Book Title: Vijay Chandrodayasuriji
Author(s): Nandlal B Devluk
Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf
Catalog link: https://jainqq.org/explore/249115/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ શાસનપ્રભાવક યાત્રા, ચત્તારી-અઠ્ઠ–દશ-દોય, બીજી પિરસીનું પાણી અને બીજી પિરસીને આહાર ગ્રહણ કરવાને સંક૯પ વર્ષોથી, તપની સાથે નમસ્કાર મહામંત્રને કરે ને જાપ–વર્ધમાન વિદ્યા, સૂરિમંત્ર આદિનો લાખોની સંખ્યામાં વિધિપૂર્વક જાપ, શ્રી વીશસ્થાનકના ૪૦૦ ઉપવાસની સતત એકાંતર આરાધના, જેસલમેર–મારવાડ–રવાડ-કચ્છ વગેરેની પંચતીથી તથા સમેતશિખર, શંખેશ્વર, ભેચણી, પાનસર, સેરીસા આદિ અનેક તીર્થોની યાત્રા, ધર્મચક્ર તપ–એકાંતર, ૯૨ વર્ષની વયે ૯૬ જિનની આરાધના તેમ જ તેઓશ્રીની નિશ્રામાં સુરત શ્રી વાસુપૂજ્ય સ્વામી આદિ ૧૦૨ જિનબિંબની પ્રતિષ્ઠા, પાલીતાણામાં ઉપધાને, યાત્રા સંઘ વગેરે અનેક ધર્મકાર્યો સંપન્ન થયાં છે. એવા એ મહાતપસ્વી ગુરુભગવંતને પુનઃ પુનઃ વંદન ! (તા. ક. પૂજ્યશ્રીનો સ્વર્ગવાસ પાલનપુરમાં વિ. સં. ૨૦૪૮માં થયે છે.) સિદ્ધિતપના અદ્વિતીય પ્રેરક પ્રભાવક અને વચનસિદ્ધ મહાત્મા પૂ. આચાર્યશ્રી વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મહારાજ સંઘ, સમાજ અને શાસનનું કેવળ હિત જ લક્ષમાં રાખીને અનેક શાસનો પગ માંગલિક કાર્યોમાં જેમના યશસ્વી હાથે હંમેશાં વિકમ જ સર્જાયા છે, પછી તે અંજનશલાક હોય કે વિવિધ તપશ્ચર્યા હોય, પણ આત્મસૂઝ, વિશિષ્ટ નિર્ણાયક શક્તિ, અનુપમ પ્રતિભા ધરાવનાર સૌમ્યમૂર્તિ તે આપણા શાસનપ્રભાવક અને વચનસિદ્ધ પ. પૂ. આચાર્યશ્રી વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મહારાજ, જ્યાં જ્યાં તેઓશ્રીએ ચાતુર્માસ કર્યા છે ત્યાં ત્યાં તપધર્મની હંમેશાં વસંત ખીલી ઊઠી છે. જેઓશ્રીના મંગલ સાંનિધ્યમાં નમસ્કાર મહામંત્રના કડોની સંખ્યામાં જાપ થયા છે. જેનશાસનની એકતાના તંભ સમા પ. પૂ. આ. શ્રી વિજયચંદ્રોદયસૂરિજી મહારાજનું સં. ૨૦૪૪નું ભાવનગરનું ચોમાસું યાદગાર બની રહેશે. તેમાં વિશ્વકર્ડ રૂપ સિદ્ધિતપની મહાન તપશ્ચયી થઈ–૮૦૦ આરાધકે ભક્તિરંગ સોળે કળાએ ખીલી ઊઠડ્યો. આ સભ્ય દરમિયાન પાંજરાપોળ માટે હજારો રૂપિયાનું ફંડ થયું. અનુકંપ, અભયદાન અને સાધમિકતા ક્ષેત્રોને પણ યાદ કર્યા. સંઘજમણ અને મેટી સંખ્યામાં સંધપૂજન થયાં. ધર્મ, ધ્વજ લહેરાવીને વિનાવિને અખંડ તપશ્ચર્યા પૂર્ણ કરાવી. પુણ્યવંતા પુરુષનાં પાવન પગલાંથી પવિત્ર બનેલી સૂર્યપુર ( સુરત ની ધરતીમાં સુપ્રતિષ્ઠિત ખીમચંદ સ્વરૂપચંદ સંઘવીનું ધર્મિઠ કુટુંબ રહે. ખીમચંદભાઈના બે પુત્રો : ચીમનભાઈ તથા ચુનભાઈ. સમજી લે કે, રામલક્ષમણની અતૂટ જોડી. શ્રી ચીમનભાઈનાં ધર્મપત્ની કમાબહેન ધર્મલક્ષ્મીના સાક્ષાત્ અવતાર. એમની કુક્ષીએ ચાર પુત્રના જન્મ બાદ સં. ૧૯૮૪ના મહા સુદ ૬ના પુણ્યદિને એક પુત્રરત્નને જન્મ થયો. જાણે કઈ દેવબાળ માનવીને દેવસ્વરૂપ બનાવવા અવનીતલ પર આવ્યું હોય નહિ! “પુત્રનાં લક્ષણ પારણામાં” એ લેકે ક્તિ અનુસાર બાળપણથી જ તેમનું નામ પાડવામાં આવ્યું “સુરવિંદચંદ.” જાણે 2010_04 Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો-૨ ૧૦૩ ભવિષ્યમાં સિદ્ધ થનાર ધર્મશૂરવીરતાનું સંકેત ન આપતું હેય ! નામ તો માત્ર સ્થાપન રૂપે જ રહ્યું, પૂણ દેહલાલિત્ય અને હેત વાનને કારણે તેઓ “લાલા” તરીકે સમગ્ર સુરતમાં ખ્યાતિ પામ્યા. સમય જતાં વ્યાવહારિક અભ્યાસ સાથે માતા–પિતાના ધાર્મિક સંસ્કારોથી પણ વાસિત થવા લાગ્યા. યોગાનુયોગે સં. ૧૯૯૩માં પૂ. શાસનસમ્રાટશ્રીના પટ્ટધર પૂ. આ. શ્રી વિજયવિજ્ઞાનસૂરિજી મહારાજ તથા ઉપા. શ્રી કસ્તૂરવિજયજી ગણિવરનું સુત-વાડીના ઉપાશ્રયે ચાતુર્માસ થતાં તેઓશ્રીની વૈરાગ્યસભર વાણી અને સતત પ્રેરણાથી “લાલાને આત્મા સંસારની ઉપરછલ્લી લાલાશને જાણી જાગી ઊઠ્યો. પરિણામે, નિશાળમાં કે સંસારમાં ક્યાંય ચેન પડતું નહીં. ઘરેથી નીકળે નિશાળે જવા, પણ પહોંચી જાય ઉપાયે– અને જ્યાં રજાને ડંકે સંભળાય એટલે ઉપાશ્રયથી બાળકે સાથે બાળસહજ તેફાનમસ્તી કરતાં કરતાં ઘર ભેગા થાય. જેથી કઈને ખ્યાલ ન આવે કે લાલે નિશાળે જાય છે કે ઉપાશ્રયે ! કેવી સંયમ લેવાની તીવ્રતા! ત્યાર પછી પૂ. આ. શ્રી વિજયલાવણ્યસૂરિજી મહારાજ આદિના સમાગમમાં આવતાં તેમને સતત સંસારની અસારતા અને સંયમની મહત્તાને ખ્યાલ આવતે ગયે પછી તે મરણાંતકણ જેવી ટાઈ ફેઈડની ભયંકર બીમારી પ્રબળ અશાતા વેદનીય કર્મના ઉદયે આવતાં, જીવનની પણ આશા રહી નહિ. આવા કાળમાં તેમણે મનોમન નિશ્ચય કર્યો કે, તબિયત પૂર્વવત્ સારી થઈ જતાં કેઈપણ સંજોગોમાં સંયમ સ્વીકારીશ. આમ, ભયંકર બિમારી જીવનની અનુપમ તાજગીમાં નિમિત્ત બની ! સ્વાશ્ય અનુકૂળ થતાં જ, “કુટુંબીજને મેહ, મમત્વના કારણે સંયમ માટે અનુમતિ નહીં આપે.” એવી ધારણાથી કેઈ ને જણાવ્યા વગર ઘરેથી નીકળી પૂ. આ. શ્રી વિજયવિજ્ઞાનસૂરિજી મહારાજ વિહાર કરીને જે ગામમાં ગયા હતા ત્યાં પહોંચીને અભ્યાસ કરવા