Book Title: Vachanamrut 0703 Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali View full book textPage 1
________________ 703 કેટલાક પ્રશ્નોનું સમાધાન જાણવા રાળજ, ભાદરવા સુદ 8, 1952 કેટલાક પ્રશ્નોનું સમાધાન જાણવાની જિજ્ઞાસા રહે એ સ્વાભાવિક છે. ‘ઘણું કરીને બધા માર્ગોમાં મનુષ્યપણાને મોક્ષનું એક સાધન જાણી બહુ વખાણ્યું છે, અને જીવને જેમ તે પ્રાપ્ત થાય એટલે તેની વૃદ્ધિ થાય તેમ કેટલાક માર્ગોમાં ઉપદેશ કર્યો દેખાય છે. ચિનોક્ત માર્ગને વિષે તેવો ઉપદેશ કર્યો દેખાતો નથી. વેદોક્ત માર્ગમાં અપુત્રને ગતિ નથી, એ આદિ કારણથી તથા ચાર આશ્રમને ક્રમાદિથી કરીને વિચારતાં મનુષ્યની વૃદ્ધિ થાય તેવો ઉપદેશ કર્યો દ્રષ્ટિગોચર થાય છે. ચિનોક્ત માર્ગમાં તેથી ઊલટું જોવામાં આવે છે, અર્થાત તેમ નહીં કરતાં ગમે ત્યારે જીવ વૈરાગ્ય પામે તો સંસાર ત્યાગ કરી દેવો એવો ઉપદેશ જોવામાં આવે છે, તેથી ઘણા ગૃહસ્થાશ્રમને પામ્યા વિના ત્યાગી થાય, અને મનુષ્યની વૃદ્ધિ અટકે, કેમકે તેમના અત્યાગથી જે કંઈ તેમને સંતાનોત્પત્તિનો સંભવ રહેત તે ન થાય અને તેથી વંશનો નાશ થવા જેવું થાય, જેથી દુર્લભ એવું મનુષ્યપણું જે મોક્ષસાધનરૂપ ગયું છે, તેની વૃદ્ધિ અટકે છે, માટે તેવો અભિપ્રાય જિનનો કેમ હોય ?' તે જાણવા આદિ વિચારનું પ્રશ્ન લખ્યું છે, તેનું સમાધાન વિચારવા અર્થે અત્રે લખ્યું છે. લૌકિક દ્રષ્ટિ અને અલૌકિક (લોકોત્તર) દ્રષ્ટિમાં મોટો ભેદ છે, અથવા એકબીજી દ્રષ્ટિ પરસ્પર વિરુદ્ધ સ્વભાવવાળી છે. લૌકિક દ્રષ્ટિમાં વ્યવહાર (સાંસારિક કારણો)નું મુખ્યપણું છે, અને અલૌકિક દ્રષ્ટિમાં પરમાર્થનું મુખ્યપણું છે. માટે અલૌકિક દ્રષ્ટિને લૌકિક દ્રષ્ટિના ફળની સાથે પ્રાયે (ઘણું કરીને) મેળવવી યોગ્ય નહીં. જૈન અને બીજા બધા માર્ગમાં ઘણું કરીને મનુષ્યદેહનું વિશેષ માહામ્ય કહ્યું છે. એટલે મોક્ષસાધનના કારણરૂપ હોવાથી તેને ચિંતામણિ જેવો કહ્યો છે, તે સત્ય છે. પણ જો તેથી મોક્ષસાધન કર્યું તો જ તેનું એ માહાભ્ય છે, નહીં તો પશુના દેહ જેટલીયે વાસ્તવિક દ્રષ્ટિથી તેની કિંમત દેખાતી નથી. મનુષ્યાદિ વંશની વૃદ્ધિ કરવી એ વિચાર મુખ્યપણે લૌકિક દ્રષ્ટિનો છે, પણ તે દેહ પામીને અવશ્ય મોક્ષસાધન કરવું, અથવા તે સાધનનો નિશ્ચય કરવો, એ વિચાર મુખ્યપણે અલૌકિક દ્રષ્ટિનો છે. અલૌકિક દ્રષ્ટિમાં મનુષ્યાદિ વંશની વૃદ્ધિ કરવી એમ કહ્યું નથી, તેથી મનુષ્યાદિનો નાશ કરવો એમ તેમાં આશય રહે છે, એમ સમજવું ન જોઈએ. લૌકિક દ્રષ્ટિમાં તો યુદ્ધાદિ ઘણા પ્રસંગમાં હજારો મનુષ્યો નાશ પામવાનો વખત આવે છે, અને તેમાં ઘણા વંશરહિત થાય છે, પણ પરમાર્થ એટલે અલૌકિક દ્રષ્ટિનાં તેવાં કાર્ય નથી, કે જેથી તેમ થવાનો ઘણું કરીને વખત આવે, અર્થાત્ એ સ્થળે અલૌકિક દ્રષ્ટિથી નિવૈરતા, અવિરોધ, મનુષ્યાદિ પ્રાણીની રક્ષા અને તેમના વંશનું રહેવું એ સહેજ બને છે; અને મનુષ્યાદિ વંશની વૃદ્ધિ કરવાનો જેનો હેતુ છે, એવી લૌકિક દ્રષ્ટિ ઊલટી તે સ્થળે વૈર, વિરોધ, મનુષ્યાદિ પ્રાણીનો નાશ અને વંશરહિતપણું કરનારી થાયPage Navigation
1