Book Title: Vidyalaya ange thodik Vicharana Author(s): Vallabhdas Nensibhai Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_ View full book textPage 3
________________ 238 શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ ગ્રંથ લયમાં ઘણાં ટ્રસ્ટ થવાથી તેનો લાભ ઘણા વિદ્યાથીઓ લઈ રહ્યા છે, અને પોતાના હાર્દિક આશીર્વાદ વરસાવી રહ્યાં છે. દેશમાં કેળવણીની માંગ દિનપ્રતિદિન વધતાં શ્રી મહાવીર વિદ્યાલયે સમયને પારખી મુંબઈ ઉપરાંત અમદાવાદ, પૂના, વડોદરા અને આણંદમાં તેની શાખાઓ શરૂ કરી, અને તેનો લાભ ન સમાજના વિદ્યાથીઓ અત્યારે સારા પ્રમાણમાં લઈ રહ્યા છે. શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં વિદ્યાથીઓને દાખલ કરવાનું ધોરણ બહુ ઊંચુ હાઈ ફર્સ્ટ કલાસ વિદ્યાર્થીને સહેલાઈથી પ્રવેશ મળી શકે છે, જ્યારે સેકન્ડ કલાસ તથા ઓછા માર્કસવાળા વિદ્યાર્થીઓને ટ્રસ્ટઔૉલરની સગવડથી જે અપૂર્વ લાભ મલી રહે છે તેથી તેઓ પોતાના કુટુંબને બોજારૂપ બન્યા વગર અભ્યાસ ચાલુ રાખી શકે છે. આવી ઉપયોગી સંસ્થાને આર્થિક ભીંસ ભોગવવી પડે તે સમાજના માટે યોગ્ય ન ગણાય એટલે એમાં અભ્યાસ પૂરે કરીને ધંધામાં જોડાયેલા ભાઈઓ તથા બહેનો એને હમેશાં યથાશક્તિ આર્થિક સહાય આપે અને અપાવવા માટે મહેનત લે તો વિદ્યાલયને બહ સુગમતા રહે. રબી શહેરમાં આસ, સાયન્સ, કોમર્સ, એનજીનીયરીંગ અને ડીપ્લોમા કોર્સની કોલેજે હાઈ ગુજરાત-સૌરાષ્ટ્રના ઘણા વિદ્યાર્થીઓને અહીંયા અભ્યાસ કરવા આવવું પડે છે. એટલે મારું નમ્ર સૂચન છે કે વિદ્યાલયની એક શાખા જે મોરબીમાં શરૂ કરવાનો વિચાર રાખવામાં આવે તે સૌરાષ્ટ્રમાં આ એક બહુ સારું ક્ષેત્ર છે. વિદ્યાલયમાં વિદ્યાર્થીઓની સંસ્કારિતા ઉપર ધ્યાન અપાતું હોવાથી તેમાં રહેનાર વિદ્યાથી વિનયવંત અને વિવેકી થઈને બહાર આવે છે. અને અત્યારે વિદ્યાર્થીવર્ગનાં જે અદલને થઈ રહ્યાં છે તેમાંથી આ વિદ્યાથીઓ, ધાર્મિક અભ્યાસ તેમ જ તેમને મળેલા સંસ્કારોને કારણે, અલિપ્ત રહી શક્યા છે. શિક્ષણના કાર્યને વેગ આપી જૈન શાસનને ડંકે જગતમાં ફરકાવવો હોય તે તમારું ધન વિદ્યાલય જેવી સંસ્થાને આપે. કારણ કે વિદ્યાદાન જેવું એકે દાન નથી. પૂજ્ય વલભસૂરિજી મહારાજે કહ્યું છે તેમ વિદ્યાલય જૈન સમાજની શાન છે, પ્રવૃત્તિની પારાશીશી છે, શ્રમની સિદ્ધિ છે, અને આદર્શની ઇમારત છે. - અંતમાં વિદ્યાલયના આદ્ય પ્રેરક સ્વ. પૂ. આ. વિજયવલ્લભસૂરિજી મહારાજશ્રીને કેટીશઃ વંદન સાથે શાસનદેવ પ્રત્યે પ્રાર્થના છે કે આ સંસ્થા સદા સર્વદા પ્રવૃત્તિમાન અને વિકાસશીલ છે અને દેશની તથા સમાજની સેવામાં વિશેષ સહાયભૂત હે! મોરબીતા. 3-1-68. દર જ જો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3