લાગ્યા. કુટુંબીજનેએ ચારે બાજુ તપાસ આદરી. સમાચાર મળતાં જ પાછા ઘેર તેડી લાવ્યા. સંસારમાં નાખવા વિવાહની વાત કરવા લાગ્યા. પણ આ તે “લાલા” અને પાછા “સુરવિંદ” –એ આવી વાતોથી ડગે કાંઈ ! તેમની જેવી સંયમની તીવ્ર ભાવના, તેટલી જ સામે તીવ્ર અસંમતિ. બેમાંથી કે મચક ન આપે. એ સમયે ભવિતવ્યતાના યોગે “મા કમળા” જીવલેણ બીમારીમાં પડ્યાં. અને એમના મનમાં વિચાર આવ્યું કે જીવનમાં ઘણા લાભ લીધા, પરંતુ કેઈની “છાબ” માથે લીધી નથી. તો શું હું છાબ માથે લીધા વિના જ ચાલી જઈશ? કુટુંબને એકઠું કરીને પિતાની ભાવના જણાવી. વાત સાંભળતાં જ તરવયિા યુવાન સુરવિંદે યોગ્ય અવસર પારખીને, ખમીરભર્યા સૂરથી પોતાનો સૂર પૂરી, પિતાની ભાવના જાહેર કરી અને સંમતિ મળી ગઈ. સુરવિંદને મનમયૂર નાચી ઊઠયો. આનંદવિભેર લાલાની લાલિમા મુખારવિંદ પર ચમકી ઊડી ! લાલા” બને છે “લાલા મહારાજ' : માતા કમળાબેનની તબિયત લક્ષમાં રાખીને નજીકનાં જ મુહૂર્ત જોવરાવવામાં આવ્યાં. સં. ૨૦૦૦ના માગશર વદ ૧નું શુભ મુહૂર્ત નક્કી થવા છતાં ય કેટલાંક સગાં-નેહીજને સ્વકીય સામાન્ય સ્વાર્થને સિદ્ધ કરવા સુરવિંદને સમજાવવા લાગ્યા. પણ શાશ્વત સુખને અભિલાષી આ શૂરવીર આત્મા સંસારનાં ક્ષણિક સુખમાં અટવાય 2010_04 Page #3 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ શાસનપ્રભાવક કઈ! સૂર્યપુરના આંગણે છેલ્લાં કેટલાંય વર્ષોથી આવી યુવાનવયે દીક્ષા થયાનો પ્રસંગ આવ્યો ન હતો. તેથી લોકોમાં અનેરા ઉત્સાહનું વાતાવરણ સર્જાયું. દીક્ષાનો વરઘેડે માગશર વદ ૧ના દિવસે છેક રે ૧ વાગ્યા બાદ શ્રી રત્નસાગરજી હાઈસ્કૂલના વિશાળ પટાંગણમાં ઊતર્યો. લેકેના અદમ્ય ઉત્સાહ અને ઉમંગભર્યા વાતાવરણમાં દીક્ષા પ્રસંગ સંપન્ન થયે. શ્રી સુરવિંદ મુનિશ્રી ચંદ્રોદયવિજયજી નામે પૂ. આ. શ્રી વિજય કસ્તૂરસૂરીશ્વરજી મહારાજના શિષ્ય જાહેર થયા. છતાં ય લે કે તે તેઓશ્રીને “લાલા મહારાજ' તરીકે જ ઓળખતા. આજે પણ સુરતના લોકે તેમને એ જ નામે ઓળખે છે. સંયમ સ્વીકાર્યા બાદ તે જ વર્ષે ફાગણ સુદ પાંચમે વડી દીક્ષા થઈ. સંયમપર્યાયના દિવસો વીતતાં જ તેઓશ્રીમાં દિનપ્રતિદિન ગુરુસમર્પણ આદિ વિશિષ્ટ ગુણેની પણ વૃદ્ધિ થવા લાગી. તે એટલે સુધી કે પૂજ્ય ગુરુદેવશ્રી સેવાશુશ્રષામાં, તેઓશ્રીને અંતિમ શ્વાસ પર્યત પિતાનું સમર્થ વ્યક્તિત્વ, પ્રબળ પુણ્યાઈ તેમ જ વિશાળ શિષ્ય પરિવાર હેવા છતાં ય પૂ. ગુરુદેવની નિશ્રા છોડી નહીં. એટલું જ નહિ, તેઓશ્રીની નાની કે મોટી આજ્ઞાનું ઉલ્લંઘન નહીં કરવા સાથે હરહંમેશ ગુરુભક્તિ બજાવવા સદાય તત્પરતા દાખવી. તેથી જ તેઓ ગુરુકૃપાપાત્ર બનવા સાથે જ્ઞાનગંગાસ્વરૂપ ગુરુદેવશ્રીની નિશ્રામાં પ્રકરણ, ભાષ્ય, કર્મગ્રંથ, ન્યાય, વ્યાકરણ, સાહિત્ય આદિ વિષ સાથે આગમનું અને કર્મ સાહિત્યનું તાવિક જ્ઞાન-રહસ્ય મેળવી શક્યા. સાથોસાથ પૂ. ગુરુદેવની વ્યવહારકુશળતા તેમ જ પૂ. ગુરુદેવના ધર્મરાજાના ગુણને સંક્રમ તેઓશ્રીમાં થયે. તેથી આજે પણ કટેકટીભર્યા પ્રસંગે વ્યવહારુ નિર્ણ લેવાની કુનેહ તેમ જ શાસનપ્રભાવનાની અનેક પ્રવૃત્તિમાં પડન–પાડન-વાચનાદિ વિદ્યાવ્યાસંગ જળવાઈ રહ્યો છે. આજે પૂજ્યશ્રી ઉન્નતિની ટોચે બિરાજે છે તે ગુસમર્પણથી પ્રાપ્ત પૂજ્ય ધર્મરાજા ગુરુદેવશ્રીની પૂર્ણ કૃપાનું જ અનુપમ ફળ છે એમ કહેવું અતિશયેક્તિભર્યું નથી. વ્યાખ્યાનવાચસ્પતિ મુનિ પૂજ્ય દાદાગુરુ આચાર્યશ્રી વિજ્યવિજ્ઞાનસૂરીશ્વરજી મહારાજની નિઃસ્પૃહતા અને પૂજ્ય ગુરુદેવશ્રીની અનુપમ શાને પાસનાની પ્રવૃત્તિના કારણે દીક્ષા પર્યાયમાં અ૫ વર્ષોમાં જ સમુદાયની તેમ જ વ્યાવહારિક પ્રવૃત્તિઓને સર્વ બાજ તેઓશ્રીના શિરે આવી ગયું. તેથી પૂ. વડીલેની આજ્ઞાથી સં. ૨૦૦લ્માં જાવાલથી ઉગ્ર વિહાર કરી અમદાવાદપાંજરાપોળના ઉપાશ્રયે સૌ પ્રથમ ચાતુર્માસ કર્યું. કહેવાય છે કે ત્યારે પૂજ્યશ્રીની વૈરાગ્યસભર વાણી સાંભળવા ભાવિકની અપૂર્વ ભીડ જામતી. કારણ કે વર્ણનીય પ્રસંગનું તાદશ ચિત્ર ખડું કરી શ્રોતાઓને રસતરબોળ કરી દેવાની, હકીકતોને સટ અને સરળ રીતે રજૂ કરવાની, યથાપ્રસંગ પ્રોત્સાહિત કરવાની તેઓશ્રીમાં અજોડ શક્તિ છે. તેથી જ તેઓશ્રીની અમૃતવાણી સાંભળવી એ જીવનનો લ્હાવો ગણાય છે. તેઓશ્રીની વાણીમાં પ્રાચીનતા તેમ જ આધુનિકતા, આગમિક અને વ્યાવહારિક દષ્ટાંત, તાત્વિક–માર્મિક અને સર્વજનગ્રાહ્ય પદાર્થોનો સમન્વય હોવાથી તેઓશ્રીનાં પ્રવચને કેવળ સુશ્રાવ્ય ન રહેતાં ચિંતનીય અને મનનીય પણ બની રહે છે. આવી સંગસભર વાણીથી અનેક આત્માઓ ધર્મસન્મુખ બનવા સાથે સંસારની અસાસ્તા, માનવભવની મહત્તા, સંયમજીવનની યથાર્થતા જાણીને અણગાર ધર્મના માર્ગે આત્મકલ્યાણ સાધી રહ્યા છે. આવી ધર્મપ્રેરક વ્યાખ્યાનશૈલીથી તેઓશ્રી વ્યાખ્યાન-વાચસ્પતિ' તરીકે 2010_04 Page #4 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવતે-૨ 105 જમ્બર લોકચાહના મેળવી શક્યા છે. જોકે આજે આદેયવચનવંતને પ્રત્યેક બેલ ઝીલી લેવા સદાય હોંશપૂર્વક તૈયાર રહે છે. શાસનદીપક આચાર્યશ્રી : પૂજ્યશ્રીમાં અનેકવિધ આત્મશક્તિ નિહાળી સં. ૨૦૧૧માં પૂનામાં. ગણિપદ, ઘાટકે પર-મુંબઈમાં પંન્યાસપદથી વિભૂષિત કરવામાં આવ્યા. તે દરમિયાન ઉપધાન, દીક્ષા, પ્રતિષ્ઠા, સામૂહિક તપશ્ચર્યાઓ આદિ ધર્મકાર્યો વિપુલ સંખ્યામાં થયાં. વિવિધ શાસનપ્રભાવનાથી વિવિધ પ્રવૃત્તિઓ કરવાની વિશિષ્ટ શક્તિથી જુદાં જુદાં ગામ-શહેરમાં ચાતુર્માસ તથા શેષ કાળમાં શાસનપ્રભાવના કરતા જ રહ્યા છે. તેઓશ્રી જ્યાં વિરાજમાન હોય ત્યાં ચોથો આરે વતે એવી લોકવાયકા પ્રસિદ્ધ થઈ! સં. ૨૦૨૪ના પિષ વદ ૬ને દિવસે જન્મભૂમિ સુરતમાં તેઓશ્રીને ઉપાધ્યાયપદથી અલંકૃત કરવામાં આવ્યા. ત્યાર બાદ શાસનનાં અનેકવિધ કાર્યો કરવાની તેઓશ્રીની અમેઘ શક્તિને જાણીને, સૂરિપદ માટેની પ્રૌઢતા અને યેગ્યતા જાણીને સં. ૨૦૨હ્ના માગશર સુદ બીજને શુભ દિને સુરેન્દ્રનગર મુકામે આચાર્યપદે વિરાજિત કરવામાં આવ્યા. સંયમીના પગલે પગલે તેઓશ્રીએ સંયમ સ્વીકારતાં જ તેઓશ્રીના સંસારી સંબંધીઓમાં સંયમ સ્વીકારવાને સત શરૂ થયો. તેઓશ્રીના પગલે પગલે તેમના સંસારી વડીલબંધુ શ્રી અમરચંદભાઈ તે મુનિશ્રી અશોકચંદ્રવિજયજી, સં. ૨૦૦૭માં સંસારી પિતા શ્રી ચીમનભાઈ તે સ્વ. મુનિશ્રી પ્રસન્નચંદ્રવિજયજી, સં. ૨૦૧૪માં સંસાર વડીલબંધુ શ્રી શાંતિભાઈના સુપુત્ર હેમંતકુમાર તે હાલ મુનિશ્રી સેમચંદ્રવિજયજી સં. ૨૦૨૫માં સંસારી વડીલબંધુ શ્રી શાંતિભાઈની સુપુત્રી કુ. નયનાબહેન તે હાલ સાધ્વીશ્રી યશસ્વિનીશ્રી તરીકે ચારિત્ર્યધારી બન્યાં. પૂ. આચાર્યશ્રી હસ્તે મહત્ત્વનાં શાસનકાર્યો પૂ. આચાર્ય શ્રી વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે અનેક સ્થાનેએ અંજનશલાકા–પ્રતિષ્ઠાના મહે પ્રભાવનાપૂર્વક ઊજવાયા છે, જેમાં મુંબઈમાટુંગા, મુલુન્ડ, પાટી, જોગેશ્વરી, વાલકેશ્વર (આદીશ્વર), બાબુલનાથ, ભાયખલા, અમદાવાદ-સાબરમતી, પાંજરાપોળ, ગિરધરનગર, રામેશ્વર કેપ્લેકસ (સેટેલાઈટ રેડ), સુરત-શાહપુર, રાંદેર રેડ, સૂરજમંડન પાર્શ્વનાથ, ભાવનગર-દાદાસાહેબ તેમ જ નાગેશ્વર તીથ, ગઢ ( બનાસકાંઠા), સુરેન્દ્રનગર શ્રી વાસુપૂજ્ય સ્વામી શતાબ્દી મહત્સવ, અમરેલી, પાલીતાણા–જિનહરિવિહાર, આરિલાભવન, ઘર્મશાંતિ આરાધના ભવન, 108 સમેવ. સરણ મહાવીર સ્વામી જિનપ્રસાદ અને પીપરલા-કીર્તિધામ વગેરે કુલ 25 અંજનશલાકા અને 125 ઉપરાંત નાનીમેટી પ્રતિષ્ઠા કરાવેલ છે. એવા મહાન શાસનપ્રભાવક સાધુવરને કોટિશ: વંદન! भा. भी कैलाससापर सूरि शान 7 શ્રી મહાવીર જૈન માને છે, જા, શ્ર. 14 2010_04