Book Title: Vadnagar ni Shilpa Samruddhi
Author(s): Ramanlal N Mehta
Publisher: Z_Vijay_Vallabh_suri_Smarak_Granth_012060.pdf
Catalog link: https://jainqq.org/explore/211879/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ વડનગરની શિલ્પસમૃદ્ધિ શ્રી રમણલાલ નાગરજી મહેતા નાગરોનું આદિ નિવાસરથાન વડનગર મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકામાં આવેલું છે. વડનગર શર્મિષ્ઠા તળાવના પશ્ચિમ અને દક્ષિણ કાંઠા પર વસેલું કેન્દ્રિત કિલ્લેબંદ નગર છે. સ્કંદપુરાણાન્તર્ગત નાગરખંડ આ નગરને ખૂબ પ્રાચીન દર્શાવે છે; અને તેનાં ચમત્કારપુર, નગર, આનંદપુર, આનર્તપુર વગેરે નામો આપે છે, તથા તેની ઉત્પત્તિ માટે અનેક વાતો દર્શાવે છે. આ બધી વાતો, વધુ પુરાવા સિવાય પુરવાર થઈ શકે એમ નથી. વડનગરનાં આનંદપુર અને આનર્તપુર વગેરે નામો મૈત્રકો અને રાષ્ટ્રકૂટોનાં તામ્રપત્રોમાં મળે છે. વડનગરનું સૌથી પ્રથમ વર્ણન હ્યુ એન સંગ નામના ચીની મુસાફરે કર્યું છે. તેમણે વડનગરને સમૃદ્ધ અને સાડા ત્રણ માઈલના ઘેરાવામાં વિતરેલા નગર તરીકે વર્ણવ્યું છે. હાલમાં વડનગરની પૂર્વ, ઉત્તર અને દક્ષિણ દિશાઓમાં પ્રાચીન ગભાણો છે. આ ગભાણોમાંથી ધણીખરી પાછળની વસાહતો તથા ખીજા કાળમાં ખોદાયેલાં અથવા ગળાવાયેલાં તળાવોને લીધે ખેરિવખેર થઈ ગયેલી છે. આ ગભાણોમાંથી ઈં સ૦ની શરૂઆતના સૈકાઓમાં વપરાતાં માટીનાં વાસણો, શંખની બંગડીઓ, પ્રાચીન મુદ્રાઓ, મકાનોના પાયા વગેરે મળી આવે છે. આ સ્થળો પૈકી આમથેર માતાના ઠાકાડાવાસ પાસે અને ગૌરીકુંડ પાસે ઉત્ખનન કરતાં વડનગરની વસાહત ઈ॰ સ૦ ની શરૂઆતમ અસ્તિત્વમાં આવી હોય એમ લાગે છે. પુરાતત્ત્વની નજરે, લગભગ બે હજાર વર્ષ જૂના આ નગરમાંથી, આમથેર માતા તથા શીતલા માતાનાં ચાલુક્ય સમય પહેલાનાં રોડાનાં મન્દિરો સાથે સરખાવી શકાય એવાં——સુશોભિત મન્દિરો અને પ્રાચીન શિલ્પોના ધણા નમૂનાઓ મળ્યા છે. વડનગરમાંથી મળતાં ધણાંખરાં શિલ્પો ગમે ત્યાં, આડાંઅવળાં, પડેલાં છે. કેટલાંક ત્યાંના મન્દિરોમાં પૂજાતાં કે અપૂજ પડેલાં છે; જ્યારે બીજાં કેટલાંક કિલ્લાના કોટમાં અથવા તળાવની પાળોમાં જડી દેવામાં આવ્યાં છે. અહીંથી મળતાં ધણાંખરાં શિલ્પો રેતીના પથ્થરોનાં બનાવેલાં છે; જ્યારે થોડાં શીસ્ટ (schist ) અને શીસ્ટોઝ( schistoize )નાં બનાવેલાં છે. વડનગરનાં શિલ્પો ઈડર અને ડુંગરપુરની અરવલ્લીની ગિરિમાળામાંથી મળતા પથ્થરોનાં બનેલાં છે. ઐતિહાસિક દષ્ટિએ વડનગરનાં શિલ્પો ત્રણ વિભાગોમાં વહેંચી શકાય