Book Title: Vachanamrut 0799 Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali View full book textPage 1
________________ 799 સર્વ-ઉત્કૃષ્ટ ભૂમિકામાં સ્થિતિ થવા પર્યંત મુંબઈ, શ્રાવણ વદ 12, 1953 સર્વ-ઉત્કૃષ્ટ ભૂમિકામાં સ્થિતિ થવા પર્યત શ્રુતજ્ઞાનનું અવલંબન લઇને સપુરુષો પણ સ્વદશામાં સ્થિર રહી શકે છે, એમ જિનનો અભિમત છે તે પ્રત્યક્ષ સત્ય દેખાય છે. સર્વોત્કૃષ્ટ ભૂમિકા પર્વતમાં શ્રુતજ્ઞાન(જ્ઞાનીપુરુષનાં વચનો)નું અવલંબન જે જે વખતે મંદ પડે છે, તે તે વખતે કંઇ કંઇ ચપળપણું સપુરુષો પણ પામી જાય છે, તો પછી સામાન્ય મુમુક્ષુ જીવો કે જેને વિપરીત સમાગમ, વિપરીત શ્રતાદિ અવલંબન રહ્યાં છે તેને વારંવાર વિશેષ વિશેષ ચપળપણું થવા યોગ્ય છે. એમ છે તોપણ જે મુમુક્ષુઓ સત્સમાગમ, સદાચાર અને સાસ્ત્રવિચારરૂપ અવલંબનમાં દ્રઢ નિવાસ કરે છે, તેને સર્વોત્કૃષ્ટ ભૂમિકાપર્યત પહોંચવું કઠણ નથી; કઠણ છતાં પણ કઠણ નથી.Page Navigation
1