Book Title: Vadnagar ni Shilpa Samruddhi Author(s): Ramanlal N Mehta Publisher: Z_Vijay_Vallabh_suri_Smarak_Granth_012060.pdf View full book textPage 2
________________ ૧૩૮ આચાર્ય વિજ્યવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ તથા કમર નીચેનો ભાગ નિર્બળ દેખાય છે. આ યુગનાં શિલ્પોમાં રેતીના પથ્થરનું મસ્તક, શીસ્ટનું અણઓળખાયેલું શિલ્પ તથા નાગ છત્રવાળી માતાની પ્રતિમા, અરજણબારી બહારની ઉત્તર બાજુની ભીંતપરની પટ્ટિકા, હળધર, વરાહ, સસમાતૃકા, ગણપતિ, કાર્તિકેય અને શીતળા માતાનાં મંદિરની છતનાં શિલ્પો તથા શર્મિષ્ઠા તળાવની પાળોમાં જડેલાં કેટલાંક શિલ્પો છે. બીજા વિભાગનાં શિલ્પોનું વિધાન પહેલા યુગનાં શિલ્પો જેટલું સુંદર નથી. આ યુગમાં આભૂષણોનું પ્રમાણ વધુ છે. માનવશરીરનાં આલેખનમાં ધડ પગના પ્રમાણમાં કંઈક ટૂંકું અને પગ પાતળા તથા લાંબા હોય છે અને શરીરનો વળાંક પણ કેટલીક વાર અકુદરતી લાગે એવો હોય છે. આ યુગનાં ઘણાં શિલ્પો એકસરખાં, વિવિધ વ્યક્તિત્વ સિવાયનાં હોય છે. પરંતુ આ શિલ્પોમાં ખાસ કરીને નરથરમાં વિષયોની વિવિધતા ખૂબ આકર્ષક છે. આ યુગમાં મોટાં શિલ્પો એકધારો, ખૂબ આભૂષણોથી સજજ અને જથ્થાબંધ ઉત્પન્ન કરવામાં આવતાં હોય એમ લાગે છે. આ યુગની શરૂઆતનાં શિલ્પોમાં આગલા યુગના ઉત્તરકાળની ખૂબ અસર છે પરંતુ પાછલા ભાગમાં આ યુગનાં શિલ્પોનાં ઘણાંખરાં લાક્ષણિક તત્ત્વો દેખા દે છે, અને તેમાં નાની નાની વિગતોને વધુ વિકસાવવામાં આવે છે. આ વિભાગની નકશીમાં પણ વિવિધતા છે. આ વિભાગનાં શિલ્પો વડનગરનાં તોરણ (નરસિંહ મહેતાની ચોરી), કિલ્લાની ભીંતો, ઘાસકોલ દરવાજા બહાર તથા ગામમાં ઘણી જગ્યાએ રખડતા નજરે પડે છે. - ત્રીજા વિભાગનાં શિલ્પોમાં બીજા યુગની લાક્ષણિકતા ચાલી આવે છે, પરંતુ આ યુગનાં શિલ્પો વધુ નિર્જીવ અને ભાવવિનાનાં લાગે છે. આ યુગની કોતરણી કંઈક નબળી છે અને એમાં આગલા યુગનું વિષયવૈવિધ્ય નથી. આ યુગમાં પુરાણ અને મહાભારત–રામાયણનાં પાત્રો, અવતારો વગેરેનાં શિ૯૫નું મોટું પ્રમાણ જોવામાં આવે છે. નર્તકીઓ, વ્યાધ્રો અને નકશીકામમાં ગત યુગની અસર અહીં સ્પષ્ટ રીતે દેખાય છે અને આ વિષયમાં ગતયુગના નમૂનાઓની નકલ થઈ હોય એમ લાગે છે, મંદિરનાં સુશોભનાર્થ વપરાયેલાં આ શિલ્પોની સમગ્ર અસર એકંદર સારી થાય છે પરંતુ વ્યક્તિગત શિલ્પ ગતયુગોની સરખામણીમાં નિર્બળ છે. આ યુગનાં કેટલાંક શિલ્પોમાં મુસલમાન કાળનાં વસ્ત્રો દેખા દે છે ત્યારે બીજા શિ૯પો ગતયુગનાં વસ્ત્રો દર્શાવે છે. આ વિભાગનાં શિલ્પો ખાસ કરીને હાટકેશ્વર અને બીજાં પાછળથી બંધાયેલાં મંદિરો જોવામાં આવે છે. વડનગરનાં શિલ્પોનો અભ્યાસ કરતાં લાગે છે કે ગુજરાતની શિલ્પકળા તેના સમગ્ર ઐતિહાસિક યુગમાં સુવિકસિત હતી. શિ૯૫ જે તે યુગની કળાશૈલીને અનુસરતાં હતાં. પહેલા વિભાગનાં શિલ્પો સામાન્યતઃ ગુજરાત અને તેની આજુબાજુના પ્રદેશના તે કાળનાં શિ૯પો સાથે ઘણું સામ્ય ધરાવે છે. ખાસ કરીને અરજણબારી પાસેની શિ૯૫૫ટિકાનાં શિ૯પો વડોદરા પાસેથી અકોટામાંથી મળેલાં જૈન તામ્રશિ૯પો સાથે સામ્ય ધરાવે છે. આ નિકટવર્તી સામ્ય ચાલુક્ય સમય પહેલાં ગુજરાતમાં એક સમાન કલાપ્રવાહ હતો તેની સાક્ષી આપે છે. આ કલાપ્રવાહ ગુમોના જમાનામાં દૃઢ થયો અને આ પ્રદેશમાં વિસ્તર્યો. - બીજા વિભાગનાં શિલ્પો ચાલુક્ય સમયનાં જૈન અને જૈનેતર શિ૯૫ની જ શૈલીનાં છે. ત્રીજા વિભાગનાં શિલ્પો પણ ગુજરાતની ભથ્થોત્તર શિલ્પકળાની સમૃદ્ધિનાં સૂચક છે. આ યુગમાં ગુજરાતમાં કળા સુદર છવંત રાખવામાં જૈનોનો ઘણો મોટો ફાળો હતો. મુસલમાનોના હુમલા, તેમજ રાજ્યપરિવર્તનની અશાંતિના કઠણ કાળમાં જીવતી આ કલા ગતયુગોની પ્રફુલ્લતાને બદલે કંઈક હતાશા સાથે ઈહલોકના આનંદને બદલે પારલૌકિક સુખની વાંછના કરતી હોય એમ લાગે છે. આ યુગનો કલાકાર સારો અભ્યાસી હોઈ તત્કાલીન સમાજનાં વસ્ત્રો–પહેરવેશને પોતાની કળામાં વણી લે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4