Book Title: Vijay Ashokchandrasuriji Author(s): Nandlal B Devluk Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf View full book textPage 1
________________ ૧૦ શાસનપ્રભાવક સૂરિમંત્રના વિશિષ્ટ આરાધક અને યશસ્વી માંગલિક મુહૂર્ત દાતા પૂ. આચાર્યશ્રી વિજયઅશોકચંદ્રસૂરીશ્વરજી મહારાજ જે આચાર્યભગવંતના અનંત ઉપકારને અનુભવતા અનેક ભક્તા કૃતાર્થતાનો અને આનંદ પામી રહ્યા છે, જેઓશ્રીની પ્રેરક નિશ્રામાં અનેક સ્થળે જિનેન્દ્રભક્તિમહેન્સ ભવ્ય સમારેહપૂર્વક જાય છે, જેઓશ્રીના પુણ્ય પ્રતાપે જિનશાસનની ધર્મસભાઓ હંમેશાં ગાજતી રહી છે તે પૂજ્યપાદ આચાર્યદેવશ્રી સમવસરણ મહામંદિરના મુખ્ય મુહૂદાતા શ્રી વિજયશેકચંદ્રસૂરીશ્વરજી મહારાજ વર્તમાન શાસનસમ્રાટ સમુદાયને વિશિષ્ટ ભક્તિભાવથી પ્રેરી રહ્યા છે. પૂજ્યશ્રીને જન્મ સુરત મુકામે સં. ૧૯૮૦ના શ્રાવણ વદ પાંચમે થયે હતે. પિતા શેઠશ્રી ચીમનલાલ ખીમચંદ સ્વરૂપચંદ સંઘવી અને માતા કમળાબહેન ધર્મપરાયણ અને ધર્મસહિષ્ણુ દંપતી હતાં. આ સંસ્કારવાર પુત્રોમાં પણ ઊતર્યો. સંસારી બંધુઓ-શાંતિભાઈ બાબુભાઈ કુસુમભાઈ, જયંતીભાઈ-સૌના તેઓ પ્રિય બંધુ હતા. જેન ધર્મના સંસ્કારે વચ્ચે ઉછેર થવાથી દેવદર્શન તથા પૂજા-વ્યાખ્યાનશ્રવણ વગેરે સહજ ભાવે થતાં રહ્યાં. આગળ જતાં, જપ-તપ, શાસ્ત્રાભ્યાસ, ચિંતન-મનન અને સ્વાધ્યાય જાણે કે તેમનાં આભૂષણ બની રહ્યાં ! પરિણામે ત્યાગવૈરાગ્યની ભાવના બલવત્તર બનતી ચાલી. સં. ૨૦૦૭ના વૈશાખ સુદ પાંચમના શુભ દિને દીક્ષા લીધી. અને સ્વ-પર કલ્યાણક તેમ જ સ્વાધ્યાયરત સાધનામય જીવનને આરંભ કર્યો. પૂજ્યશ્રીની નિશ્રામાં સુરત શહેરમાં સં. ૨૦૪૧ના ચાતુર્માસમાં જિનશાસનના ઇતિહાસમાં યાદગાર બની રહે એ રીતે સામુદાયિક ૪૦૦ સિદ્ધિતપની ભવ્ય આરાધના થઈ હતી. પૂજ્યશ્રીએ સૂરિમંત્રના પાંચમાં પ્રસ્થાનની દસ વાર આરાધના કરી છે. તેમ જ માસક્ષમણ, સિદ્ધિતપ જેવી આરાધના પણ સૂરિપદ પ્રાપ્ત કર્યા બાદ કરી છે. છેલ્લા કેટલાય સમયથી જિનશાસનમાં થતાં કેટલાયે વિશિષ્ટ કાર્યોનાં માંગલિક મુહૂર્તો પૂજ્યશ્રીના હસ્તે જ નીકળે છે. પૂ. આ. શ્રી વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મહારાજના તેઓશ્રી સંસરી પક્ષે વડીલબંધ થાય છે. બાલ્યકાળથી જ ધર્મસંસ્કાર દઢ થવાથી તેઓશ્રી કલાક સુધી જપ-જાપમાં નિમગ્ન રહી શકે છે. પરિણામે સમુદાયમાં પણ જપ-તપના ભવ્ય સમારંભે થાય છે. સં. ૨૦૪૨માં સુરતમાં જ સામુદાયિક ૩૦૦ વર્ષીતપની અનુપમ આરાધના થઈ હતી. સામુદાયિક વીશસ્થાનક તપની આરાધનામાં પણ ૨૦૦-૨૫૦ આરાધકે જોડાયા હતા. આ સર્વ તપનાં ભવ્ય ઉજમણાંઓએ તે વળી સોનામાં સુગંધ જેમ, શાસનપ્રભાવનામાં એર ઉમેરો કર્યો હતો. આ આરાધક મહાપુરુષને સં. ૨૦૨૪ના વૈશાખ સુદ ૧૦ના શુભ દિવસે સુરતમાં ગણિપદવી, સં. ૨૦૨૯ત્ના મહા સુદ ૧૧ના શુભ દિવસે અમદાવાદમાં પંન્યાસપદવી, સં. ૨૦૩૩ના ફાગણ સુદ ૩ના શુભ દિવસે સેજિત્રામાં ઉપાધ્યાયપદ અને સં. ૨૦૩૪ના ફાગણ સુદ ૩ના શુભ દિવસે મુલુન્ડ-મુંબઈમાં આચાર્ય પદ પ્રદાન કરવામાં આવ્યાં. પૂજ્યશ્રીના શિષ્ય પરિવારમાં પૂ. ગણિ શ્રી પુષ્પચંદ્રવિજયજી, પૂ. ગણિ શ્રી સોમચંદ્રવિજયજી, મુનિ શ્રી કૈલાસચંદ્રવિજ્યજી, મુનિશ્રી પ્રશમચંદ્રવિજયજી Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2