SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવત-૨ ૪૩૯ હાલાર પ્રદેશના તેજસ્વી-યશસ્વી શાસનપ્રભાવક સૂરિદેવ પૂ. આચાર્યશ્રી વિજયરાજશેખરસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયલલિતશેખરસૂરીશ્વરજી મહારાજના સંસારી પક્ષે લઘુબંધુ અને સંયમપક્ષે શિષ્યરત્ન પૂ. આ. શ્રી વિજયરાજશેખસૂરીશ્વરજી મહારાજનો જન્મ સં. ૧૯૫ના ભાદરવા સુદ પાંચમે રાસંગપુર (હાલાર)માં થયું હતું. પોતાના વડીલ બંધુ સાથે જ દીક્ષિત થઈ ગણિ-પંન્યાસ-આચાર્યપદે અધિષ્ઠિત થયા. તેઓશ્રીની તબિયત નાજુક રહેતી હોવા છતાં તેઓશ્રી સ્વાધ્યાય આદિમાં મગ્ન રહીને નિત્યં વાધ્યાય સંયમતાનાં એ આર્ષવાણીની સ્મૃતિ થાય તેવું જીવન જીવી રહ્યા છે. પોતાના શિષ્ય સમુદાયને સ્વાધ્યાય-સંયમમાં અપ્રમત્ત રાખવાની આ ગુરુશિષ્ય જોડલીની લગની અત્યંત અનુમોદનીય છે. પૂજ્યશ્રી સંસ્કૃત ભાષા ઉપર સારું પ્રભુત્વ ધરાવે છે. તેઓશ્રીએ પ્રદેશબંધ (પuસવંધો) ગ્રંથ ઉપર દસ હજાર કલેકેથી પણ અધિક પ્રમાણવાળી સંસ્કૃત ટકા રચી છે અને સિદ્ધહેમ શબ્દાનુશાસન–મધ્યમવૃત્તિનું સંપાદન કર્યું છે. ગુરુતત્વવિનિશ્ચય, પંચવસ્તુક, પંચાશક, તત્વાર્થસૂત્ર, જ્ઞાનસાર અષ્ટક વગેરે ગ્રંથના અનુવાદોમાં પૂજ્યશ્રીની વિદ્વત્તા પ્રકાશતી જોવા મળે છે. સાથે સાથે તેઓશ્રી બાળગ્ય સાહિત્ય પણ સર્જતા રહ્યા છે, જેમાં માતા-પિતાની સેવા આદિ ગ્રંથ અત્યંત કાદર પામ્યા છે. હાલારના આ તેજસ્વી આચાર્યદેવને શિષ્યસમુદાય પણ હાલારના નામને રેશન કરે તે પ્રભાવશાળી છે. પૂ. આ. શ્રી વિજ્યરાજશેખરસૂરીશ્વરજી મહારાજના પ્રથમ શિષ્યરત્ન પૂ. આ. શ્રી વિજયવીરશેખરસૂરિજી મહારાજ સંસ્કૃત-પ્રાકૃત ભાષાના જાણીતા વિદ્વાન છે. તેઓશ્રીએ પૂ. આ. શ્રી વિજયમસૂરીશ્વરજી મહારાજના માર્ગદર્શનાનુસાર અઢળક પ્રમાણમાં સજિતકર્મ સાહિત્યની મૂળ ગાથાઓની પ્રાકૃત ભાષામાં રચના કરી છે. તદુપરાંત, કર્મસાહિત્યના અનેક દળદાર ગ્રંથ પૂજ્યશ્રીએ આલેખ્યા છે. આવા પ્રભાવશાળી શિષ્યરત્નના પ્રભાવશાળી ગુરુ પૂ. આ. શ્રી વિજયરાજશેખરસૂરીશ્વરજી મહારાજના ચરણારવિંદમાં ભાવભીની વંદના! યુવક-જાગૃતિના પ્રેરણાદાતા, વ્યાકરણવિશારદ, શાસન-શણગાર પૂ. આચાર્યશ્રી વિજયગુણરત્નસૂરીશ્વરજી મહારાજ વિનય વિવેક જેવા સદ્દગુણથી સંપન્ન અને જિનશાસનની પાટ પરંપરાને દીપાવનારા સમયે સમયે જે ધર્મ પ્રભાવક મહાપુરુષની ભેટ મળી છે તેમાં શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજના સમુદાયમાં પૂ. આ. શ્રી વિજયગુણરત્નસૂરીશ્વરજી મહારાજ એક વિરલ વિભૂતિ છે. પૂજ્યશ્રીને જન્મ રાજસ્થાનના પાદરલી મુકામે સં. ૧૯૮ન્ના પિષ સુદ અને દિવસે ઉમદા ધર્મસંપન્ન-સંસ્કારી પરિવારમાં થયે. પુત્રનું નામ ગણેશમલજી રાખવામાં આવ્યું. પિતા હીરાચંદજી અને મમતાળુ માતા મનુબાઈને ઉછરંગે વાત્સલ્યથી ઊછરતા ગણેશમલજીને શૈશવકાળથી ઉત્તમ ધર્મસંસ્કાર મળ્યા. અંગ્રેજી માધ્યમમાં મેટ્રિક સુધી વ્યાવહારિક અભ્યાસ કર્યો. Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249139
Book TitleVijay Gunratnasuriji
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherZ_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf
Publication Year1992
Total Pages3
LanguageGujarati
ClassificationArticle & Story
File Size119 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy