Book Title: Vijay Dharmsuri ane Shikshan Sansthao Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 3
________________ 58 ] દર્શન અને ચિંતન આપણને રાધાકૃષ્ણન જેવા વિદ્વાને નથી જોઈતા ? જો હા, તે એવા વિદ્વાનો આજની જૈન સંસ્થાઓમાં તૈયાર થઈ શકશે ખરા ? એ વાતને તમે બધા વિચાર કરજે. રામકૃષ્ણ મિશનની પ્રવૃત્તિ આપણને સૌને પ્રેરણા આપે એવી છે. ત્યાં કેવા મોટા મોટા વિદ્વાને પડ્યા છે અને તે પણ ત્યાગ અને વૈરાગ્યની ભૂમિકા ઉપર અને જનકલ્યાણની સાધનાના માર્ગ ઉપર. . મને લાગે છે કે જે સંસ્થાઓ બિનજવાબદારપણે ચાલતી હોય તે સંસ્થાઓ આપણે બંધ કરવી જોઈએ. એ બંધ કરવામાં જ સમાજનું શ્રેય રહેલું છે અને સાથે સાથે અયોગ્ય સંચાલકે હેય તેમનું પણ નિયંત્રણ કરવું જોઈએ અને જરૂર જણાય તો તેમને રૂખસદ આપતાં પણ અચકાવું ન જોઈએ, કારણ કે અયોગ્ય સંસ્થા કે અયોગ્ય સંચાલક પાસેથી સારા માણસે તૈયાર થવાની આશા તે ન જ રહે; ઊલટું એમાંથી અગ્ય માણસની પરંપરા જ ઊભી થવાની. આ સ્થિતિ અટકવી જ જોઈએ. , આપણું ફિરકાઓ ઘેલકાં જેવા બની ગયા છે, જેમાં કદી ન બુદ્ધિને અવકાશ રહે છે ન મુક્ત વિકાસને એમાં તો કેવળ જડતા અને અંધશ્રદ્ધાનું જ સામ્રાજ્ય જામે છે. જ્યારે ધર્મનું શિક્ષણ તે કોઈને પણ અંધ અનુયાયી થયા સિવાય જ લેવું ઘટે. એટલે આપણું શિક્ષણ સંસ્થાઓમાં કઈ એક પંથનું દૃષ્ટિબિંદુ ન કેળવાય એ જોવું ઘણું જરૂરી છે; નહિ તે માત્ર શુષ્ક ક્રિયાકાંડની જાળીને ધર્મ માની લેવાની ભૂલમાં આપણે ફસાઈ પડીશું અને પરિણામે ધર્મના નામે કેવળ ભ્રમની પરંપરા જ આપણા નસીબમાં રહેશે. અત્યારે તે આવી દુઃખદ પરિસ્થિતિ પ્રવર્તે છે. એને દૂર કરવી અતિ જરૂરી છે અને એ દૂર કરવાનું કામ આપણું જ્ઞાનની-કેળવણુની સંસ્થાઓનું છે. એ કામ માટે વ્યાપક દષ્ટિ અને ઉદાર ચિત્તની જરૂર છે. આપણે સૌ એ સમજીએ અને એ માટે પ્રયત્નશીલ બનીએ ! –-સમયધર્મ, વર્ષ 16, અંક 20. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3