Book Title: Vadidevsuri nu Janmasthan Kayu Author(s): Gokulbhai Daulatram Bhatt Publisher: Z_Vijay_Vallabh_suri_Smarak_Granth_012060.pdf View full book textPage 1
________________ વાદિદેવસૂરિનુ જન્મસ્થાન કર્યું ? શ્રી ગોકુળભાઇ દૌલતરામ ભટ્ટ ગયે વર્ષે પંડિત ખેચરદાસજી દોશીનો “ ગુજરાતી ભાષાની ઉત્ક્રાન્તિ ” તાનક ગ્રન્થ ફરીને ઉથલાવતો હતો તેનાં પૃષ્ઠ ૨૨૧ ઉપરના એક ઉલ્લેખ તરફ મારું ધ્યાન વિશેષે કરીને ગયું : "C વાદિદેવસૂરિ સંસ્કૃત અને પ્રાકૃત ભાષાના પ્રકાણ્ડ પંડિત હતા, પ્રખર તૈયાયિક અને અદ્ભુત કવિ હતા. શ્રી હરિભદ્રસૂરિની અનેકાન્તજયપતાકા ઉપર ટિપ્પણુ લખનાર મુનિ ચંદ્રસૂરિ દેવસૂરિના ગુરુ પણ મહાપંડિત, તપસ્વી અને સુવિહિતાગ્રણી હતા અને વાદિદેવસરિના શિષ્યો ભદ્રેશ્વરસૂરિ તથા રત્નપ્રભસૂરિ વગેરે પણ મહાવિદ્રાન હતા. વાદિદેવસૂરિનું જન્મસ્થાન ‘મદૃાહત” આજનું ‘મદુ’ આયુની આસપાસ ગુજરાત દેશના અષ્ટાદશશતી નામના એક પ્રાંતમાં તે સ્થાન આવેલું છે. રિનો જન્મ વિક્રમ સંવત્ ૧૧૪૩, જાતિ પોરવાડ, પિતા વીરનાગ, માતા જિનદેવી, આચાર્યનું મૂળ નામ પૂર્ણંચંદ્ર. ‘ મદુઆ ’માં મહામારિનો ઉપદ્રવ થયો. વીરનાગ પોતાના એ ગામને છોડીને ભરૂચમાં રહેવા આવ્યો...” " શ્રીવાદિદેવસૂરિજીની વાદપટુતા, વિદ્વત્તાની વિગતોમાં ઊતરવાનો તથા ગુજરાતની સીમાની ચર્ચા કરવાનો ઉદ્દેશ અત્રે નથી. દેવસૂરિજી જેવા વિદ્વાનનું જન્મસ્થાન કયું એની જિજ્ઞાસા જાગી. · મદાહુત તેજ ‘મહુઆ' કે ‘ભાર-મઢાર ? ' એવો તર્ક ઊયો. મને જે કાંઈ મળી શકયું છે તે પંડિત બેચરદાસજી તથા અન્ય વિદ્વાનોની વિચારણા—પુનઃવિચારણા માટે તથા સત્ય તારવવાની દૃષ્ટિએ રજૂ કરું છું. # વાદિદેવસૂરિજી પોતાના અદ્વિતીય · પ્રમાણનયતત્ત્વાલોકાલંકાર ' નામના ગ્રંથમાં પ્રમાણુ અને નયનું સ્વરૂપ પોતાના કાળ સુધીની ભિન્નભિન્ન માન્યતાના અવલોકનપૂર્વક યોગ્ય એકીકરણ કરી બહુ જ સુંદર રીતે સ્થાપે છે”. આ ગ્રન્થના ગુજરાતી અનુવાદક શ્રી મફતલાલ ઝવેરચંદ ગાંધી સન ૧૯૭૨માં સુરિજીનો જીવનપરિચય ઉપર પ્રમાણે કરાવતાં પૃષ્ઠ ૮ ઉપર લખે છેઃ * વાદિદેવસૂરિ જ્ઞાતિએ પોરવાડ વણિક હતા ને જેએનો જન્મ ‘મહુાહત” નામના ગામમાં થયો હતો, જે આજે ઉચ્ચારમાં બદલાઈ ને આયુ પાસે આવેલા વૈષ્ણુવોના તીર્થ મદુઆ તરીકે પ્રસિદ્ધ છે... આ ‘ મહાર ’ યા ‘ મહુઆ ’ ગામમાં દૈવયોગે મહાન મરકી થઈ અને જેથી પોતાના કુટુંબના રક્ષણ માટે વીરનાગને બાળક અને સ્ત્રી સહિત ભચ નગરમાં આવવું પડયું...” ‘ મદાહત ’ તે મહુ એ પંડિત બેચરદાસનું કથન; ‘મડ઼ાહત’ તે ‘ મદુઆ-મડાર' એ શ્રી ગાંધીનું વિધાન. મુનિ કલ્યાણવિજયજીના મતાનુસાર ‘ મણ્ડાહડ ’ આજનું ‘ મદુઆ ’ સ્થાન છે. હવે આપણે આ સંબંધી અન્ય ઉપલબ્ધ વિગતોનું અવલોકન કરીએ. આબુરોડ પાસે છ માઈલ દૂર આવેલા ‘ મ ' સ્થાનનો તિહાસ જાણી લેવો જરૂરી છે. મહુઆજી આયુરોડથી ભડાર તરફ જતી પાકી સડક ઉપર આબુરોડથી છ માઈલ દૂર છે. તે મુંડસ્થલ (મુંગથલા) તીર્થથી અરધો માઈલ દૂર પશ્ચિમ દિશા તરફ છે. રાજા અંબરીષની રાણી તોરાવટીએ આ વૈષ્ણવ મન્દિર ‘ મધુસુદન ’નું બંધાવ્યું હતું. એમાં શ્રીકૃષ્ણ ભગવાનની ૪ ઈંચની ખડી પ્રતિમા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2