SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ વિદ્યાલય અંગે થેાડીક વિચારણા લેખક : શ્રી ડૉ. વલ્લભદાસ નેણસીભાઈ મહેતા || નમો નમો નાતિવાચરસ || કેળવણીની પ્રધાનતાના ચાલુ જમાનામાં જ્યારે કેળવણી લેનારાની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે તે વખતે કેળવણીની પ્રગતિમાં બેડિ ંગેા અને વિદ્યાલયેા અગત્યના ભાગ ભજવે છે. કેળવણીના વિચાર કરતી વખતે આવી જાતનાં વિદ્યાલયેા કેવી રીતે જનસમાજને ઉપયોગી થઈ પડે તેમ છે, તે વિચાર કરવાનું ખૂબ જ જરૂરી છે. કારણ કે આપણી કામના મધ્યમ અને સાધારણ સ્થિતિને મોટો ભાગ આવી સંસ્થા મારફત જ કેળવણી લઈ શકે છે. આવાં વિદ્યાલયેામાં રહીને વિદ્યાથી એ આછા ખર્ચે સારી રીતે રહી શકે તે માટે વિદ્યાલયેાની જરૂરિયાત અનિવાય છે. સ્કૂલની--કૉલેજની કેળવણીમાં તે ફક્ત માનસિક તથા જરૂર પૂરતી વ્યાવહારિક કેળવણી મેળવી શકાય છે, જ્યારે આવાં વિદ્યાલયેામાં શારીરિક અને નૈતિક તેમ જ ધાર્મિક કેળવણી મળવાથી વિદ્યાથી આની શક્તિઓને વિશેષ વિકાસ થાય છે. વિદ્યાથીએ સાથે રહી અભ્યાસ કરે અને પેાતાનું જીવન આવી સંસ્થાએમાં પસાર કરે તેમાં અનેક જાતના લાભે। સમાયેલા છે. તેએની માનસિક શક્તિ કેળવવા માટે શાળાઓમાં અને કોલેજોમાં ઘણેા જ ટૂંક સમય મળતા હેાવાથી પરીક્ષાપૂરતા જ અભ્યાસક્રમ ગેાઠવવામાં આવે છે; જ્યારે વિદ્યાલયેામાં માનસિક ઉપરાંત શારીરિક તેમ જ ધાર્મિક અભ્યાસના પ્રમધ હાઈ આવી સંસ્થા વિશેષ ઉપયાગી નીવડે છે. આવી જાતનાં વિદ્યાલયેાના હેતુ શે। હાવા જોઈ એ તે ખાસ વિચારવા લાયક ખાખત છે. આવી સસ્થાઓ મારફત શિક્ષણ લેવાના મુખ્ય ઉદ્દેશ દરેક વિદ્યાર્થીના ચારિત્રના વિકાસના હોવા જોઈ એ——પછી ભલે આ મુખ્ય હેતુની સાથે ત્રીજા નાનામેટા હેતુએ સકળાયેલા હૈાય. મતલ" કે વિદ્યાર્થી સેવા, સયમ અને સ્વાશ્રયનું મહત્ત્વ સમજીને જીવનમાં એને અપનાવી શકે અને પેાતાની જાત, કુટુંબ તથા દેશ તરફે પાતાનું ક બ્ય ખરાબર રીતે અદા કરી શકે એવી કેળવણી એને મળવી જોઈએ અને તે ફક્ત આવી સસ્થાઓ મારફત જ મળી શકે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230228
Book TitleVidyalaya ange thodik Vicharana
Original Sutra AuthorN/A
AuthorVallabhdas Nensibhai
PublisherZ_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_
Publication Year
Total Pages3
LanguageGujarati
ClassificationArticle & Society
File Size402 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy