Book Title: Vachanamrut 0472 Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali View full book textPage 1
________________ 472 ખુલ્લા કાગળમાં સુધારસ પરત્વે પાયે મુંબઈ, આસો સુદ 9, બુધ, 1949 પરમ સ્નેહી શ્રી સુભાગ્ય તથા શ્રી ડુંગર, શ્રી સાયલા. આજે કાગળ 1 શ્રી સુભાગ્યનો લખેલો આવ્યો તે પહોંચ્યો છે. ખુલ્લા કાગળમાં સુધારસ પરત્વે પ્રાયે સ્પષ્ટ લખ્યું હતું, તે ચાહીને લખ્યું હતું. એમ લખવાથી વિપરિણામ આવવાનું છે નહીં, એમ જાણીને લખ્યું હતું. કંઈ કંઈ તે વાતના ચર્ચક જીવને જો તે વાત વાંચવામાં આવે તો કેવળ તેથી નિર્ધાર થઈ જાય એમ બને નહીં, પણ એમ બને કે જે પુરુષે આ વાક્યો લખ્યાં છે તે પુરુષ કોઈ અપૂર્વ માર્ગના જ્ઞાતા છે, અને આ વાતનું નિરાકરણ તે પ્રત્યેથી થવાનો મુખ્ય સંભવ છે, એમ જાણી તેની તે પ્રત્યે કંઈ પણ ભાવના થાય. કદાપિ એમ ધારીએ કે તેને કંઈ કંઈ સંજ્ઞા તે વિષેની થઈ હોય, અને આ સ્પષ્ટ લખાણ વાંચવાથી તેને વિશેષ સંજ્ઞા થઈ પોતાની મેળે તે નિર્ધારમાં આવી જાય, પણ તે નિર્ધાર એમ થતો નથી. યથાર્થ તેના સ્થળનું જાણવું તેનાથી થઈ શકે નહીં, અને તે કારણથી જીવને વિક્ષેપની ઉત્પત્તિ થાય કે આ વાત કોઈ પ્રકારે જાણવામાં આવે તો સારું. તો તે પ્રકારે પણ જે પુરુષે લખ્યું છે તે પ્રત્યે તેને ભાવનાની ઉત્પત્તિ થવી સંભવે છે. ત્રીજો પ્રકાર એમ સમજવા યોગ્ય છે કે સપુરુષની વાણી સ્પષ્ટપણે લખાઈ હોય તોપણ તેનો પરમાર્થ સપુરુષનો સત્સંગ જેને આજ્ઞાંકિતપણે થયો નથી, તેને સમજાવો દુર્લભ થાય છે, એમ તે વાંચનારને સ્પષ્ટ જાણવાનું ક્યારેય પણ કારણ થાય. જોકે અમે તો અતિ સ્પષ્ટ લખ્યું નહોતું તોપણ તેમને એવો કંઈ સંભવ થાય છે; પણ અમે તો એમ ધારીએ છીએ કે અતિ સ્પષ્ટ લખ્યું હોય, તોપણ ઘણું કરી સમજાતું નથી, અથવા વિપરીત સમજાય છે, અને પરિણામે પાછો તેને વિક્ષેપ ઉત્પન્ન થઈ સન્માર્ગને વિષે ભાવના થવાનો સંભવ થાય છે. એ પત્તામાં અમે ઇચ્છાપૂર્વક સ્પષ્ટ લખ્યું હતું. સહેજ સ્વભાવે પણ ન ધારેલું ઘણું કરી પરમાર્થ પરત્વે લખાતું નથી, અથવા બોલાતું નથી, કે જે અપરમાર્થરૂપ પરિણામને પામે. બીજો અમારો આશય તે જ્ઞાન વિષે લખવાનો વિશેષપણે અત્ર લખ્યો છે. (1) જે જ્ઞાની પુરુષે સ્પષ્ટ એવો આત્મા કોઈ અપૂર્વ લક્ષણે, ગુણે અને વેદનપણે, અનુભવ્યો છે, અને તે જ પરિણામ જેના આત્માનું થયું છે, તે જ્ઞાની પુરુષે જો તે સુધારસ સંબંધી જ્ઞાન આપ્યું હોય તો તેનું પરિણામ પરમાર્થ-પરમાર્થસ્વરૂપ છે. (2) અને જે પુરુષ તે સુધારસને જ આત્મા જાણે છે, તેનાથી તે જ્ઞાનની પ્રાપ્તિ થઈ હોય તો તે વ્યવહાર 1 જુઓ આંક 471. 2 જુઓ આંક 471.Page Navigation
1