Book Title: Vachanamrut 0956 Upadesh Nondh 01 to 10 Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali View full book textPage 1
________________ 956 ઉપદેશ નોંધ (પ્રાસંગિક) મુંબઈ, કારતક સુદ, 1950 શ્રી ‘ષદર્શન સમુચ્ચય' ગ્રંથનું ભાષાંતર શ્રી મણિભાઈ નભુભાઈએ અભિપ્રાયાર્થે મોકલ્યું છે. અભિપ્રાયાર્થે મોકલનારની કંઈ અંતર ઇચ્છા એવી હોય છે કે તેથી રંજિત થઈ તેનાં વખાણ મોકલવાં. શ્રી મણિભાઈએ ભાષાંતર સારું કર્યું છે, પણ તે દોષરહિત નથી. વવાણિયા, ચૈત્ર સુદ 6, બુધ, 1953 પહેરવેશ આછકડો નહીં છતાં સુઘડ એવી સાદાઈ સારી છે. આછકડાઈથી પાંચસોના પગારના કોઈ પાંચસો એક ન કરે, અને યોગ્ય સાદાઈથી પાંચસોના ચારસો નવાણું કોઈ ન કરે. ધર્મમાં લૌકિક મોટાઈ, માન, મહત્વની ઇચ્છા એ ધર્મના દ્રોહરૂપ છે. ધર્મના બહાને અનાર્ય દેશમાં જવાનો કે સૂત્રાદિ મોકલવાનો નિષેધ કરનાર, નગારું વગાડી નિષેધ કરનાર, પોતાનાં માન, મહત્વ, મોટાઈનો સવાલ આવે ત્યાં એ જ ધર્મને ઠોકર મારી, એ જ ધર્મ પર પગ મૂકી, એ જ નિષેધનો નિષેધ કરે એ ધર્મદ્રોહ જ છે. ધર્મનું મહત્વ તો બહાનારૂપ, અને સ્વાર્થિક માનાદિનો સવાલ મુખ્ય, એ ધર્મદ્રોહ જ છે. શ્રી વીરચંદ ગાંધીને વિલાયતાદિ મોકલવા આદિમાં આમ થયું છે. ધર્મ જ મુખ્ય રંગ ત્યારે અહોભાગ્ય ! પ્રયોગના બહાને પશુવધ કરનારા રોગ-દુઃખ ટાળે ત્યારની વાત ત્યારે, પણ અત્યારે તો બિચારાં નિરપરાધી પ્રાણીઓને રિબાવી મારી અજ્ઞાનવશતાએ કર્મ ઉપાર્જે છે! પત્રકારો પણ વિવેક વિચાર વિના પુષ્ટિ આપવારૂપે ફૂટી મારે છે ! 1 આંક 1 થી આંક 26 સુધીના મોરબીના મુમુક્ષુ સાક્ષર શ્રી મનસુખભાઈ કિરતચંદે પોતાની સ્મૃતિ પરથી શ્રીમદ્ભા પ્રસંગોની કરેલ નોંધ પરથીPage Navigation
1