Book Title: Vidyalaya ange thodik Vicharana Author(s): Vallabhdas Nensibhai Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_ Catalog link: https://jainqq.org/explore/230228/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ વિદ્યાલય અંગે થેાડીક વિચારણા લેખક : શ્રી ડૉ. વલ્લભદાસ નેણસીભાઈ મહેતા || નમો નમો નાતિવાચરસ || કેળવણીની પ્રધાનતાના ચાલુ જમાનામાં જ્યારે કેળવણી લેનારાની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે તે વખતે કેળવણીની પ્રગતિમાં બેડિ ંગેા અને વિદ્યાલયેા અગત્યના ભાગ ભજવે છે. કેળવણીના વિચાર કરતી વખતે આવી જાતનાં વિદ્યાલયેા કેવી રીતે જનસમાજને ઉપયોગી થઈ પડે તેમ છે, તે વિચાર કરવાનું ખૂબ જ જરૂરી છે. કારણ કે આપણી કામના મધ્યમ અને સાધારણ સ્થિતિને મોટો ભાગ આવી સંસ્થા મારફત જ કેળવણી લઈ શકે છે. આવાં વિદ્યાલયેામાં રહીને વિદ્યાથી એ આછા ખર્ચે સારી રીતે રહી શકે તે માટે વિદ્યાલયેાની જરૂરિયાત અનિવાય છે. સ્કૂલની--કૉલેજની કેળવણીમાં તે ફક્ત માનસિક તથા જરૂર પૂરતી વ્યાવહારિક કેળવણી મેળવી શકાય છે, જ્યારે આવાં વિદ્યાલયેામાં શારીરિક અને નૈતિક તેમ જ ધાર્મિક કેળવણી મળવાથી વિદ્યાથી આની શક્તિઓને વિશેષ વિકાસ થાય છે. વિદ્યાથીએ સાથે રહી અભ્યાસ કરે અને પેાતાનું જીવન આવી સંસ્થાએમાં પસાર કરે તેમાં અનેક જાતના લાભે। સમાયેલા છે. તેએની માનસિક શક્તિ કેળવવા માટે શાળાઓમાં અને કોલેજોમાં ઘણેા જ ટૂંક સમય મળતા હેાવાથી પરીક્ષાપૂરતા જ અભ્યાસક્રમ ગેાઠવવામાં આવે છે; જ્યારે વિદ્યાલયેામાં માનસિક ઉપરાંત શારીરિક તેમ જ ધાર્મિક અભ્યાસના પ્રમધ હાઈ આવી સંસ્થા વિશેષ ઉપયાગી નીવડે છે. આવી જાતનાં વિદ્યાલયેાના હેતુ શે। હાવા જોઈ એ તે ખાસ વિચારવા લાયક ખાખત છે. આવી સસ્થાઓ મારફત શિક્ષણ લેવાના મુખ્ય ઉદ્દેશ દરેક વિદ્યાર્થીના ચારિત્રના વિકાસના હોવા જોઈ એ——પછી ભલે આ મુખ્ય હેતુની સાથે ત્રીજા નાનામેટા હેતુએ સકળાયેલા હૈાય. મતલ" કે વિદ્યાર્થી સેવા, સયમ અને સ્વાશ્રયનું મહત્ત્વ સમજીને જીવનમાં એને અપનાવી શકે અને પેાતાની જાત, કુટુંબ તથા દેશ તરફે પાતાનું ક બ્ય ખરાબર રીતે અદા કરી શકે એવી કેળવણી એને મળવી જોઈએ અને તે ફક્ત આવી સસ્થાઓ મારફત જ મળી શકે છે. Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી ડો. વલ્લભદાસ નેણસીભાઈ મહેતા વિદ્યાલય અંગે થોડીક વિચારણા ર૩૭ અભ્યાસને ઉદ્દેશ શું છે? વિચાર-વિનિમય કે ચર્ચા-વિચારણા આદિથી જ્ઞાનને કસવું અને પ્રગટ કરવું. માત્ર પુસ્તકો ગોખી જવાથી કાંઈ વળતું નથી. આજની કેળવણી માણસના દિલને જે બગાડો કરે છે તેને દૂર કરવા ધાર્મિક અભ્યાસ આવશ્યક છે; તે માટે આવાં વિદ્યાલયો