Book Title: Vijay Dharmsuri ane Shikshan Sansthao
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Catalog link: https://jainqq.org/explore/249223/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ વિજયધમ સરિ અને શિક્ષણસંસ્થાએ [ ૪૦ શ્રી વિજયધમસૂરીશ્વરના જયંતી-ઉત્સવમાં મે ૨૫ વર્ષ સુધી ભાગ નથી લીધા અને આજે હું એમાં ભાગ લઈ રહ્યો છું એ શું સુવર્ણ ચંદ્રકની લાલચે ? એમ કાઈ ને સહજ પ્રશ્ન થાય; પણ હું એટલું જ કહું કે શ્રી વિજયધમ સૂરીશ્વરને—તેમનાં શક્તિ અને સામર્થ્ય ને હું' પિછાનું છું, પણ એના હુ' એ રીતે ઉપયોગ કરવા નથી માગતા કે જેથી એ કાઈ ને માટે વળ પ્રચારના સાધનરૂપ બની રહે. બાકી એમના પ્રત્યે મને હંમેશાં આદર રહ્યો છે અને તેથીજ તો મે મારી એક સારામાં સારી ગ્રંથતિ તેમને સમપી છે. આવી જયતીને અય હું તે! એવા જ સમજુ છું કે તે વ્યક્તિને ખરા રૂપમાં આપણે સમજીએ અને તેમાંથી જે જીવનમાં ઉતારવા યાત્ર હાય તેને વનમાં ઉતારીએ. બાકી તે ધણીય યંતી ઊજવાય છે અને ભૂલી જવાય છે. એ જાણે રાજના અનુભવની વાત બની ગઈ છે. આવી ઉજવણી મારા મન સાથે સંગત થતી નથી. મારા ખ્યાલ મુજબ વિજયધ સૂરીશ્વરને એક વિશિષ્ટ ગુણુ એ હતો કે જે ગુણુની આજે પણ જૈન સમાજને જરૂર છે. તે ગુણ એટલે ગૃહસ્થ વિદ્વાના તૈયાર કરવાની કલ્પના અને એ કલ્પનાને મૂતરૂપ આપવાનાં સૂઝ અને સાહસ: વિજયધમ સૂરિજીના સાહસને ગુજરાતનું ક્ષેત્ર અનુકૂળ ન હતું, તેથી તેમણે કાશીના માર્ગ ગ્રહણ કર્યાં એ જાણીતી ખીના છે. આપણે ત્યાં શ્વેતાંબર સમાજમાં હજી સુધી પણ ગૃહસ્થે માત્ર શ્રાવકા ( સાંભળનારા ) જ રહ્યા છે અને તેથીજ શ્વેતાંબર પર પરાના ઇતિહાસમાં તત્ત્વજ્ઞ જૈન ગૃહસ્થ વિદ્વાન હેાવાના એકે દાખલા નોંધાયા નથી, દિગમ્બર સમાજમાં જરૂર ગૃહસ્થ વિદ્વાના થયા છે. વિજયધમ સૂરીશ્વરને યુગપ્રવર્તક કહેવામાં આવે છે, તેના અથ એટલે જ કે શ્વેતાંબર જૈન સમાજમાં ગૃહસ્થ વિદ્યાના તૈયાર કરવાના યુગ તેમણે Page #2 -------------------------------------------------------------------------- ________________ વિજયધસૂરિ અને શિક્ષણમ'સ્વામ [ પરંતુ પ્રવર્તાવવાના પ્રયત્ન કર્યો અને એ યુગની રસરૂઆત ત્યારથી થઈ. અનારસની અત્યારની સ્યાદ્વાદ માહવદ્યાલય જેવી શિખર પાઠશાળાઓ એ શ્રી વિજયધ સૂરિજીના પુરુષાર્થોના પ્રતિધ્વનિ છે. પણ હવે સવાલ એ થાય છે કે એ પુરુષાર્થ આગળ શી રીતે વધારી શકાય ? પ્રારંભમાં જે રીતે એ પુરુષાથ અમલમાં મૂકવામાં આવ્યો એ રીત તા હવે પુરાણી થઈ ગઈ છે અને તેથી આ યુગમાં એ કારગત થઈ શકે એમ નથી. હવે તેા મૂળમાં એ ભાવના——ગૃહસ્થવિદ્વાનો તૈયાર કરવાની ભાવના —કાયમ રાખવા છતાં અને મૃત કરવાની રીતેામાં ફેરફાર કરવા જ રહ્યો. જે રીત એક કાળે કાર્ય કરી હતી તે સદાય કાર્ય કરી બની રહે એ શી રીતે અને ? એટલે હેવે નવી રીત જ રોાધવી રહી અને તે રીત તે સમન્વયગામી તુલનાત્મક અભ્યાસની પદ્ધતિ દ્વારા વિદ્વાનોને તૈયાર કરવા તે. જૈન સંપ્રદાયના ત્રણે ફિરકામાં ગુરુકુળાની સ્ફુરણા થઈ છે એ સાચું છે, પણ તેથી તત્ત્વચિંતક ગૃહસ્થ વિદ્વાનોની ઊણપ દૂર થઈ શકી નથી, એ પણ હકીકત છે. આમ થવાનું કારણ એ છે કે પતિ અનેલા ગૃહસ્થને કામ શું આપવું? એ પ્રશ્નના નિકાલ આપણે ન કરી શકયા અને પરિણામે આપણી કેળવણીની સંસ્થા છેવટે કેવળ વ્યાવહારિક ક્ષેત્રના અધ્યયનઅધ્યાપનનાં ધામેા બની ગઈ. બનારસની પાઠશાળા ભલે ગમે તે કારણે અસ્ત બની, પશુ બનારસમાં નાંઢું તે ખીજે ગમે તે સ્થળે એ ક્રમ ચાલુ રહેવા જોઈતા હતે; પરન્તુ એ ચાલુ રહ્યો નહિ. મારી નજર સામે જ અનેક સંસ્થાઓ અસ્ત થઈ, પણ આમ થવાનું એક અને મુખ્ય કારણ તે સંસ્થાના સંચાલનમાં સધુનું વસ્વ છે એમ મને સ્પષ્ટ લાગ્યું છે. સંસ્થાના કલ્યાણની દૃષ્ટિએ આપણે સાધુએને નમ્રભાવે એમ કહી દેવું જોઈ એ કે આપ સસ્થાને દરેક રીતે જરૂર મદદ અને માદર્શન કરાવતા રહે, પણ સંસ્થાના સંચાલનમાં આપ માથું ન મારા, તેથી નથી સચવાતા તમારા ત્યાગધર્મ અને નથી સધાતું સંસ્થાનું વિદ્યાવિષયક લક્ષ્ય. મહાવીર જૈન વિદ્યાલય જેવી સંસ્થા નભી શકી છે અને પુષ્ટ બની શકી છે એનું કારણ આજ છે. ખીજી સંસ્થાનું અતગમન પણ આજ હકીકતની સાખ પૂરે છે. હું માનું છું કે જૈન સાધુઓને જવાબદારીનું ભાન ભાગ્યે જ હાય છે, તેથી તે ન ઇચ્છે છતાં હસ્તક્ષેપથી સંસ્થા વિકસવાને બદલે વિનાશમાંજ પરિણમે છે. તેમના Page #3 -------------------------------------------------------------------------- ________________ 58 ] દર્શન અને ચિંતન આપણને રાધાકૃષ્ણન જેવા વિદ્વાને નથી જોઈતા ? જો હા, તે એવા વિદ્વાનો આજની જૈન સંસ્થાઓમાં તૈયાર થઈ શકશે ખરા ? એ વાતને તમે બધા વિચાર કરજે. રામકૃષ્ણ મિશનની પ્રવૃત્તિ આપણને સૌને પ્રેરણા આપે એવી છે. ત્યાં કેવા મોટા મોટા વિદ્વાને પડ્યા છે અને તે પણ ત્યાગ અને વૈરાગ્યની ભૂમિકા ઉપર અને જનકલ્યાણની સાધનાના માર્ગ ઉપર. . મને લાગે છે કે જે સંસ્થાઓ બિનજવાબદારપણે ચાલતી હોય તે સંસ્થાઓ આપણે બંધ કરવી જોઈએ. એ બંધ કરવામાં જ સમાજનું શ્રેય રહેલું છે અને સાથે સાથે અયોગ્ય સંચાલકે હેય તેમનું પણ નિયંત્રણ કરવું જોઈએ અને જરૂર જણાય તો તેમને રૂખસદ આપતાં પણ અચકાવું ન જોઈએ, કારણ કે અયોગ્ય સંસ્થા કે અયોગ્ય સંચાલક પાસેથી સારા માણસે તૈયાર થવાની આશા તે ન જ રહે; ઊલટું એમાંથી અગ્ય માણસની પરંપરા જ ઊભી થવાની. આ સ્થિતિ અટકવી જ જોઈએ. , આપણું ફિરકાઓ ઘેલકાં જેવા બની ગયા છે, જેમાં કદી ન બુદ્ધિને અવકાશ રહે છે ન મુક્ત વિકાસને એમાં તો કેવળ જડતા અને અંધશ્રદ્ધાનું જ સામ્રાજ્ય જામે છે. જ્યારે ધર્મનું શિક્ષણ તે કોઈને પણ અંધ અનુયાયી થયા સિવાય જ લેવું ઘટે. એટલે આપણું શિક્ષણ સંસ્થાઓમાં કઈ એક પંથનું દૃષ્ટિબિંદુ ન કેળવાય એ જોવું ઘણું જરૂરી છે; નહિ તે માત્ર શુષ્ક ક્રિયાકાંડની જાળીને ધર્મ માની લેવાની ભૂલમાં આપણે ફસાઈ પડીશું અને પરિણામે ધર્મના નામે કેવળ ભ્રમની પરંપરા જ આપણા નસીબમાં રહેશે. અત્યારે તે આવી દુઃખદ પરિસ્થિતિ પ્રવર્તે છે. એને દૂર કરવી અતિ જરૂરી છે અને એ દૂર કરવાનું કામ આપણું જ્ઞાનની-કેળવણુની સંસ્થાઓનું છે. એ કામ માટે વ્યાપક દષ્ટિ અને ઉદાર ચિત્તની જરૂર છે. આપણે સૌ એ સમજીએ અને એ માટે પ્રયત્નશીલ બનીએ ! –-સમયધર્મ, વર્ષ 16, અંક 20.