એમ છે (૧) ગુપ્ત અને ગુપ્તકાળ પછીનાં (ઈ સ૦ ના પાંચમાથી દશમા સૈકા સુધીનાં ). (૨) ચાલુક્ય સમયનાં ( ઈ સ૦ ના અગિયારથી તેરમા સૈકા સુધીનાં ). (૩) ચાલુકય સમય પછીનાં ગુજરાતના મધ્યોત્તર કાળનાં (ઈ સ૰ તેર પછીનાં ). આ બધાં શિલ્પો પથ્થરમાંથી ઉપસાવેલાં છે અને તે મોટે ભાગે મંદિરોમાં સુશોભનો માટે વપરાયેલાં હોય એમ લાગે છે જ્યારે કેટલાંક શિલ્પો પૂજાની મૂર્તિઓ છે. પ્રથમ વિભાગમાં સુંદર કારીગીરીનાં સુડોળ શિલ્પો છે. કંઈક લંબગોળ અથવા ગોળ મુખાકૃતિ, ઘાટીલું શરીર, મોટો કેશભાર અને આછાં પણ સુરેખ આભૂષણોયુક્ત આ શિલ્પો મનોહર છે. આ શિલ્પોનું સૌંદર્ય એનાં કુશળ વિધાન, સપ્રમાણ તંદુરસ્ત અને સૌંદર્યવાન શરીર તથા સુરેખ નકશીકામમાં છે. આ યુગના ઉત્તરકાળમાં ઘણીવાર શરીરના પ્રમાણુમાં પગ કંઈક ટૂંકા અને જડ લાગે છે Page #2 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ આચાર્ય વિજ્યવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ તથા કમર નીચેનો ભાગ નિર્બળ દેખાય છે. આ યુગનાં શિલ્પોમાં રેતીના પથ્થરનું મસ્તક, શીસ્ટનું અણઓળખાયેલું શિલ્પ તથા નાગ છત્રવાળી માતાની પ્રતિમા, અરજણબારી બહારની ઉત્તર બાજુની ભીંતપરની પટ્ટિકા, હળધર, વરાહ, સસમાતૃકા, ગણપતિ, કાર્તિકેય અને શીતળા માતાનાં મંદિરની છતનાં શિલ્પો તથા શર્મિષ્ઠા તળાવની પાળોમાં જડેલાં કેટલાંક શિલ્પો છે. બીજા વિભાગનાં શિલ્પોનું વિધાન પહેલા યુગનાં શિલ્પો જેટલું સુંદર નથી. આ યુગમાં આભૂષણોનું પ્રમાણ વધુ છે. માનવશરીરનાં આલેખનમાં ધડ પગના પ્રમાણમાં કંઈક ટૂંકું અને પગ પાતળા તથા લાંબા હોય છે અને શરીરનો વળાંક પણ કેટલીક વાર અકુદરતી લાગે એવો હોય છે. આ યુગનાં ઘણાં શિલ્પો એકસરખાં, વિવિધ વ્યક્તિત્વ સિવાયનાં હોય છે. પરંતુ આ શિલ્પોમાં ખાસ કરીને નરથરમાં વિષયોની વિવિધતા ખૂબ આકર્ષક છે. આ યુગમાં મોટાં શિલ્પો એકધારો, ખૂબ આભૂષણોથી સજજ અને જથ્થાબંધ ઉત્પન્ન કરવામાં આવતાં હોય એમ લાગે છે. આ યુગની શરૂઆતનાં શિલ્પોમાં આગલા યુગના ઉત્તરકાળની ખૂબ અસર છે પરંતુ પાછલા ભાગમાં આ યુગનાં શિલ્પોનાં ઘણાંખરાં લાક્ષણિક તત્ત્વો દેખા દે છે, અને તેમાં નાની નાની વિગતોને વધુ વિકસાવવામાં આવે છે. આ વિભાગની નકશીમાં પણ વિવિધતા છે. આ વિભાગનાં શિલ્પો વડનગરનાં તોરણ (નરસિંહ મહેતાની ચોરી), કિલ્લાની ભીંતો, ઘાસકોલ દરવાજા બહાર તથા ગામમાં ઘણી જગ્યાએ રખડતા નજરે પડે છે. - ત્રીજા વિભાગનાં શિલ્પોમાં બીજા યુગની લાક્ષણિકતા ચાલી આવે છે, પરંતુ આ યુગનાં