SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ડો. વલ્લભદાસ નેણસીભાઈ મહેતા વિદ્યાલય અંગે થોડીક વિચારણા ર૩૭ અભ્યાસને ઉદ્દેશ શું છે? વિચાર-વિનિમય કે ચર્ચા-વિચારણા આદિથી જ્ઞાનને કસવું અને પ્રગટ કરવું. માત્ર પુસ્તકો ગોખી જવાથી કાંઈ વળતું નથી. આજની કેળવણી માણસના દિલને જે બગાડો કરે છે તેને દૂર કરવા ધાર્મિક અભ્યાસ આવશ્યક છે; તે માટે આવાં વિદ્યાલયો સ્થાપવામાં આવે છે. વિદ્યાલયનો એક હેતુ માણસનું વ્યક્તિત્વ ખીલવવું એ પણ છે. સહનિવાસ અને સહાધ્યયનનાં સંસ્મરણો મીઠાં હોય છે. તેમાં વિદ્યાર્થીઓ વિચારોની આપ-લે કરે છે, આદર્શો ઘડે છે અને શું બનવું તેનાં સ્વપ્ન સેવે છે. નિશાળમાં અગર કોલેજમાં તો ફક્ત ચાર કે પાંચ કલાક સાથે રહી શકે છે, જ્યારે વિદ્યાલમાં ગ્રેવીસ કલાક ભેગાં રહેવાનું એટલે એકબીજાને સારી રીતે ઓળખી શકે અને સંગઠન અને શિસ્ત સાધી શકે. ઉપર રચવ્યું તે પ્રમાણે શ્રી મહાવીર જૈન વિદ્યાલય એ જૈન સમાજના વિદ્યાર્થીઓ માટે એક આશીર્વાદ સમાન સંસ્થા છે. આજથી બાસઠ વર્ષ પૂર્વે–સને ૧૯૦૬માં ગુજ. રાત-કાઠિયાવાડના અમે દસ-બાર વિદ્યાથીએ જ્યારે કૉલેજના અભ્યાસ માટે મુંબઈ ગયેલા ત્યારે ત્યાં શ્વેતાંબર અગર સ્થાનકવાસી કઈ પણ બેડિગ હસ્તી ધરાવતી ન હતી, એટલે અમો બહુ જ મુશ્કેલીમાં મુકાઈ ગયેલા. પણ સદ્દભાગ્યે દિગંબર સંપ્રદાયની તારદેવ ઉપર આવેલી હીરાચંદ ગુમાનજીની જૈન બોર્ડિગમાં છેડી જગ્યાઓ ખાલી હતી એટલે ત્યાંના સંચાલક શેઠ માણેકચંદ પાનાચંદભાઈને અમારી મુશ્કેલીની વાત કહી એટલે તેમણે ઘણી ખુશીથી બોડિંગમાં રહેવાની સંમતિ આપી. એટલે અમે જુદાં જુદાં શહેરોના વિદ્યાર્થીઓ સાથે રહીને અભ્યાસ કરી શક્યા. એ વખતે ઉચ્ચ કક્ષાનો અભ્યાસ કરનારની સંખ્યા બહુ અ૯૫ રહેતી, છતાં આપણું કેઈ બેડિંગને અભાવ અમને બહુ સાલતો હતો. ઉત્તરોત્તર અભ્યાસીઓની સંખ્યા વધતા જતાં વિદ્યાર્થીઓને ઘણી અગવડતા જણાવા લાગી એટલે સંવત ૧૯૭૧–સને ૧૯૧૫ માં–જેન કોમના સદ્દભાગ્યે, પ. પૂ. પ્રાતઃસ્મરણીય દીર્ઘદશી આચાર્ય વિજય વલ્લભસૂરિજી મહારાજ સાહેબને એવી પ્રેરણા થઈ આવી કે જે વ્યક્તિ અને સમાજ શિક્ષણમાં અગ્રેસર હશે તે બધી લાઈનમાં અગ્રેસર થઈ શકશે. તેઓશ્રીની આ પ્રેરણા શ્રીસંઘે સહર્ષ ઝીલી લીધી અને તેને પૂરતી સહાય આપી પ્રગતિશીલ બનાવી. આ રીતે આ સંસ્થાએ ઉત્તરોત્તર પ્રગતિ સાધતાં તેની સુવર્ણ જયંતી ઊજવવા ભાગ્યશાલી થયેલા છીએ. આ સ સ્થા દ્વારા ઉચ્ચ શિક્ષણ અને સ કાર પામેલા સેકડો વિદ્યાર્થીઓ ભારત અને પરદેશમાં જુદા જુદા સ્થળે ધંધા અને નોકરી સાથે ધર્મ અને સેવાના ક્ષેત્રે સારી સુવાસ ફેલાવી રહ્યા છે. ચાલુ જમાનાની આર્થિક પરિસ્થિતિને વિચાર કરતાં અસહા મેઘવારીમાં ઉચ્ચ શિક્ષણનું ખર્ચ મધ્યમવર્ગના માનવીઓ ક્યાંથી કરી શકે તેને વિચાર કરતાં શ્રી મહાવીર જૈન વિદ્યાલયની ઉપયોગિતાને સાચે ખ્યાલ આવી શકે છે બાસઠ વર્ષ પહેલાં ઉચ્ચ અભ્યાસમાં વાર્ષિક રૂ. ૫૦૦ થી ૬૦૦ જેટલું ખર્ચ થતું જ્યારે અત્યારે રૂા. ૨૦૦૦થી પણ વધારે ખર્ચ આવે છે. એ વખતે મધ્યમવર્ગના વિદ્યાથને લેનરૂપે એક જ સંસ્થા શ્રી ધરમચંદ ઉદયચંદ એજ્યુકેશન ફંડમાંથી તે ફેડના સંચાલક મુરબ્બી જીવણચંદભાઈ (હાલ મુનિ શ્રી જિનભદ્રવિજયજી) જરૂર પૂરતી સહાય કરી વિદ્યાર્થીઓને અભ્યાસ કરવાની સારી એવી અનુકૂળતા કરી આપતા. હાલ વિદ્યા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230228
Book TitleVidyalaya ange thodik Vicharana
Original Sutra AuthorN/A
AuthorVallabhdas Nensibhai
PublisherZ_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_
Publication Year
Total Pages3
LanguageGujarati
ClassificationArticle & Society
File Size402 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy