Book Title: Vijay Dharmsuri Author(s): Nandlal B Devluk Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf View full book textPage 2
________________ શ્રમણભગવંત 383 પૂજ્યશ્રી શાની ચર્ચા-વિચારણા, વાદ-વિવાદ અને નૂતન અર્થઘટન કરવામાં પારંગત હતા. પરિણામે, તેઓશ્રી સામે કઈ વિરોધ ટકી શકતે નહીં. અંગ્રેજ રાજ્યમાં ગરાઓ ચામડાના બૂટ પહેરીને આબુના જૈન મંદિરમાં જતા. એ બાબત છે. થોમસના માધ્યમથી લંડનની પાર્લામેન્ટ સાથે પત્રવ્યવહાર કરીને પૂજ્યશ્રીએ આ દુર્વર્તન બંધ કરાવ્યું હતું. આ પ્રસંગે તેમની તેજસ્વી પ્રતિભાના સાક્ષી બની રહ્યા છે. વ્યક્તિત્વ સો ટચનું સોનું બન્યા વગર વતૃત્વમાં પ્રભાવક્તા, હિમકામિકા અને મધુરતા આવતા નથી. પૂ. શ્રી વિજયધર્મસૂરીશ્વરજીના વ્યક્તિત્વમાં પણ ગુરુદેવના આશીર્વાદ હતા બ્રહ્મચર્યધર્મની નિષ્ઠા હતી, ઉઘાડાં પુસ્તક જેવું સર્વથા નિર્દભ જીવન હતું. જગડુ શાહના અન્નભંડાની જેમ પૂજ્યશ્રીનાં જીવન-કવન પણ અન્ય જીવો માટે ખુલ્લાં હતાં. આંખમાં સમતારસ હતે. કાન અન્યનાં દુઃખદર્દ સાંભળવા તત્પર હતાં. ચરણ ગમે તે સ્થળે અને સમયે ધર્મોપદેશ કરવા માટે સદા તૈયાર રહેતાં. વેદ-વેદાંત ઉપનિષદ્ ભગવદ્ગીતા–મહાભારત આદિ ગ્રંથોમાંથી લેકે ટાંકતા જઈ વ્યાખ્યાન આપતા. આચાર્યશ્રીની દલીલે શ્રોતાવર્ગને બહુ સરળતાથી સમજાઈ જતી. આવા વક્તવ્ય-કૌશલ્યને લીધે તેઓશ્રી માંસાહારવિધી ચળવળને સફળ બનાવી શકયા હતા. કીડાઓના સંહારથી બનતાં રેશમનાં વસ્ત્રોને ત્યાગ કરી, શુદ્ધ ખાદી પરિધાન કરવાને પ્રચાર કર્યો. પૂજ્યશ્રીના આ અભિયાનેએ જેનશાસનમાં નવી હવાને સંચાર કર્યો. દીક્ષા પર્યાય દરમિયાન સીમિત પ્રદેશમાં જ વિહાર કરીને પૂજ્યશ્રી અટક્યા નહોતા; પરંતુ બંગાળ, બિહાર, આસામ, ઓરિસા, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, મારવાડ, ખાનદેશ, વિદર્ભ, સૌરાષ્ટ્ર, ગુજરાત, મહારાષ્ટ્ર આદિ પ્રાન્તમાં વિહાર કરીને જૈનધર્મ પ્રત્યેના વિધમીઓના અજ્ઞાન–ગેરસમજને દૂર કર્યા હતાં. એવા એ અહિંસા, સંયમ અને ધર્મના આચારક અને પ્રચારક પૂજ્યશ્રીએ સં. ૨૦૩૩ના ભાદરવા સુદ 14 ને દિવસે શિવપુરી મુકામે દેહ છોડ્યો, ત્યારે ગામેગામના શ્રાવકે શાકમગ્ન બની ગયા હતા. પૂજ્યશ્રી પાછળ અગણિત ગુણાનુવાદ સભાઓ થઈ હતી. આજે પણ તેઓશ્રીના શિષ્ય-પ્રશિષ્ય સમુદાય દ્વારા શાસનના નૂતન અભિગમને પ્રચાર-પ્રસાર થતું રહે છે. ( સંક્લન : પં. શ્રી પૂર્ણાનંદવિજયજી મહારાજ “કુમારશ્રમણ’ના લેખને આધારે સાભાર. ) ફાન , TH *. [ Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2