સ્થાપવામાં આવે છે. વિદ્યાલયનો એક હેતુ માણસનું વ્યક્તિત્વ ખીલવવું એ પણ છે. સહનિવાસ અને સહાધ્યયનનાં સંસ્મરણો મીઠાં હોય છે. તેમાં વિદ્યાર્થીઓ વિચારોની આપ-લે કરે છે, આદર્શો ઘડે છે અને શું બનવું તેનાં સ્વપ્ન સેવે છે. નિશાળમાં અગર કોલેજમાં તો ફક્ત ચાર કે પાંચ કલાક સાથે રહી શકે છે, જ્યારે વિદ્યાલમાં ગ્રેવીસ કલાક ભેગાં રહેવાનું એટલે એકબીજાને સારી રીતે ઓળખી શકે અને સંગઠન અને શિસ્ત સાધી શકે. ઉપર રચવ્યું તે પ્રમાણે શ્રી મહાવીર જૈન વિદ્યાલય એ જૈન સમાજના વિદ્યાર્થીઓ માટે એક આશીર્વાદ સમાન સંસ્થા છે. આજથી બાસઠ વર્ષ પૂર્વે–સને ૧૯૦૬માં ગુજ. રાત-કાઠિયાવાડના અમે દસ-બાર વિદ્યાથીએ જ્યારે કૉલેજના અભ્યાસ માટે મુંબઈ ગયેલા ત્યારે ત્યાં શ્વેતાંબર અગર સ્થાનકવાસી કઈ પણ બેડિગ હસ્તી ધરાવતી ન હતી, એટલે અમો બહુ જ મુશ્કેલીમાં મુકાઈ ગયેલા. પણ સદ્દભાગ્યે દિગંબર સંપ્રદાયની તારદેવ ઉપર આવેલી હીરાચંદ ગુમાનજીની જૈન બોર્ડિગમાં છેડી જગ્યાઓ ખાલી હતી એટલે ત્યાંના સંચાલક શેઠ માણેકચંદ પાનાચંદભાઈને અમારી મુશ્કેલીની વાત કહી એટલે તેમણે ઘણી ખુશીથી બોડિંગમાં રહેવાની સંમતિ આપી. એટલે અમે જુદાં જુદાં શહેરોના વિદ્યાર્થીઓ સાથે રહીને અભ્યાસ કરી શક્યા. એ વખતે ઉચ્ચ કક્ષાનો અભ્યાસ કરનારની સંખ્યા બહુ અ૯૫ રહેતી, છતાં આપણું કેઈ બેડિંગને અભાવ અમને બહુ સાલતો હતો. ઉત્તરોત્તર અભ્યાસીઓની સંખ્યા વધતા જતાં વિદ્યાર્થીઓને ઘણી અગવડતા જણાવા લાગી એટલે સંવત ૧૯૭૧–સને ૧૯૧૫ માં–જેન કોમના સદ્દભાગ્યે, પ. પૂ. પ્રાતઃસ્મરણીય દીર્ઘદશી આચાર્ય વિજય વલ્લભસૂરિજી મહારાજ સાહેબને એવી પ્રેરણા થઈ આવી કે જે વ્યક્તિ અને સમાજ શિક્ષણમાં અગ્રેસર હશે તે બધી લાઈનમાં અગ્રેસર થઈ શકશે. તેઓશ્રીની આ પ્રેરણા શ્રીસંઘે સહર્ષ ઝીલી લીધી અને તેને પૂરતી સહાય આપી પ્રગતિશીલ બનાવી. આ રીતે આ સંસ્થાએ ઉત્તરોત્તર પ્રગતિ સાધતાં તેની સુવર્ણ જયંતી ઊજવવા ભાગ્યશાલી થયેલા છીએ. આ સ સ્થા દ્વારા ઉચ્ચ શિક્ષણ અને સ કાર પામેલા સેકડો વિદ્યાર્થીઓ ભારત અને પરદેશમાં જુદા જુદા સ્થળે ધંધા અને નોકરી સાથે ધર્મ અને સેવાના ક્ષેત્રે સારી સુવાસ ફેલાવી રહ્યા છે. ચાલુ જમાનાની આર્થિક પરિસ્થિતિને વિચાર કરતાં અસહા મેઘવારીમાં ઉચ્ચ શિક્ષણનું ખર્ચ મધ્યમવર્ગના માનવીઓ ક્યાંથી કરી શકે તેને વિચાર કરતાં શ્રી મહાવીર જૈન વિદ્યાલયની ઉપયોગિતાને સાચે ખ્યાલ આવી શકે છે બાસઠ વર્ષ પહેલાં ઉચ્ચ અભ્યાસમાં વાર્ષિક રૂ. ૫૦૦ થી ૬૦૦ જેટલું ખર્ચ થતું જ્યારે અત્યારે રૂા. ૨૦૦૦થી પણ વધારે ખર્ચ આવે છે. એ વખતે મધ્યમવર્ગના વિદ્યાથને લેનરૂપે એક જ સંસ્થા શ્રી ધરમચંદ ઉદયચંદ એજ્યુકેશન ફંડમાંથી તે ફેડના સંચાલક મુરબ્બી જીવણચંદભાઈ (હાલ મુનિ શ્રી જિનભદ્રવિજયજી) જરૂર પૂરતી સહાય કરી વિદ્યાર્થીઓને અભ્યાસ કરવાની સારી એવી અનુકૂળતા કરી આપતા. હાલ વિદ્યા Page #3 -------------------------------------------------------------------------- ________________ 238 શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ ગ્રંથ લયમાં ઘણાં ટ્રસ્ટ થવાથી તેનો લાભ ઘણા વિદ્યાથીઓ લઈ રહ્યા છે, અને પોતાના હાર્દિક આશીર્વાદ વરસાવી રહ્યાં છે. દેશમાં કેળવણીની માંગ દિનપ્રતિદિન વધતાં શ્રી મહાવીર વિદ્યાલયે સમયને પારખી મુંબઈ ઉપરાંત અમદાવાદ, પૂના, વડોદરા અને આણંદમાં તેની શાખાઓ શરૂ કરી, અને તેનો લાભ ન સમાજના વિદ્યાથીઓ અત્યારે સારા પ્રમાણમાં લઈ રહ્યા છે. શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં વિદ્યાથીઓને દાખલ કરવાનું ધોરણ બહુ ઊંચુ હાઈ ફર્સ્ટ કલાસ વિદ્યાર્થીને સહેલાઈથી પ્રવેશ મળી શકે છે, જ્યારે સેકન્ડ કલાસ તથા ઓછા માર્કસવાળા વિદ્યાર્થીઓને ટ્રસ્ટઔૉલરની સગવડથી જે અપૂર્વ લાભ મલી રહે છે તેથી તેઓ પોતાના કુટુંબને બોજારૂપ બન્યા વગર અભ્યાસ ચાલુ રાખી શકે છે. આવી ઉપયોગી સંસ્થાને આર્થિક ભીંસ ભોગવવી પડે તે સમાજના માટે યોગ્ય ન ગણાય એટલે એમાં અભ્યાસ પૂરે કરીને ધંધામાં જોડાયેલા ભાઈઓ તથા બહેનો એને હમેશાં યથાશક્તિ આર્થિક સહાય આપે અને અપાવવા માટે મહેનત લે તો વિદ્યાલયને બહ સુગમતા રહે. રબી શહેરમાં આસ, સાયન્સ, કોમર્સ, એનજીનીયરીંગ અને ડીપ્લોમા કોર્સની કોલેજે હાઈ ગુજરાત-સૌરાષ્ટ્રના ઘણા વિદ્યાર્થીઓને અહીંયા અભ્યાસ કરવા આવવું પડે છે. એટલે મારું નમ્ર સૂચન છે કે વિદ્યાલયની એક શાખા જે મોરબીમાં શરૂ કરવાનો વિચાર રાખવામાં આવે તે સૌરાષ્ટ્રમાં આ એક બહુ સારું ક્ષેત્ર છે. વિદ્યાલયમાં વિદ્યાર્થીઓની સંસ્કારિતા ઉપર ધ્યાન અપાતું હોવાથી તેમાં રહેનાર વિદ્યાથી વિનયવંત અને વિવેકી થઈને બહાર આવે છે. અને અત્યારે વિદ્યાર્થીવર્ગનાં જે અદલને થઈ રહ્યાં છે તેમાંથી આ વિદ્યાથીઓ, ધાર્મિક અભ્યાસ તેમ જ તેમને મળેલા સંસ્કારોને કારણે, અલિપ્ત રહી શક્યા છે. શિક્ષણના કાર્યને વેગ આપી જૈન શાસનને ડંકે જગતમાં ફરકાવવો હોય તે તમારું ધન વિદ્યાલય જેવી સંસ્થાને આપે. કારણ કે વિદ્યાદાન જેવું એકે દાન નથી. પૂજ્ય વલભસૂરિજી મહારાજે કહ્યું છે તેમ વિદ્યાલય જૈન સમાજની શાન છે, પ્રવૃત્તિની પારાશીશી છે, શ્રમની સિદ્ધિ છે, અને આદર્શની ઇમારત છે. - અંતમાં વિદ્યાલયના આદ્ય પ્રેરક સ્વ. પૂ. આ. વિજયવલ્લભસૂરિજી મહારાજશ્રીને કેટીશઃ વંદન સાથે શાસનદેવ પ્રત્યે પ્રાર્થના છે કે આ સંસ્થા સદા સર્વદા પ્રવૃત્તિમાન અને વિકાસશીલ છે અને દેશની તથા સમાજની સેવામાં વિશેષ સહાયભૂત હે! મોરબીતા. 3-1-68. દર જ જો