________________
વિજયધસૂરિ અને શિક્ષણમ'સ્વામ
[ પરંતુ
પ્રવર્તાવવાના પ્રયત્ન કર્યો અને એ યુગની રસરૂઆત ત્યારથી થઈ. અનારસની અત્યારની સ્યાદ્વાદ માહવદ્યાલય જેવી શિખર પાઠશાળાઓ એ શ્રી વિજયધ સૂરિજીના પુરુષાર્થોના પ્રતિધ્વનિ છે.
પણ હવે સવાલ એ થાય છે કે એ પુરુષાર્થ આગળ શી રીતે વધારી શકાય ? પ્રારંભમાં જે રીતે એ પુરુષાથ અમલમાં મૂકવામાં આવ્યો એ રીત તા હવે પુરાણી થઈ ગઈ છે અને તેથી આ યુગમાં એ કારગત થઈ શકે એમ નથી. હવે તેા મૂળમાં એ ભાવના——ગૃહસ્થવિદ્વાનો તૈયાર કરવાની ભાવના —કાયમ રાખવા છતાં અને મૃત કરવાની રીતેામાં ફેરફાર કરવા જ રહ્યો. જે રીત એક કાળે કાર્ય કરી હતી તે સદાય કાર્ય કરી બની રહે એ શી રીતે અને ? એટલે હેવે નવી રીત જ રોાધવી રહી અને તે રીત તે સમન્વયગામી તુલનાત્મક અભ્યાસની પદ્ધતિ દ્વારા વિદ્વાનોને તૈયાર કરવા તે.
જૈન સંપ્રદાયના ત્રણે ફિરકામાં ગુરુકુળાની સ્ફુરણા થઈ છે એ સાચું છે, પણ તેથી તત્ત્વચિંતક ગૃહસ્થ વિદ્વાનોની ઊણપ દૂર થઈ શકી નથી, એ પણ હકીકત છે. આમ થવાનું કારણ એ છે કે પતિ અનેલા ગૃહસ્થને કામ શું આપવું? એ પ્રશ્નના નિકાલ આપણે ન કરી શકયા અને પરિણામે આપણી કેળવણીની સંસ્થા છેવટે કેવળ વ્યાવહારિક ક્ષેત્રના અધ્યયનઅધ્યાપનનાં ધામેા બની ગઈ.
બનારસની પાઠશાળા ભલે ગમે તે કારણે અસ્ત બની, પશુ બનારસમાં નાંઢું તે ખીજે ગમે તે સ્થળે એ ક્રમ ચાલુ રહેવા જોઈતા હતે; પરન્તુ એ ચાલુ રહ્યો નહિ. મારી નજર સામે જ અનેક સંસ્થાઓ અસ્ત થઈ, પણ આમ થવાનું એક અને મુખ્ય કારણ તે સંસ્થાના સંચાલનમાં સધુનું વસ્વ છે એમ મને સ્પષ્ટ લાગ્યું છે. સંસ્થાના કલ્યાણની દૃષ્ટિએ આપણે સાધુએને નમ્રભાવે એમ કહી દેવું જોઈ એ કે આપ સસ્થાને દરેક રીતે જરૂર મદદ અને માદર્શન કરાવતા રહે, પણ સંસ્થાના સંચાલનમાં આપ માથું ન મારા, તેથી નથી સચવાતા તમારા ત્યાગધર્મ અને નથી સધાતું સંસ્થાનું વિદ્યાવિષયક લક્ષ્ય. મહાવીર જૈન વિદ્યાલય જેવી સંસ્થા નભી શકી છે અને પુષ્ટ બની શકી છે એનું કારણ આજ છે. ખીજી સંસ્થાનું અતગમન પણ આજ હકીકતની સાખ પૂરે છે.
હું માનું છું કે જૈન સાધુઓને જવાબદારીનું ભાન ભાગ્યે જ હાય છે, તેથી તે ન ઇચ્છે છતાં હસ્તક્ષેપથી સંસ્થા વિકસવાને બદલે વિનાશમાંજ પરિણમે છે.
તેમના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org