Book Title: Vachanamrut 0586 Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali View full book textPage 1
________________ 586 વધારે વિચારનું સાધન થવા આ પત્ર લખ્યું છે મુંબઈ, ચૈત્ર વદ 12, રવિ, 1951 વધારે વિચારનું સાધન થવા આ પત્ર લખ્યું છે. પૂર્ણજ્ઞાની શ્રી ઋષભદેવાદિ પુરુષોને પણ પ્રારબ્ધોદય ભોગવ્ય ક્ષય થયો છે, તો અમ જેવાને તે પ્રારબ્ધોદય ભોગવવો જ પડે એમાં કંઈ સંશય નથી. માત્ર ખેદ એટલો થાય છે કે, અમને આવા પ્રારબ્ધોદયમાં શ્રી ઋષભદેવાદિ જેવી અવિષમતા રહે એટલું બળ નથી; અને તેથી પ્રારબ્ધોદય છતાં વારંવાર તેથી અપરિપક્વ કાળે છૂટવાની કામના થઈ આવે છે, કે જો આ વિષમ પ્રારબ્ધોદયમાં કંઈ પણ ઉપયોગની યથાતથ્યતા ન રહી તો ફરી આત્મસ્થિરતા થતાં વળી અવસર ગવષવો જોઈશે, અને પશ્ચાત્તાપપૂર્વક દેહ છૂટશે; એવી ચિંતા ઘણી વાર થઈ આવે છે. આ પ્રારબ્ધોદય મટી નિવૃત્તિકર્મ વેદવારૂપ પ્રારબ્ધનો ઉદય થવા આશય રહ્યા કરે છે, પણ તે તરતમાં એટલે એકથી દોઢ વર્ષમાં થાય એમ તો દેખાતું નથી, અને પળ પળ જવી કઠણ પડે છે. એકથી દોઢ વર્ષ પછી પ્રવૃત્તિકર્મ વેદવારૂપ ઉદય કેવળ પરિક્ષીણ થશે, એમ પણ લાગતું નથી, કંઈક ઉદય વિશેષ મોળો પડશે એમ લાગે છે. આત્માની કેટલીક અસ્થિરતા રહે છે. ગયા વર્ષનો મોતી સંબંધી વ્યાપાર લગભગ પતવા આવ્યો છે. આ વર્ષનો મોતી સંબંધી વ્યાપાર ગયા વર્ષ કરતાં લગભગ બમણો થયો છે. ગયા વર્ષ જેવું તેમાં પરિણામ આવવું કઠણ છે. થોડા દિવસ કરતાં હાલ ઠીક છે, અને આ વર્ષે પણ તેનું ગયા વર્ષ જેવું નહીં તોપણ કંઈક ઠીક પરિણામ આવશે એમ સંભવ રહે છે; પણ ઘણો વખત તેના વિચારમાં વ્યતીત થવા જેવું થાય છે, અને તે માટે શોચ થાય છે, કે આ એક પરિગ્રહની કામનાના બળવાન પ્રવર્તન જેવું થાય છે; તે શમાવવું ઘટે છે; અને કંઈક કરવું પડે એવાં કારણો રહે છે. હવે જેમ તેમ કરી તે પ્રારબ્ધોદય તરત ક્ષય થાય તો સારું એમ મનમાં ઘણી વાર રહ્યા કરે છે. અત્રે જે આડત તથા મોતી સંબંધી વેપાર છે, તેમાંથી મારાથી છૂટવાનું બને અથવા તેનો ઘણો પ્રસંગ ઓછો થવાનું થાય તેવો કોઈ રસ્તો ધ્યાનમાં આવે તો લખશો; ગમે તો આ વિષે સમાગમમાં વિશેષતાથી જણાવી શકાય તો જણાવશો. આ વાત લક્ષમાં રાખશો. ત્રણ વર્ષની લગભગથી એવું વર્તાયા કરે છે, કે પરમાર્થ સંબંધી કે વ્યવહાર સંબંધી કંઈ પણ લખતાં કંટાળો આવી જાય છે, અને લખતાં લખતાં કલ્પિત જેવું લાગવાથી વારંવાર અપૂર્ણ છોડી દેવાનું થાય છે. પરમાર્થમાં ચિત્ત જે વખતે એકાગવત હોય ત્યારે જો પરમાર્થ સંબંધી લખવાનું અથવા કહેવાનું બને તો તેPage Navigation
1