________________
૧૦૨
શાસનપ્રભાવક
યાત્રા, ચત્તારી-અઠ્ઠ–દશ-દોય, બીજી પિરસીનું પાણી અને બીજી પિરસીને આહાર ગ્રહણ કરવાને સંક૯પ વર્ષોથી, તપની સાથે નમસ્કાર મહામંત્રને કરે ને જાપ–વર્ધમાન વિદ્યા, સૂરિમંત્ર આદિનો લાખોની સંખ્યામાં વિધિપૂર્વક જાપ, શ્રી વીશસ્થાનકના ૪૦૦ ઉપવાસની સતત એકાંતર આરાધના, જેસલમેર–મારવાડ–રવાડ-કચ્છ વગેરેની પંચતીથી તથા સમેતશિખર, શંખેશ્વર, ભેચણી, પાનસર, સેરીસા આદિ અનેક તીર્થોની યાત્રા, ધર્મચક્ર તપ–એકાંતર, ૯૨ વર્ષની વયે ૯૬ જિનની આરાધના તેમ જ તેઓશ્રીની નિશ્રામાં સુરત શ્રી વાસુપૂજ્ય સ્વામી આદિ ૧૦૨ જિનબિંબની પ્રતિષ્ઠા, પાલીતાણામાં ઉપધાને, યાત્રા સંઘ વગેરે અનેક ધર્મકાર્યો સંપન્ન થયાં છે. એવા એ મહાતપસ્વી ગુરુભગવંતને પુનઃ પુનઃ વંદન ! (તા. ક. પૂજ્યશ્રીનો સ્વર્ગવાસ પાલનપુરમાં વિ. સં. ૨૦૪૮માં થયે છે.)
સિદ્ધિતપના અદ્વિતીય પ્રેરક પ્રભાવક અને વચનસિદ્ધ મહાત્મા પૂ. આચાર્યશ્રી વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મહારાજ
સંઘ, સમાજ અને શાસનનું કેવળ હિત જ લક્ષમાં રાખીને અનેક શાસનો પગ માંગલિક કાર્યોમાં જેમના યશસ્વી હાથે હંમેશાં વિકમ જ સર્જાયા છે, પછી તે અંજનશલાક હોય કે વિવિધ તપશ્ચર્યા હોય, પણ આત્મસૂઝ, વિશિષ્ટ નિર્ણાયક શક્તિ, અનુપમ પ્રતિભા ધરાવનાર સૌમ્યમૂર્તિ તે આપણા શાસનપ્રભાવક અને વચનસિદ્ધ પ. પૂ. આચાર્યશ્રી વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મહારાજ, જ્યાં જ્યાં તેઓશ્રીએ ચાતુર્માસ કર્યા છે ત્યાં ત્યાં તપધર્મની હંમેશાં વસંત ખીલી ઊઠી છે. જેઓશ્રીના મંગલ સાંનિધ્યમાં નમસ્કાર મહામંત્રના કડોની સંખ્યામાં જાપ થયા છે. જેનશાસનની એકતાના તંભ સમા પ. પૂ. આ. શ્રી વિજયચંદ્રોદયસૂરિજી મહારાજનું સં. ૨૦૪૪નું ભાવનગરનું ચોમાસું યાદગાર બની રહેશે. તેમાં વિશ્વકર્ડ રૂપ સિદ્ધિતપની મહાન તપશ્ચયી થઈ–૮૦૦ આરાધકે ભક્તિરંગ સોળે કળાએ ખીલી ઊઠડ્યો. આ સભ્ય દરમિયાન પાંજરાપોળ માટે હજારો રૂપિયાનું ફંડ થયું. અનુકંપ, અભયદાન અને સાધમિકતા ક્ષેત્રોને પણ યાદ કર્યા. સંઘજમણ અને મેટી સંખ્યામાં સંધપૂજન થયાં. ધર્મ, ધ્વજ લહેરાવીને વિનાવિને અખંડ તપશ્ચર્યા પૂર્ણ કરાવી.
પુણ્યવંતા પુરુષનાં પાવન પગલાંથી પવિત્ર બનેલી સૂર્યપુર ( સુરત ની ધરતીમાં સુપ્રતિષ્ઠિત ખીમચંદ સ્વરૂપચંદ સંઘવીનું ધર્મિઠ કુટુંબ રહે. ખીમચંદભાઈના બે પુત્રો : ચીમનભાઈ તથા ચુનભાઈ. સમજી લે કે, રામલક્ષમણની અતૂટ જોડી. શ્રી ચીમનભાઈનાં ધર્મપત્ની કમાબહેન ધર્મલક્ષ્મીના સાક્ષાત્ અવતાર. એમની કુક્ષીએ ચાર પુત્રના જન્મ બાદ સં. ૧૯૮૪ના મહા સુદ ૬ના પુણ્યદિને એક પુત્રરત્નને જન્મ થયો. જાણે કઈ દેવબાળ માનવીને દેવસ્વરૂપ બનાવવા અવનીતલ પર આવ્યું હોય નહિ! “પુત્રનાં લક્ષણ પારણામાં” એ લેકે ક્તિ અનુસાર બાળપણથી જ તેમનું નામ પાડવામાં આવ્યું “સુરવિંદચંદ.” જાણે
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org