________________
શ્રમણભગવંતો-૨
૧૦૩
ભવિષ્યમાં સિદ્ધ થનાર ધર્મશૂરવીરતાનું સંકેત ન આપતું હેય ! નામ તો માત્ર સ્થાપન રૂપે જ રહ્યું, પૂણ દેહલાલિત્ય અને હેત વાનને કારણે તેઓ “લાલા” તરીકે સમગ્ર સુરતમાં
ખ્યાતિ પામ્યા. સમય જતાં વ્યાવહારિક અભ્યાસ સાથે માતા–પિતાના ધાર્મિક સંસ્કારોથી પણ વાસિત થવા લાગ્યા. યોગાનુયોગે સં. ૧૯૯૩માં પૂ. શાસનસમ્રાટશ્રીના પટ્ટધર પૂ. આ. શ્રી વિજયવિજ્ઞાનસૂરિજી મહારાજ તથા ઉપા. શ્રી કસ્તૂરવિજયજી ગણિવરનું સુત-વાડીના ઉપાશ્રયે ચાતુર્માસ થતાં તેઓશ્રીની વૈરાગ્યસભર વાણી અને સતત પ્રેરણાથી “લાલાને આત્મા સંસારની ઉપરછલ્લી લાલાશને જાણી જાગી ઊઠ્યો. પરિણામે, નિશાળમાં કે સંસારમાં ક્યાંય ચેન પડતું નહીં. ઘરેથી નીકળે નિશાળે જવા, પણ પહોંચી જાય ઉપાયે– અને જ્યાં રજાને ડંકે સંભળાય એટલે ઉપાશ્રયથી બાળકે સાથે બાળસહજ તેફાનમસ્તી કરતાં કરતાં ઘર ભેગા થાય. જેથી કઈને ખ્યાલ ન આવે કે લાલે નિશાળે જાય છે કે ઉપાશ્રયે ! કેવી સંયમ લેવાની તીવ્રતા! ત્યાર પછી પૂ. આ. શ્રી વિજયલાવણ્યસૂરિજી મહારાજ આદિના સમાગમમાં આવતાં તેમને સતત સંસારની અસારતા અને સંયમની મહત્તાને ખ્યાલ આવતે ગયે પછી તે મરણાંતકણ જેવી ટાઈ ફેઈડની ભયંકર બીમારી પ્રબળ અશાતા વેદનીય કર્મના ઉદયે આવતાં, જીવનની પણ આશા રહી નહિ. આવા કાળમાં તેમણે મનોમન નિશ્ચય કર્યો કે, તબિયત પૂર્વવત્ સારી થઈ જતાં કેઈપણ સંજોગોમાં સંયમ સ્વીકારીશ. આમ, ભયંકર બિમારી જીવનની અનુપમ તાજગીમાં નિમિત્ત બની !
સ્વાશ્ય અનુકૂળ થતાં જ, “કુટુંબીજને મેહ, મમત્વના કારણે સંયમ માટે અનુમતિ નહીં આપે.” એવી ધારણાથી કેઈ ને જણાવ્યા વગર ઘરેથી નીકળી પૂ. આ. શ્રી વિજયવિજ્ઞાનસૂરિજી મહારાજ વિહાર કરીને જે ગામમાં ગયા હતા ત્યાં પહોંચીને અભ્યાસ કરવા લાગ્યા. કુટુંબીજનેએ ચારે બાજુ તપાસ આદરી. સમાચાર મળતાં જ પાછા ઘેર તેડી લાવ્યા. સંસારમાં નાખવા વિવાહની વાત કરવા લાગ્યા. પણ આ તે “લાલા” અને પાછા “સુરવિંદ” –એ આવી વાતોથી ડગે કાંઈ ! તેમની જેવી સંયમની તીવ્ર ભાવના, તેટલી જ સામે તીવ્ર અસંમતિ. બેમાંથી કે મચક ન આપે. એ સમયે ભવિતવ્યતાના યોગે “મા કમળા” જીવલેણ બીમારીમાં પડ્યાં. અને એમના મનમાં વિચાર આવ્યું કે જીવનમાં ઘણા લાભ લીધા, પરંતુ કેઈની “છાબ” માથે લીધી નથી. તો શું હું છાબ માથે લીધા વિના જ ચાલી જઈશ? કુટુંબને એકઠું કરીને પિતાની ભાવના જણાવી. વાત સાંભળતાં જ તરવયિા યુવાન સુરવિંદે યોગ્ય અવસર પારખીને, ખમીરભર્યા સૂરથી પોતાનો સૂર પૂરી, પિતાની ભાવના જાહેર કરી અને સંમતિ મળી ગઈ. સુરવિંદને મનમયૂર નાચી ઊઠયો. આનંદવિભેર લાલાની લાલિમા મુખારવિંદ પર ચમકી ઊડી !
લાલા” બને છે “લાલા મહારાજ' : માતા કમળાબેનની તબિયત લક્ષમાં રાખીને નજીકનાં જ મુહૂર્ત જોવરાવવામાં આવ્યાં. સં. ૨૦૦૦ના માગશર વદ ૧નું શુભ મુહૂર્ત નક્કી થવા છતાં ય કેટલાંક સગાં-નેહીજને સ્વકીય સામાન્ય સ્વાર્થને સિદ્ધ કરવા સુરવિંદને સમજાવવા લાગ્યા. પણ શાશ્વત સુખને અભિલાષી આ શૂરવીર આત્મા સંસારનાં ક્ષણિક સુખમાં અટવાય
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org