Book Title: Vijay Chandrodayasuriji
Author(s): Nandlal B Devluk
Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf

View full book text
Previous | Next

Page 3
________________ ૧૦૪ શાસનપ્રભાવક કઈ! સૂર્યપુરના આંગણે છેલ્લાં કેટલાંય વર્ષોથી આવી યુવાનવયે દીક્ષા થયાનો પ્રસંગ આવ્યો ન હતો. તેથી લોકોમાં અનેરા ઉત્સાહનું વાતાવરણ સર્જાયું. દીક્ષાનો વરઘેડે માગશર વદ ૧ના દિવસે છેક રે ૧ વાગ્યા બાદ શ્રી રત્નસાગરજી હાઈસ્કૂલના વિશાળ પટાંગણમાં ઊતર્યો. લેકેના અદમ્ય ઉત્સાહ અને ઉમંગભર્યા વાતાવરણમાં દીક્ષા પ્રસંગ સંપન્ન થયે. શ્રી સુરવિંદ મુનિશ્રી ચંદ્રોદયવિજયજી નામે પૂ. આ. શ્રી વિજય કસ્તૂરસૂરીશ્વરજી મહારાજના શિષ્ય જાહેર થયા. છતાં ય લે કે તે તેઓશ્રીને “લાલા મહારાજ' તરીકે જ ઓળખતા. આજે પણ સુરતના લોકે તેમને એ જ નામે ઓળખે છે. સંયમ સ્વીકાર્યા બાદ તે જ વર્ષે ફાગણ સુદ પાંચમે વડી દીક્ષા થઈ. સંયમપર્યાયના દિવસો વીતતાં જ તેઓશ્રીમાં દિનપ્રતિદિન ગુરુસમર્પણ આદિ વિશિષ્ટ ગુણેની પણ વૃદ્ધિ થવા લાગી. તે એટલે સુધી કે પૂજ્ય ગુરુદેવશ્રી સેવાશુશ્રષામાં, તેઓશ્રીને અંતિમ શ્વાસ પર્યત પિતાનું સમર્થ વ્યક્તિત્વ, પ્રબળ પુણ્યાઈ તેમ જ વિશાળ શિષ્ય પરિવાર હેવા છતાં ય પૂ. ગુરુદેવની નિશ્રા છોડી નહીં. એટલું જ નહિ, તેઓશ્રીની નાની કે મોટી આજ્ઞાનું ઉલ્લંઘન નહીં કરવા સાથે હરહંમેશ ગુરુભક્તિ બજાવવા સદાય તત્પરતા દાખવી. તેથી જ તેઓ ગુરુકૃપાપાત્ર બનવા સાથે જ્ઞાનગંગાસ્વરૂપ ગુરુદેવશ્રીની નિશ્રામાં પ્રકરણ, ભાષ્ય, કર્મગ્રંથ, ન્યાય, વ્યાકરણ, સાહિત્ય આદિ વિષ સાથે આગમનું અને કર્મ સાહિત્યનું તાવિક જ્ઞાન-રહસ્ય મેળવી શક્યા. સાથોસાથ પૂ. ગુરુદેવની વ્યવહારકુશળતા તેમ જ પૂ. ગુરુદેવના ધર્મરાજાના ગુણને સંક્રમ તેઓશ્રીમાં થયે. તેથી આજે પણ કટેકટીભર્યા પ્રસંગે વ્યવહારુ નિર્ણ લેવાની કુનેહ તેમ જ શાસનપ્રભાવનાની અનેક પ્રવૃત્તિમાં પડન–પાડન-વાચનાદિ વિદ્યાવ્યાસંગ જળવાઈ રહ્યો છે. આજે પૂજ્યશ્રી ઉન્નતિની ટોચે બિરાજે છે તે ગુસમર્પણથી પ્રાપ્ત પૂજ્ય ધર્મરાજા ગુરુદેવશ્રીની પૂર્ણ કૃપાનું જ અનુપમ ફળ છે એમ કહેવું અતિશયેક્તિભર્યું નથી. વ્યાખ્યાનવાચસ્પતિ મુનિ પૂજ્ય દાદાગુરુ આચાર્યશ્રી વિજ્યવિજ્ઞાનસૂરીશ્વરજી મહારાજની નિઃસ્પૃહતા અને પૂજ્ય ગુરુદેવશ્રીની અનુપમ શાને પાસનાની પ્રવૃત્તિના કારણે દીક્ષા પર્યાયમાં અ૫ વર્ષોમાં જ સમુદાયની તેમ જ વ્યાવહારિક પ્રવૃત્તિઓને સર્વ બાજ તેઓશ્રીના શિરે આવી ગયું. તેથી પૂ. વડીલેની આજ્ઞાથી સં. ૨૦૦લ્માં જાવાલથી ઉગ્ર વિહાર કરી અમદાવાદપાંજરાપોળના ઉપાશ્રયે સૌ પ્રથમ ચાતુર્માસ કર્યું. કહેવાય છે કે ત્યારે પૂજ્યશ્રીની વૈરાગ્યસભર વાણી સાંભળવા ભાવિકની અપૂર્વ ભીડ જામતી. કારણ કે વર્ણનીય પ્રસંગનું તાદશ ચિત્ર ખડું કરી શ્રોતાઓને રસતરબોળ કરી દેવાની, હકીકતોને સટ અને સરળ રીતે રજૂ કરવાની, યથાપ્રસંગ પ્રોત્સાહિત કરવાની તેઓશ્રીમાં અજોડ શક્તિ છે. તેથી જ તેઓશ્રીની અમૃતવાણી સાંભળવી એ જીવનનો લ્હાવો ગણાય છે. તેઓશ્રીની વાણીમાં પ્રાચીનતા તેમ જ આધુનિકતા, આગમિક અને વ્યાવહારિક દષ્ટાંત, તાત્વિક–માર્મિક અને સર્વજનગ્રાહ્ય પદાર્થોનો સમન્વય હોવાથી તેઓશ્રીનાં પ્રવચને કેવળ સુશ્રાવ્ય ન રહેતાં ચિંતનીય અને મનનીય પણ બની રહે છે. આવી સંગસભર વાણીથી અનેક આત્માઓ ધર્મસન્મુખ બનવા સાથે સંસારની અસાસ્તા, માનવભવની મહત્તા, સંયમજીવનની યથાર્થતા જાણીને અણગાર ધર્મના માર્ગે આત્મકલ્યાણ સાધી રહ્યા છે. આવી ધર્મપ્રેરક વ્યાખ્યાનશૈલીથી તેઓશ્રી વ્યાખ્યાન-વાચસ્પતિ' તરીકે Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4