Book Title: Vachanamrut 0501 Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali View full book textPage 1
________________ 501 ઘણું કરીને જિનાગમમાં સર્વવિરતિ એવા સાધુને મુંબઈ, વૈશાખ વદ 7, રવિ, 1950 સૂર્યપુરસ્થિત, શુભેચ્છા સંપન્ન આર્ય શ્રી લલ્લુજી, ઘણું કરીને જિનાગમમાં સર્વવિરતિ એવા સાધુને પત્રસમાચારાદિ લખવાની આજ્ઞા નથી, અને જો તેમ સર્વવિરતિ ભૂમિકામાં રહી કરવા ઇચ્છે, તો તે અતિચારયોગ્ય ગણાય. આ પ્રમાણે સાધારણપણે શાસ્ત્રઉદ્દેશ છે, અને તે ધોરીમાર્ગે તો યથાયોગ્ય લાગે છે; તથાપિ જિનાગમની રચના પૂર્વાપર અવિરોધ જણાય છે, અને તેવો અવિરોધ રહેવા પત્રસમાચારાદિ લખવાની આજ્ઞા કોઈ પ્રકારથી જિનાગમમાં છે, તે તમારા ચિત્તનું સમાધાન થવા માટે સંક્ષેપે અત્રે લખું છું. જિનની જે જે આજ્ઞા છે તે તે આજ્ઞા, સર્વ પ્રાણી અર્થાત આત્માના કલ્યાણને અર્થે જેની કંઈ ઇચ્છા છે તે સર્વેને, તે કલ્યાણનું જેમ ઉત્પન્ન થવું થાય અને જેમ વર્ધમાનપણું થાય, તથા તે કલ્યાણ જેમ રક્ષાય તેમ તે આજ્ઞાઓ કરી છે. એક આજ્ઞા એવી જિનાગમમાં કહી હોય કે તે આજ્ઞા અમુક દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને સંયોગે ન પળી શકતાં આત્માને બાધકારી થતી હોય, તો ત્યાં તે આજ્ઞા ગૌણ કરી - નિષેધીને બીજી આજ્ઞા શ્રી તીર્થકરે કહી છે. સર્વવિરતિ કરી છે એવા મુનિને સર્વવિરતિ કરતી વખતના પ્રસંગમાં ‘સવં પાવાયં પ્રવામિ, સલ્વે मुसावायं पच्चक्खामि, सव्वं अदिन्नादाणं पच्चक्खामि, सव्वं मेहणं पच्चक्खामि, सव्वं परिग्गहं पच्चक्खामि,' આ ઉદેશનાં વચન ઉચ્ચારવામાં કહ્યાં છે; અર્થાત “સર્વ પ્રાણાતિપાતથી હું નિવત્ છું’, ‘સર્વ પ્રકારના મૃષાવાદથી હું નિવત્ છું’, ‘સર્વ પ્રકારના અદત્તાદાનથી હું નિવત્ છું’, સર્વ પ્રકારના મૈથુનથી નિવત્ છું', અને ‘સર્વ પ્રકારના પરિગ્રહથી નિવત્ છું.” (સર્વ પ્રકારના રાત્રિભોજનથી તથા બીજાં તેવાં તેવાં કારણોથી નિવત્ છું, એમ તે સાથે ઘણાં ત્યાગનાં કારણો જાણવાં.) એમ જે વચનો કહ્યાં છે તે, સર્વવિરતિની ભૂમિકાના લક્ષણે કહ્યાં છે, તથાપિ તે પાંચ મહાવ્રતમાં ચાર મહાવ્રત, મૈથુનત્યાગ સિવાયમાં ભગવાને પાછી બીજી આજ્ઞા કરી છે, કે જે આજ્ઞા પ્રત્યક્ષ તો મહાવ્રતને બાધકારી લાગે, પણ જ્ઞાનદ્રષ્ટિથી જોતાં તો રક્ષણકારી છે. ‘સર્વ પ્રકારના પ્રાણાતિપાતથી નિવકું ', એવાં પચખાણ છતાં નદી ઊતરવા જેવા પ્રાણાતિપાતરૂપ પ્રસંગની આજ્ઞા કરવી પડી છે; જે આજ્ઞા લોકસમુદાયને વિશેષ સમાગમ કરી સાધુ આરાધશે તો પંચમહાવ્રત નિર્મળ થવાનો વખત આવશે એવું જાણી, નદીનું ઊતરવું ભગવાને કહ્યું છે. તે પ્રાણાતિપાતરૂપ પ્રત્યક્ષ છતાં પાંચ મહાવ્રતની રક્ષાના અમૂલ્ય હેતુરૂપ હોવાથી પ્રાણાતિપાતની નિવૃત્તિરૂપ છે, કારણ કે પાંચ મહાવ્રતની રક્ષાનો હેતુ એવું છે કારણ કે પ્રાણાતિપાતની નિવૃત્તિનો પણ હેતુ જ છે. પ્રાણાતિપાત છતાં અપ્રાણાતિપાતરૂપ એમ નદીના ઊતરવાની આજ્ઞા થાય છે, તથાપિ ‘સર્વ પ્રકારના પ્રાણાતિપાતથી નિવર્તુ છું એ વાક્યને તે કારણથી એક વાર આંચકો આવે છે, જે આંચકો ફરીથી વિચાર કરતાં તો તેની વિશેષ દ્રઢતા માટે જણાય છે, તેમ જ બીજાં વ્રતો માટે છે. પરિગ્રહની સર્વથા નિવૃત્તિ કરું છું એવું વ્રત છતાં વસ્ત્ર, પાત્ર,Page Navigation
1