SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવંતો-ર આદિ વિરાજે છે. પૂ. ગણિ શ્રી પુષ્પચંદ્રવિજયજીના શિષ્ય તપસ્વી મુનિ શ્રી પુણ્યચંદ્રવિજયજી છે. પૂ. ગણિ શ્રી સોમચંદ્રવિજયજી સંસારીયક્ષે તેઓશ્રીના ભત્રીજા થાય છે. પૂજ્ય સાગરજી મહારાજના સમુદાયમાં પૂ. સાધ્વીજી યશસ્વિનશ્રીજી સંસરીપક્ષે તેઓશ્રીનાં બહેન થાય છે. એટલું જ નહિ, પૂજ્યશ્રીના પ્રશિષ્યોની પણ ઉજજવલ પરંપરા છે. જાપાનના કેબે જિનાલયની તથા લેસ્ટરના જિનાલયની પ્રતિષ્ઠાનાં મંગલ મુહૂર્તો પૂજ્યશ્રીએ કાઢી આપ્યાં છે. એવા એ પ્રખર શાસનપ્રભાવક આચાર્યદેવને કેશિઃ વંદન ! શબ્દાદિ શાસ્ત્રતણું વિષયમાં જેહની પ્રતિભા ઘણું, વળી પૂર્ણિમાએ જન્મ સાધ્ય પૂર્ણતા વરવા ભણી; શ્રી દેવસૂરિચરણમલે મધુકર સમાજે ગુંજતા, લધુ હેમચંદ્ર શું અવતર્યા કલિકાલમાં ફરી દીસતા. પૂ. આચાર્ય શ્રી વિજયહેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ શીલની શોભા અને પ્રજ્ઞાની પ્રભા ક્યારેય ઝાંખી પડતી નથી. આ તે જીવન–સાધનાની સનાતન શક્તિ અને આત્માની અમરતાના ઓજસને પ્રગટાવનારું દિવ્ય રસાયણ છે. અને જે એની સાચા અંતરથી આરાધના કરે છે તેને એ આંતરિક ગુણસંપત્તિથી ન્યાલ કરી દે છે. સાધુતાને રાહ આ શીલ-પ્રાની સાધનાને ભવ્ય રાહ છે, અને એ રાહને પુણ્યયાત્રી બનેલે માનવી નિર્ભયતાનું કવચ, નિખાલસતાનું શસ્ત્ર અને નિર્દોષતાનું બળ ધારણ કરીને સંસારના સમરાંગણમાં વિજય પ્રાપ્ત કરે છે. એ અદ્ભુત વિજય, કે જેમાં કેઈને પરાભવ કરવાને બદલે, સૌની સાથેના વેર-વિરોધને શમાવી દે છે, વિશ્વના નાના-મોટા સમસ્ત જી સાથે મિત્રતાને મંગલકારી નાતે બાંધે છે. શીલ-પ્રજ્ઞા કે જ્ઞાનક્રિયાની સાધનાને આ રાહ એટલે સમતા, અહિંસા, કરુણા, વાત્સલ્ય અને સત્યને પામવાનો રાહ અને સચ્ચિદાનંદ મંગલ મંદિરનું પ્રવેશદ્વાર. છેક પ્રાચીન સમયથી કંઈક જીવનસાધક સંત આ માર્ગને સમજ અને ઉલ્લાસથી અપનાવતા રહ્યા છે, અને સાધુસંતોની પરંપરાને, નીતિ-સદાચારની ભાવનાને અને ધર્મ પ્રભાવનાની તને અખંડિત રાખતા રહ્યા છે. માનવજીવનને સફળ અને ઉજજવળ બનાવવાનું એક માત્ર આ જ માર્ગ છે. એ માર્ગથી અજાણ્યા કે એ માગને વીસરી જનારા વ્યક્તિ કે સમૂહ માનવજીવનને દાનવજીવનથી કે પશુ જીવનથી જુદું પાડતી ભેદરેખાને ભૂંસી નાખીને માનવજીવનની મહત્તા અને ગુણવત્તા ગુમાવી બેસે છે. દુનિયામાં ધર્મભાવનાની તને ઝળહળતી રાખીને માનવદેહ ધારીને સાચે માનવી બનવાને રાહ બતાવવામાં ભગવાન તીર્થકરોએ પ્રરૂપેલી શ્રમસંસ્કૃતિએ જે ફાળો આપે છે તે અસાધારણ અને અમૂલ્ય છે. પ્રત્યેક આમામાં પરમાત્મા કે પરમેશ્વર છુપાયો છે અને ધર્મપુરુષાર્થ અને એક્ષપુરુષાર્થને બળે કઈ પણ આત્મા પરમાત્મા બની શકે છે એવું જૈન ધર્મનું ઉદ્દબોધન ભગવાન તીર્થકરના ધર્મશાસનને અન્ય ધર્મશાસનથી જુદું પાડે છે, અને આ જ જૈનશાસનનું Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249116
Book TitleVijay Ashokchandrasuriji
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherZ_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf
Publication Year1992
Total Pages2
LanguageGujarati
ClassificationArticle & Story
File Size95 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy