SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ 799 સર્વ-ઉત્કૃષ્ટ ભૂમિકામાં સ્થિતિ થવા પર્યંત મુંબઈ, શ્રાવણ વદ 12, 1953 સર્વ-ઉત્કૃષ્ટ ભૂમિકામાં સ્થિતિ થવા પર્યત શ્રુતજ્ઞાનનું અવલંબન લઇને સપુરુષો પણ સ્વદશામાં સ્થિર રહી શકે છે, એમ જિનનો અભિમત છે તે પ્રત્યક્ષ સત્ય દેખાય છે. સર્વોત્કૃષ્ટ ભૂમિકા પર્વતમાં શ્રુતજ્ઞાન(જ્ઞાનીપુરુષનાં વચનો)નું અવલંબન જે જે વખતે મંદ પડે છે, તે તે વખતે કંઇ કંઇ ચપળપણું સપુરુષો પણ પામી જાય છે, તો પછી સામાન્ય મુમુક્ષુ જીવો કે જેને વિપરીત સમાગમ, વિપરીત શ્રતાદિ અવલંબન રહ્યાં છે તેને વારંવાર વિશેષ વિશેષ ચપળપણું થવા યોગ્ય છે. એમ છે તોપણ જે મુમુક્ષુઓ સત્સમાગમ, સદાચાર અને સાસ્ત્રવિચારરૂપ અવલંબનમાં દ્રઢ નિવાસ કરે છે, તેને સર્વોત્કૃષ્ટ ભૂમિકાપર્યત પહોંચવું કઠણ નથી; કઠણ છતાં પણ કઠણ નથી.
SR No.330925
Book TitleVachanamrut 0799
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra
PublisherJaysinhbhai Devalali
Publication Year
Total Pages1
LanguageGujarati
ClassificationAudio_File & Shrimad_Rajchandra_Vachanamrut
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy