજી મહારાજ વિનય વિવેક જેવા સદ્દગુણથી સંપન્ન અને જિનશાસનની પાટ પરંપરાને દીપાવનારા સમયે સમયે જે ધર્મ પ્રભાવક મહાપુરુષની ભેટ મળી છે તેમાં શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજના સમુદાયમાં પૂ. આ. શ્રી વિજયગુણરત્નસૂરીશ્વરજી મહારાજ એક વિરલ વિભૂતિ છે. પૂજ્યશ્રીને જન્મ રાજસ્થાનના પાદરલી મુકામે સં. ૧૯૮ન્ના પિષ સુદ અને દિવસે ઉમદા ધર્મસંપન્ન-સંસ્કારી પરિવારમાં થયે. પુત્રનું નામ ગણેશમલજી રાખવામાં આવ્યું. પિતા હીરાચંદજી અને મમતાળુ માતા મનુબાઈને ઉછરંગે વાત્સલ્યથી ઊછરતા ગણેશમલજીને શૈશવકાળથી ઉત્તમ ધર્મસંસ્કાર મળ્યા. અંગ્રેજી માધ્યમમાં મેટ્રિક સુધી વ્યાવહારિક અભ્યાસ કર્યો. 2010_04 Page #2 -------------------------------------------------------------------------- ________________ ૪૪૦ શાસનપ્રભાવક ત્યાર બાદ પૂ. આચાર્યદેવ શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ અને વડીલ બંધુ શ્રી જિતેન્દ્રવિજ્યજી મહારાજનું ઉમદા અને પ્રેરક જીવન જોયા પછી ગણેશમલજીને પણ સંસારવાસ અકારો થઈ પડો. વેવિશાળ થયેલ હોવા છતાં પૂર્વ ભવના પુણ્યોદયે સદ્ગુરુઓને સમાગમ પામી પ્રવ્રજ્યા અંગીકાર કરવા પરમ ભાગ્યશાળી બન્યા. સં. ૨૦૧૦ના મહા સુદ અને દિવસે દાદર-મુંબઈ મુકામે મુનિરાજશ્રી જિતેન્દ્રવિજયજી મહારાજનું શિષ્યત્વ સ્વીકારીને મુનિશ્રી ગુણરત્નવિજયજી નામે દીક્ષા અંગીકાર કરી. ૧૪ વર્ષ સુધી પૂ. ગુરુવર્યોની નિશ્રામાં જ્ઞાન સંપાદન કરી તથા શુદ્ધ ક્રિયાનુષ્ઠાન આરાધી અનંત પુણ્ય ઉપાર્જન કરતા રહ્યા. પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયમસૂરીશ્વરજી મહારાજના વિશેષ કૃપાપાત્ર બની, કર્મસાહિત્યના સર્જનનું પાયાનું કામ હાથ પર લઈ જ્ઞાનગંગાની ધૂણી ધખાવી, અને ૩૭ હજાર કપ્રમાણ પ્રાકૃત-સંસ્કૃત ખગસેઢિ અને બંધવિહાણ જેવા ગ્રંથો લખ્યા, જેનાં વખાણ દેશવિદેશમાં પ્રો. કલાઉઝ બ્રુને “જાગર મેં સાકાર મા વિવા”ના શબ્દમાં કર્યા. પૂજ્યશ્રી દ્વારા આ ઉપરાંત જૈન મહાભારત”, “રે! કર્મ, તારી ગતિ ન્યારી', “જોજે, કરમાએ ના', “એક થી રાજકુમારી (મહાસતી અંજના)' વગેરે હિન્દી તેમ જ ગુજરાતીમાં ઉત્તમ અને વિપુલ સાહિત્યસર્જન કર્યું છે. પૂજ્યશ્રી છેલ્લાં ઘણાં વર્ષોથી રાજસ્થાનમાં જ વિચરી રહ્યા છે. રાજસ્થાનમાંની પૂજ્યશ્રીની શાસનપ્રભાવના અદ્ભુત અને વિશિષ્ટ કેન્ટિની છે. યુવાન વર્ગને ધર્મમાગે વાળવામાં પૂજ્યશ્રીને ફળ ઘણો નોંધપાત્ર છે. તેઓશ્રીની નિશ્રામાં યુવાને માટે ૨૭ જેટલી જ્ઞાનશિબિરે યોજાઈ છે અને તેમાં છએક હજાર યુવાનોએ ધર્મ ધ પ્રાપ્ત કર્યો છે. પૂજ્યશ્રીની પ્રેરણાથી ઓપન બુકસ એકઝામ અખિલ ભારતીય સ્તરે લેવામાં આવે છે. પૂજ્યશ્રીની પ્રવચનશૈલી મીઠી-મધુર અને તલસ્પર્શી છે. જેને રામાયણ ઉપર તેઓશ્રીનાં જાહેર પ્રવચનમાં જેન–જેને ભાગ લે છે. તે પૂજ્યશ્રીને ખાસ વિષય છે. એવી જ રીતે, સાધના-આરાધનાના ક્ષેત્રે પણ પૂજ્યશ્રી અપ્રમત્તભાવે અવિરામ અનેકવિધ પ્રવૃત્તિઓ ચલાવતા રહ્યા છે. પૂજ્યશ્રી નિર્દોષ ગોચરીના આગ્રહી છે. તેઓશ્રીએ વર્ધમાન તપની ૭૦ ઓળી, અનેક એઈ-અમ અને નિત્ય એકાસણાં સાથે ૧૦ વર્ષ અને ૧૦ મહિના સુધી દૂધને ત્યાગ કર્યો છે. પૂજ્યશ્રીની નિશ્રામાં ૨૭ જેટલાં યાદગાર ઉપધાનતપ થયાં છે. ૧૩ જેટલી ઐતિહાસિક પ્રતિષ્ઠાઓ થઈ છે. તેમાં અચલગઢ (આબુ) દયાલશાહ કિલ્લા, ઘણેરાવ, અજારી તીર્થ અને છેલ્લે નાકેડા તીર્થની અંજનશલાકાપ્રતિષ્ઠા મહોત્સવમાં ૧૫ હજાર ભાવિકેએ ભાગ લીધું હતું. તેઓશ્રીની નિશ્રામાં ૫૦ જેટલાં ભવ્ય ઉજમણાં થયાં, જેમાં સાબરમતી, બીકાનેર, જોધપુર, પાલી, જાલેર, સાંચોર, સિરાહી, પિંડવાડા, પાલનપુર આદિ મુખ્ય છે. તેઓશ્રીની પ્રેરણા અને નિશ્રામાં સામૂહિક અઠમતપની આરાધના શંખેશ્વરતીર્થમાં અને સાબરમતીમાં થઈ. તેમાં અનુક્રમે ૧૮૦૦ અને ૧૦૦૦ની સંખ્યા થઈ હતી. પૂજ્યશ્રીની નિશ્રામાં ૧૬ જેટલી નવપદજીની ઓળી થઈ છે. છેલ્લે જીરાવલીજી તીર્થમાં ૩૦૦૦ જેટલી એળી થઈ અને સાથે સાથે ૧૮૦૦ જેટલાં અઠમ થયાં—એ આજ 2010_04 Page #3 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવતે–ર 441 સુધીન રેકર્ડ છે, આજ પર્યત 15000 ભાવિકે એ આરાધનાનો લાભ લીધો છે, ઉપરાંત, 10 જેટલા છરીપાલિત સંધિ પૂજ્યશ્રીની નિશ્રામાં નીકળ્યા છે. પૂજ્યશ્રીના કુટુંબમાંથી જ છ વ્યક્તિઓ દીક્ષિત થઈ છે, જેમાં 1. પૂ. આ. શ્રી વિજયજિતેન્દ્રસૂરીશ્વરજી મહારાજ, 2. 6. આ. શ્રી વિજયગુણરત્નસૂરીશ્વરજી મહારાજ, 3. મુનિ શ્રી રસિમરત્નવિજયજી મહારાજ (ભાણેજ), 4. સાધ્વીશ્રી પુષ્પલતાશ્રીજી મહારાજ (ભાભી), પ, સાધ્વીશ્રી પુણ્યરેખાશ્રીજી મહારાજ અને 6. સાધ્વીશ્રી મનીષરેખાશ્રીજી મહારાજ ( બને ભત્રીજીઓ). તદુપરાંત, તેઓશ્રીના શિષ્ય-પ્રશિષ્યની સખ્યા હાલ ર૭ જેટલી છે, જેમાં અનેક વિદ્વાન મુનિવરે છે. (1) ગણિવર્ય શ્રી વીરરત્નવિજ્યજી મહારાજ, (2) સ્વ. મુનિશ્રી વિશ્વરત્નવિજયજી મહારાજ, (3) મુનિશ્રી નિર્વાણવિજયજી મહારાજ, (4) મુનિશ્રી ચરણગુણવિજયજી મહારાજ, (પ) સ્વ. મુનિશ્રી મોક્ષરત્નવિજ્યજી મહારાજ, (6) મુનિશ્રી પુષ્પનવિજ્યજી મહારાજ, (7) મુનિશ્રી મુક્તિરત્નવિજયજી મહારાજ, (8) મુનિ શ્રી યશોવિજયજી મહારાજ, (9) મુનિશ્રી રવિરત્નવિજયજી મહારાજ, (10) મુનિશ્રી રશિમરત્નવિજયજી મહારાજ, (11) મુનિશ્રી પદ્મભૂષણવિજયજી મહારાજ, (12) મુનિશ્રી સંયમરત્નવિજયજી મહારાજ, (13) મુનિશ્રી ઉતરત્નવિજયજી મહારાજ, (14) મુનિશ્રી વૈરાગ્યરત્નવિજયજી મહારાજ, (15) મુનિશ્રી જિનેશરત્નવિજયજી મહારાજ, (16) મુનિશ્રી મેઘરત્નવિજયજી મહારાજ, (17) મુનિશ્રી જયંતરત્નવિજયજી મહારાજ, (18) મુનિશ્રી મુનીશરનવિજયજી મહારાજ, (19) મુનિશ્રી ઇશરત્નવિજયજી મહારાજ, (20) મુનિશ્રી જયેશરનવિજયજી મહારાજ, (21) મુનિશ્રી ભાગ્યેશપત્નવિજયજી મહારાજ, (22) મુનિશ્રી દેવેશપત્નવિજયજી મહારાજ, (23) મુનિશ્રી જિનેન્દ્રરત્નવિજયજી મહારાજ, (24) મુનિશ્રી ધર્મેશરત્નવિજ્યજી મહારાજ, (45) મુનિશ્રી ધર્મપત્નવિજયજી મહારાજ, (26) મુનિશ્રી ધીરેશત્નવિજયજી મહારાજ આદિ મુખ્ય છે. પૂજ્યશ્રી ચોગ્યતા અનુસાર અમદાવાદમાં ગણિપદવી અને જાલોરમાં પંન્યાસપદવી પામ્યા પછી સં. ૨૦૪૪ના દ્વિતિય જેઠ સુદ ૧૦ને દિવસે પાદરલી મુકામે અદ્ભુત શાસનપ્રભાવક મહામહેરાવપૂર્વક આચાર્યપદે અધિષ્ઠિત કરાયા છે. હાલ પૂ. આચાર્યશ્રી વિજયગુણરત્નસૂરીશ્વરજી મહારાજને સંયમપર્યાય 37 વર્ષને છે. પૂજ્યશ્રી સ્વાર કલ્યાણની પ્રવૃત્તિઓ દ્વારા શાસન પ્રભાવનાનાં કાર્યોમાં વધુ ને વધુ પ્રેરણાદાતા બની રહે એ જ અભ્યર્થના સાથે પૂજ્યશ્રીનાં ચરણોમાં કેટિ કેટિ વંદના ! ( સંકલન: પૂ. મુનિશ્રી રવિરત્નવિજયજી મહારાજના લેખના આધારે.) . ' : 2010_04