Book Title: Vijay Ashokchandrasuriji
Author(s): Nandlal B Devluk
Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf
Catalog link: https://jainqq.org/explore/249116/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ૧૦ શાસનપ્રભાવક સૂરિમંત્રના વિશિષ્ટ આરાધક અને યશસ્વી માંગલિક મુહૂર્ત દાતા પૂ. આચાર્યશ્રી વિજયઅશોકચંદ્રસૂરીશ્વરજી મહારાજ જે આચાર્યભગવંતના અનંત ઉપકારને અનુભવતા અનેક ભક્તા કૃતાર્થતાનો અને આનંદ પામી રહ્યા છે, જેઓશ્રીની પ્રેરક નિશ્રામાં અનેક સ્થળે જિનેન્દ્રભક્તિમહેન્સ ભવ્ય સમારેહપૂર્વક જાય છે, જેઓશ્રીના પુણ્ય પ્રતાપે જિનશાસનની ધર્મસભાઓ હંમેશાં ગાજતી રહી છે તે પૂજ્યપાદ આચાર્યદેવશ્રી સમવસરણ મહામંદિરના મુખ્ય મુહૂદાતા શ્રી વિજયશેકચંદ્રસૂરીશ્વરજી મહારાજ વર્તમાન શાસનસમ્રાટ સમુદાયને વિશિષ્ટ ભક્તિભાવથી પ્રેરી રહ્યા છે. પૂજ્યશ્રીને જન્મ સુરત મુકામે સં. ૧૯૮૦ના શ્રાવણ વદ પાંચમે થયે હતે. પિતા શેઠશ્રી ચીમનલાલ ખીમચંદ સ્વરૂપચંદ સંઘવી અને માતા કમળાબહેન ધર્મપરાયણ અને ધર્મસહિષ્ણુ દંપતી હતાં. આ સંસ્કારવાર પુત્રોમાં પણ ઊતર્યો. સંસારી બંધુઓ-શાંતિભાઈ બાબુભાઈ કુસુમભાઈ, જયંતીભાઈ-સૌના તેઓ પ્રિય બંધુ હતા. જેન ધર્મના સંસ્કારે વચ્ચે ઉછેર થવાથી દેવદર્શન તથા પૂજા-વ્યાખ્યાનશ્રવણ વગેરે સહજ ભાવે થતાં રહ્યાં. આગળ જતાં, જપ-તપ, શાસ્ત્રાભ્યાસ, ચિંતન-મનન અને સ્વાધ્યાય જાણે કે તેમનાં આભૂષણ બની રહ્યાં ! પરિણામે ત્યાગવૈરાગ્યની ભાવના બલવત્તર બનતી ચાલી. સં. ૨૦૦૭ના વૈશાખ સુદ પાંચમના શુભ દિને દીક્ષા લીધી. અને સ્વ-પર કલ્યાણક તેમ જ સ્વાધ્યાયરત સાધનામય જીવનને આરંભ કર્યો. પૂજ્યશ્રીની નિશ્રામાં સુરત શહેરમાં સં. ૨૦૪૧ના ચાતુર્માસમાં જિનશાસનના ઇતિહાસમાં યાદગાર બની રહે એ રીતે સામુદાયિક ૪૦૦ સિદ્ધિતપની ભવ્ય આરાધના થઈ હતી. પૂજ્યશ્રીએ સૂરિમંત્રના પાંચમાં પ્રસ્થાનની દસ વાર આરાધના કરી છે. તેમ જ માસક્ષમણ, સિદ્ધિતપ જેવી આરાધના પણ સૂરિપદ પ્રાપ્ત કર્યા બાદ કરી છે. છેલ્લા કેટલાય સમયથી જિનશાસનમાં થતાં કેટલાયે વિશિષ્ટ કાર્યોનાં માંગલિક મુહૂર્તો પૂજ્યશ્રીના હસ્તે જ નીકળે છે. પૂ. આ. શ્રી વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મહારાજના તેઓશ્રી સંસરી પક્ષે વડીલબંધ થાય છે. બાલ્યકાળથી જ ધર્મસંસ્કાર દઢ થવાથી તેઓશ્રી કલાક સુધી જપ-જાપમાં નિમગ્ન રહી શકે છે. પરિણામે સમુદાયમાં પણ જપ-તપના ભવ્ય સમારંભે થાય છે. સં. ૨૦૪૨માં સુરતમાં જ સામુદાયિક ૩૦૦ વર્ષીતપની અનુપમ આરાધના થઈ હતી. સામુદાયિક વીશસ્થાનક તપની આરાધનામાં પણ ૨૦૦-૨૫૦ આરાધકે જોડાયા હતા. આ સર્વ તપનાં ભવ્ય ઉજમણાંઓએ તે વળી સોનામાં સુગંધ જેમ, શાસનપ્રભાવનામાં એર ઉમેરો કર્યો હતો. આ આરાધક મહાપુરુષને સં. ૨૦૨૪ના વૈશાખ સુદ ૧૦ના શુભ દિવસે સુરતમાં ગણિપદવી, સં. ૨૦૨૯ત્ના મહા સુદ ૧૧ના શુભ દિવસે અમદાવાદમાં પંન્યાસપદવી, સં. ૨૦૩૩ના ફાગણ સુદ ૩ના શુભ દિવસે સેજિત્રામાં ઉપાધ્યાયપદ અને સં. ૨૦૩૪ના ફાગણ સુદ ૩ના શુભ દિવસે મુલુન્ડ-મુંબઈમાં