Book Title: Veerprabhuna Vachano
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 12
________________ काले कालं समायरे । કાર્ય કરી લેવું જોઈએ. કાળરૂપી આખલાને શિંગડેથી પકડીને વશ રાખવો જોઈએ. જેઓ અવસર ચૂકે છે તેમને નિરાશ થવાનો વખત આવે છે. રાંડ્યા પછી ડહાપણ આવે છે. સમયનો ત્વરિત સદુપયોગ કરી લેવા માટે ઠેઠ પ્રાચીનકાળથી બોધવચનો પ્રચલિત છે, કારણ કે સમયનો અનુભવ સર્વકાલીન છે. ન ાર્યાન્નમતિપાતયેત્ । (કાર્યકાળને વેડફી ન નાખો.) ન ાનમતિવર્તો મહાન્ત: સ્વેષુ ર્મપુ। (મહાન માણસો પોતાના કાર્યમાં કાળનું અતિક્રમણ નથી કરતા અર્થાત્ વિલંબ નથી કરતા.) પ્રકૃતિના નિયમો છે. એ નિયમોની સતત અવગણના કરનારની પછી પ્રકૃતિ અવગણના કરે છે. અકાળે ખાવું, અકાળે જાગવું, અકાળે ઊંઘવું એ બધી વિપરીત ક્રિયાઓનાં પરિણામ મનુષ્યને ભોગવવાં પડે છે. જ્યાં કાળની બાબતમાં માણસ નિયમિત છે ત્યાં પ્રકૃતિ પણ એને સહાય કરે છે. જળ, વાયુ, પ્રકાશ વગેરેના સહારે વ્યવસાય કરનારા ખેડૂત, નાવિક વગેરેને એનો અનુભવ હોય છે. Strike when the iron is hot Make hay when the sun shines જેવી કહેવતો પ્રચલિત છે. જે માણસ સમયની બાબતમાં સભાન છે તે પોતાનાં કાર્યોનું આયોજન વ્યવસ્થિત રીતે કરી લે છે. વિશ્વના મહાપુરુષોના જીવનનો ઇતિહાસ જોઈએ તો જણાશે કે તેઓએ પોતાના સમયને બરબાદ કર્યો નથી. જેઓ સમય બરબાદ કરે છે તેઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 368