શિલ્પો વધુ નિર્જીવ અને ભાવવિનાનાં લાગે છે. આ યુગની કોતરણી કંઈક નબળી છે અને એમાં આગલા યુગનું વિષયવૈવિધ્ય નથી. આ યુગમાં પુરાણ અને મહાભારત–રામાયણનાં પાત્રો, અવતારો વગેરેનાં શિ૯૫નું મોટું પ્રમાણ જોવામાં આવે છે. નર્તકીઓ, વ્યાધ્રો અને નકશીકામમાં ગત યુગની અસર અહીં સ્પષ્ટ રીતે દેખાય છે અને આ વિષયમાં ગતયુગના નમૂનાઓની નકલ થઈ હોય એમ લાગે છે, મંદિરનાં સુશોભનાર્થ વપરાયેલાં આ શિલ્પોની સમગ્ર અસર એકંદર સારી થાય છે પરંતુ વ્યક્તિગત શિલ્પ ગતયુગોની સરખામણીમાં નિર્બળ છે. આ યુગનાં કેટલાંક શિલ્પોમાં મુસલમાન કાળનાં વસ્ત્રો દેખા દે છે ત્યારે બીજા શિ૯પો ગતયુગનાં વસ્ત્રો દર્શાવે છે. આ વિભાગનાં શિલ્પો ખાસ કરીને હાટકેશ્વર અને બીજાં પાછળથી બંધાયેલાં મંદિરો જોવામાં આવે છે. વડનગરનાં શિલ્પોનો અભ્યાસ કરતાં લાગે છે કે ગુજરાતની શિલ્પકળા તેના સમગ્ર ઐતિહાસિક યુગમાં સુવિકસિત હતી. શિ૯૫ જે તે યુગની કળાશૈલીને અનુસરતાં હતાં. પહેલા વિભાગનાં શિલ્પો સામાન્યતઃ ગુજરાત અને તેની આજુબાજુના પ્રદેશના તે કાળનાં શિ૯પો સાથે ઘણું સામ્ય ધરાવે છે. ખાસ કરીને અરજણબારી પાસેની શિ૯૫૫ટિકાનાં શિ૯પો વડોદરા પાસેથી અકોટામાંથી મળેલાં જૈન તામ્રશિ૯પો સાથે સામ્ય ધરાવે છે. આ નિકટવર્તી સામ્ય ચાલુક્ય સમય પહેલાં ગુજરાતમાં એક સમાન કલાપ્રવાહ હતો તેની સાક્ષી આપે છે. આ કલાપ્રવાહ ગુમોના જમાનામાં દૃઢ થયો અને આ પ્રદેશમાં વિસ્તર્યો. - બીજા વિભાગનાં શિલ્પો ચાલુક્ય સમયનાં જૈન અને જૈનેતર શિ૯૫ની જ શૈલીનાં છે. ત્રીજા વિભાગનાં શિલ્પો પણ ગુજરાતની ભથ્થોત્તર શિલ્પકળાની સમૃદ્ધિનાં સૂચક છે. આ યુગમાં ગુજરાતમાં કળા સુદર છવંત રાખવામાં જૈનોનો ઘણો મોટો ફાળો હતો. મુસલમાનોના હુમલા, તેમજ રાજ્યપરિવર્તનની અશાંતિના કઠણ કાળમાં જીવતી આ કલા ગતયુગોની પ્રફુલ્લતાને બદલે કંઈક હતાશા સાથે ઈહલોકના આનંદને બદલે પારલૌકિક સુખની વાંછના કરતી હોય એમ લાગે છે. આ યુગનો કલાકાર સારો અભ્યાસી હોઈ તત્કાલીન સમાજનાં વસ્ત્રો–પહેરવેશને પોતાની કળામાં વણી લે છે. Page #3 -------------------------------------------------------------------------- ________________ वडनगरनी शिल्पसमृद्धि चित्र नं. २ आमथेरमातानां मंदिरमानुं सप्तमातृकानुं शिल्प चित्र नं. १ युगल-शर्मिष्ठा तळावनी पाळ उपर जडेलुं शिल्प चित्र नं.३ अरजण-बारीनी उत्तरे भीत परनी शिल्पपट्टिका चित्र नं. ४ ठाकरडावासनी नजीक पडेली नरवराहनी प्रतिमा Page #4 -------------------------------------------------------------------------- ________________ वडनगरनी शिल्पसमृद्धि चित्र नं. 5 हाटकेश्वर मन्दिरनी भींत परनी नर्तृकी Sata / SIC चित्र नं. 7 हाटकेश्वर मन्दिर परतुं पांडवोना रथन शिल्प चित्र नं.८ हाटकेश्वर मन्दिर परनां स्वाहा (?) भने गण Page #5 -------------------------------------------------------------------------- ________________ વડનગરની શિલ્પસમૃદ્ધિ 139 ચિત્રપરિચય - ચિત્ર 1: ઝરૂખામાં બેઠેલાં આ યુગલનું શિલ્પ શર્મિષ્ઠા તળાવની પાળમાં જડી લેવામાં આવ્યું છે. આ યુગલમાંના પુરુષે મુશ્કટ, કુંડળ, એકાવલી, બાજુબંધ અને કટિવસ્ત્ર પહેર્યા છે. લલિતાસનમાં ગોળ બેઠક પર બેઠેલા આ પુરુષની હડપચી, નાક તથા આંખો ખંડિત છે. તેના ડાબા પગ પર બેઠેલી સ્ત્રીનું મા તથા છાતીનો ભાગ તૂટી ગયો છે. તેનો જમણો હાથ પુના પગ પર છે અને ડાબા હાથમાં અસ્પષ્ટ સાધન પકડેલું છે. તેણે પોતાના વાળ ઊંચા લઈને રત્નજડિત પાશથી બાંધ્યા હોય એમ લાગે છે. આ કેશગૂંફનની પદ્ધતિ અકોટાની ચામરધારિણી અને અરજણબારીની શિલ્પપદિકામાં સ્પષ્ટ દેખાય છે. તેણે કાનમાં કુંડળ, ગળામાં એકાવલી અને છાતી પર થઈને પેટ પર એક જ રેખામાં લટકતો હાર, હાથમાં બાજુબંધ તથા વલય, કેડે કટીમેખલા અને પગમાં સાંકળાં પહેર્યો છે. તેનું ઉત્તરીય જમણા હાથ પર સ્પષ્ટ દેખાય છે. આ શિ૯૫ના સપ્રમાણ શરીરમાં પગ કંઈક ટૂંકા છે. ' ઝરૂખાના અંભો, કુંભી અને શીર્ષ ગોળ છે. તેની પાસે પલવ દેખાય છે. આ સ્થંભો પાટણ, રોડા વગેરે સ્થળોએથી મળતાં શિ૯પો પર દેખાય છે. છત પર છિન્ન ગવાક્ષોનું નકશીકામ છે. સંપૂર્ણ પીપળપાન ઘાટનાં ગવાક્ષોને છેદીને તેનો સુશોભન માટે ઉપયોગ અહીં સાતમી સદી પછી થવા માંડ્યો. આ શિલ્પ સમગ્ર દષ્ટિએ જોતાં નવમી સદીનું હોય એમ લાગે છે. ચિવ 2: આમથેર માતામાં નવમી સદીનાં નાનાં મન્દિરો અને કેટલાંક શિલ્પો પડેલાં છે તે પૈકી સપ્તમાતૃકાનાં શિલ્પોમાંથી પાર્વતી અને વૈષ્ણવીનાં શિલ્પોનો આ ફોટો છે. આ સુરેખ અંકન, શાંત મુખમુદ્રા, કંબુગ્રીવા, સુડોળ શરીર, પીનપયોધર અને ત્રિવલી ઉદરવાળી માતૃકાઓના પગ પ્રમાણમાં જડ અને ટૂંકા છે. આ એકાવલી, બાજુબંધ જેવાં આભરણો અને જુદી જુદી જાતના મુકુટ ધારણ કરનાર આ શિ૯પો આઠમી સદીનાં હોય એમ લાગે છે. ચિત્ર 3: અરજણબારી દરવાજા બહારની શિલ્પાદિકાના એક ભાગનું આ ચિત્ર છે. આખી શિ૯૫પટ્ટિકામાં યુગલો અને એકાકી પુણ્ય અને સ્ત્રીની પ્રતિમાઓ છે. આ શિલ્પમાંની સ્ત્રીઓ વસ્ત્રાભૂષણ અને દેહની દષ્ટિએ વડોદરાની ચામરધારિણી સાથે ખૂબ સામ્ય ધરાવે છે અને તે નવમી સદીમાં તૈયાર થયાં હોય એમ લાગે છે. પાછળથી આ પદ્રિકા કિલ્લાની દીવાલમાં જડી લેવામાં આવી હશે. આ શિલ્પમાંની કેટલાક પુસ્થોની પ્રતિમાઓ આવતા યુગની શૈલી દર્શાવે છે. ચિત્ર 8: અમરોલ દરવાજાના ઠાકરડાવાસના ઈશાન કોણ પર મોટી નરવરહની પ્રતિમા છે. વરાહનું શરીર સપ્રમાણ છે. તેના જમણા હાથ પર પૃથ્વીદેવીની મૂર્તિ છે. તેના ડાબા પગ નીચે નાગ દર્શાવ્યા છે. વરાહની આજુબાજુના સ્થંભો છત અને છતપરની ગવાક્ષ, વેલ વગેરેની કોતરણી, આ શિ૯૫ દશમી સદીનું હોય એમ દર્શાવે છે. ચિત્ર 5: ગૌરીકુંડની દીવાલમાં જડી દીધેલું કોઈ રાજવંશીની સવારીનું દશ્ય છે. સુશોભિત વેગથી દોડતો હાથી, તેની આગળ ફાળ ભરતો ઘોડેસ્વાર શિકારી એના વિષયથી મનોહર છે. આ શિ૯૫ જેવાં શિલ્પો આબુ, ડભોઈ અને બીજું ચાલુકયયુગનાં મંદિરો પર અનેક જોવામાં આવે છે. Page #6 -------------------------------------------------------------------------- ________________ 14o આચાર્ય વિજયવલ્લભસૂરિ મારક ગ્રંથ ચિત્ર 6: હાટકેશ્વરનાં મન્દિરની ભીંત પરની આ નર્તકી અથવા અપ્સરાઓના દેહનો વળાંક ખૂબ અકુદરતી છે અને મધ્યકાલીન ખજુરાહો, ઓરિસ્સા અને ગુજરાતમાં દેખાતાં શિલ્પોની એમાં નકલ હોય એમ લાગે છે. તેનાં ભારે જડબાં, આગળ આવતી હડપચી, સીધું નાક, ત્રિપાર્વ મુખાકૃતિ, પ્રલંબ નેત્રો તથા ખાસ કરીને આગળ દેખાતી સામી બાજુની આંખ મધ્યકાલીન ગુજરાતી ચિત્રકળાનો ખ્યાલ આપે છે. એનાં આભૂષણો પ્રમાણમાં જડ છે અને આગલા યુગ જેટલાં સુરેખ નથી. આ શિલ્પો ગતયુગનાં અનુકરણ જેવાં લાગે છે. ચિત્ર 7: હાટકેશ્વરનાં મન્દિર પરનાં આ શિલ્પમાં યુદ્ધમાં જતા પાંડવોના રથ જણાય છે. રથનાં પાં દોરીથી બાંધેલાં છે. તેના ઘોડા પ્રમાણમાં નાના અને બરાબર જોતરાયા ન હોય એવા લાગે છે. સારથિ બેસવાને બદલે ઊભો હોય અને હાથમાં તલવાર લઈ તે રથ હાંકતો હોય એવો લાગે છે આ પાંડવોની પાઘડીઓ સોળમી અને સત્તરમી સદીમાં ઉપયોગમાં આવતી કુલેહનો વધુ ખ્યાલ આપે છે. ચિત્ર 8: આ શિલ્પ પણ હાટકેશ્વરનાં મન્દિરનું છે. એનો મોટો સ્થંભ પૂર્ણ ઘટપલ્લવથી સુશોભિત છે. પરંતુ આજુબાજુની નકશી મધ્યોત્તરકાળની છે. આના હાથમાં નાગ અને ખડ્રગ ધારણ કરેલા ગણે પાયજામો અને છજજેદાર પાઘ ધારણ કરી છે. સાથેની સ્વાહા(?)ની પ્રતિમાનાં વસ્ત્રાલંકારો પણ લાકડાની કોતરણીમાં મળતાં શિલ્પો જેવાં છે અને તે પણ સોળમી સદી કરતાં આગળના નથી. - 4 છે : રk:uuu.. .// * I/TALIA - ' li ANK - - ' - - ear 'S - ? S ક ) )))