આચાર્ય પદ પ્રદાન કરવામાં આવ્યાં. પૂજ્યશ્રીના શિષ્ય પરિવારમાં પૂ. ગણિ શ્રી પુષ્પચંદ્રવિજયજી, પૂ. ગણિ શ્રી સોમચંદ્રવિજયજી, મુનિ શ્રી કૈલાસચંદ્રવિજ્યજી, મુનિશ્રી પ્રશમચંદ્રવિજયજી 2010_04 Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો-ર આદિ વિરાજે છે. પૂ. ગણિ શ્રી પુષ્પચંદ્રવિજયજીના શિષ્ય તપસ્વી મુનિ શ્રી પુણ્યચંદ્રવિજયજી છે. પૂ. ગણિ શ્રી સોમચંદ્રવિજયજી સંસારીયક્ષે તેઓશ્રીના ભત્રીજા થાય છે. પૂજ્ય સાગરજી મહારાજના સમુદાયમાં પૂ. સાધ્વીજી યશસ્વિનશ્રીજી સંસરીપક્ષે તેઓશ્રીનાં બહેન થાય છે. એટલું જ નહિ, પૂજ્યશ્રીના પ્રશિષ્યોની પણ ઉજજવલ પરંપરા છે. જાપાનના કેબે જિનાલયની તથા લેસ્ટરના જિનાલયની પ્રતિષ્ઠાનાં મંગલ મુહૂર્તો પૂજ્યશ્રીએ કાઢી આપ્યાં છે. એવા એ પ્રખર શાસનપ્રભાવક આચાર્યદેવને કેશિઃ વંદન ! શબ્દાદિ શાસ્ત્રતણું વિષયમાં જેહની પ્રતિભા ઘણું, વળી પૂર્ણિમાએ જન્મ સાધ્ય પૂર્ણતા વરવા ભણી; શ્રી દેવસૂરિચરણમલે મધુકર સમાજે ગુંજતા, લધુ હેમચંદ્ર શું અવતર્યા કલિકાલમાં ફરી દીસતા. પૂ. આચાર્ય શ્રી વિજયહેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ શીલની શોભા અને પ્રજ્ઞાની પ્રભા ક્યારેય ઝાંખી પડતી નથી. આ તે જીવન–સાધનાની સનાતન શક્તિ અને આત્માની અમરતાના ઓજસને પ્રગટાવનારું દિવ્ય રસાયણ છે. અને જે એની સાચા અંતરથી આરાધના કરે છે તેને એ આંતરિક ગુણસંપત્તિથી ન્યાલ કરી દે છે. સાધુતાને રાહ આ શીલ-પ્રાની સાધનાને ભવ્ય રાહ છે, અને એ રાહને પુણ્યયાત્રી બનેલે માનવી નિર્ભયતાનું કવચ, નિખાલસતાનું શસ્ત્ર અને નિર્દોષતાનું બળ ધારણ કરીને સંસારના સમરાંગણમાં વિજય પ્રાપ્ત કરે છે. એ અદ્ભુત વિજય, કે જેમાં કેઈને પરાભવ કરવાને બદલે, સૌની સાથેના વેર-વિરોધને શમાવી દે છે, વિશ્વના નાના-મોટા સમસ્ત જી સાથે મિત્રતાને મંગલકારી નાતે બાંધે છે. શીલ-પ્રજ્ઞા કે જ્ઞાનક્રિયાની સાધનાને આ રાહ એટલે સમતા, અહિંસા, કરુણા, વાત્સલ્ય અને સત્યને પામવાનો રાહ અને સચ્ચિદાનંદ મંગલ મંદિરનું પ્રવેશદ્વાર. છેક પ્રાચીન સમયથી કંઈક જીવનસાધક સંત આ માર્ગને સમજ અને ઉલ્લાસથી અપનાવતા રહ્યા છે, અને સાધુસંતોની પરંપરાને, નીતિ-સદાચારની ભાવનાને અને ધર્મ પ્રભાવનાની તને અખંડિત રાખતા રહ્યા છે. માનવજીવનને સફળ અને ઉજજવળ બનાવવાનું એક માત્ર આ જ માર્ગ છે. એ માર્ગથી અજાણ્યા કે એ માગને વીસરી જનારા વ્યક્તિ કે સમૂહ માનવજીવનને દાનવજીવનથી કે પશુ જીવનથી જુદું પાડતી ભેદરેખાને ભૂંસી નાખીને માનવજીવનની મહત્તા અને ગુણવત્તા ગુમાવી બેસે છે. દુનિયામાં ધર્મભાવનાની તને ઝળહળતી રાખીને માનવદેહ ધારીને સાચે માનવી બનવાને રાહ બતાવવામાં ભગવાન તીર્થકરોએ પ્રરૂપેલી શ્રમસંસ્કૃતિએ જે ફાળો આપે છે તે અસાધારણ અને અમૂલ્ય છે. પ્રત્યેક આમામાં પરમાત્મા કે પરમેશ્વર છુપાયો છે અને ધર્મપુરુષાર્થ અને એક્ષપુરુષાર્થને બળે કઈ પણ આત્મા પરમાત્મા બની શકે છે એવું જૈન ધર્મનું ઉદ્દબોધન ભગવાન તીર્થકરના ધર્મશાસનને અન્ય ધર્મશાસનથી જુદું પાડે છે, અને આ જ જૈનશાસનનું 2010_04