________________
વિજયધમ સરિ અને શિક્ષણસંસ્થાએ [ ૪૦
શ્રી વિજયધમસૂરીશ્વરના જયંતી-ઉત્સવમાં મે ૨૫ વર્ષ સુધી ભાગ નથી લીધા અને આજે હું એમાં ભાગ લઈ રહ્યો છું એ શું સુવર્ણ ચંદ્રકની લાલચે ? એમ કાઈ ને સહજ પ્રશ્ન થાય; પણ હું એટલું જ કહું કે શ્રી વિજયધમ સૂરીશ્વરને—તેમનાં શક્તિ અને સામર્થ્ય ને હું' પિછાનું છું, પણ એના હુ' એ રીતે ઉપયોગ કરવા નથી માગતા કે જેથી એ કાઈ ને માટે વળ પ્રચારના સાધનરૂપ બની રહે. બાકી એમના પ્રત્યે મને હંમેશાં આદર રહ્યો છે અને તેથીજ તો મે મારી એક સારામાં સારી ગ્રંથતિ તેમને સમપી છે.
આવી જયતીને અય હું તે! એવા જ સમજુ છું કે તે વ્યક્તિને ખરા રૂપમાં આપણે સમજીએ અને તેમાંથી જે જીવનમાં ઉતારવા યાત્ર હાય તેને વનમાં ઉતારીએ. બાકી તે ધણીય યંતી ઊજવાય છે અને ભૂલી જવાય છે. એ જાણે રાજના અનુભવની વાત બની ગઈ છે. આવી ઉજવણી મારા મન સાથે સંગત થતી નથી.
મારા ખ્યાલ મુજબ વિજયધ સૂરીશ્વરને એક વિશિષ્ટ ગુણુ એ હતો કે જે ગુણુની આજે પણ જૈન સમાજને જરૂર છે. તે ગુણ એટલે ગૃહસ્થ વિદ્વાના તૈયાર કરવાની કલ્પના અને એ કલ્પનાને મૂતરૂપ આપવાનાં સૂઝ અને સાહસ: વિજયધમ સૂરિજીના સાહસને ગુજરાતનું ક્ષેત્ર અનુકૂળ ન હતું, તેથી તેમણે કાશીના માર્ગ ગ્રહણ કર્યાં એ જાણીતી ખીના છે.
આપણે ત્યાં શ્વેતાંબર સમાજમાં હજી સુધી પણ ગૃહસ્થે માત્ર શ્રાવકા ( સાંભળનારા ) જ રહ્યા છે અને તેથીજ શ્વેતાંબર પર પરાના ઇતિહાસમાં તત્ત્વજ્ઞ જૈન ગૃહસ્થ વિદ્વાન હેાવાના એકે દાખલા નોંધાયા નથી, દિગમ્બર સમાજમાં જરૂર ગૃહસ્થ વિદ્વાના થયા છે.
વિજયધમ સૂરીશ્વરને યુગપ્રવર્તક કહેવામાં આવે છે, તેના અથ એટલે જ કે શ્વેતાંબર જૈન સમાજમાં ગૃહસ્થ વિદ્યાના તૈયાર કરવાના યુગ તેમણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org