Book Title: Vachanamrut 0411 Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali View full book textPage 1
________________ 411 ભગવતી વગેરે સિદ્ધાંતોને વિષે જે કોઈ કોઈ જીવોના મુંબઈ, આસો સુદ 10 (દશેરા), 1948 ‘ભગવતી’ વગેરે સિદ્ધાંતોને વિષે જે કોઈ કોઈ જીવોના ભવાંતરનું વર્ણન કર્યું છે, તેમાં કંઈ સંશયાત્મક થવા જેવું નથી. તીર્થકર તો પૂર્ણ આત્મસ્વરૂપ છે. પરંતુ જે પુરુષો માત્ર યોગધ્યાનાદિકના અભ્યાસબળ વડે સ્થિત હોય તેમાંના ઘણા પુરુષો પણ તે ભવાંતર જાણી શકે છે; અને એમ બનવું એ કંઈ કલ્પિત પ્રકાર નથી. જે પુરુષને આત્માનું નિશ્ચયાત્મક જ્ઞાન છે, તેને ભવાંતરનું જ્ઞાન ઘટે છે, હોય છે. ક્વચિત જ્ઞાનના તારતમ્યક્ષયોપશમ ભેદે તેમ નથી પણ હોતું, તથાપિ જેને આત્માનું પૂર્ણ શુદ્ધપણું વર્તે છે, તે પુરુષ તો નિશ્ચય તે જ્ઞાનને જાણે છે, ભવાંતરને જાણે છે. આત્મા નિત્ય છે, અનુભવરૂપ છે, વસ્તુ છે, એ એ પ્રકારો અત્યંતપણે દ્રઢ થવા અર્થે શાસ્ત્રને વિષે તે પ્રસંગો કહેવામાં આવ્યા છે. ભવાંતરનું જો સ્પષ્ટ જ્ઞાન કોઈને થતું ન હોય તો આત્માનું સ્પષ્ટ જ્ઞાન પણ કોઈને થતું નથી, એમ કહેવા તુલ્ય છે; તથાપિ એમ તો નથી. આત્માનું સ્પષ્ટ જ્ઞાન થાય છે, અને ભવાંતર પણ સ્પષ્ટ ભાસે છે. પોતાના તેમજ પરના ભવ જાણવાનું જ્ઞાન કોઈ પ્રકારે વિસંવાદપણાને પામતું નથી. પ્રત્યેક ઠેકાણે તીર્થકર ભિક્ષાર્થે જતાં સુવર્ણવૃષ્ટિ ઇત્યાદિ થાય એમ શાસ્ત્રના કહેવાનો અર્થ સમજવા યોગ્ય નથી; અથવા શાસ્ત્રમાં કહેલાં વાક્યોનો તેવો અર્થ થતો હોય તો તે સાપેક્ષ છે; લોકભાષાનાં એ વાક્ય સમજવા યોગ્ય છે. રૂડા પુરુષનું આગમન કોઈને ત્યાં થાય તો તે કેમ એમ કહે કે “આજે અમૃતના મેહ વૂડ્યા’, તો તે કહેવું સાપેક્ષ છે, યથાર્થ છે, તથાપિ શબ્દના ભાવાર્થે યથાર્થ છે, શબ્દથી પરબારા અર્થે યથાર્થ નથી; તેમ જ તીર્થંકરાદિકની ભિક્ષા સંબંધમાં તેવું છે; તથાપિ એમ જ માનવું યોગ્ય છે કે, આત્મસ્વરૂપે પૂર્ણ એવા પુરુષના પ્રભાવજોગે તે બનવું અત્યંત સંભવિત છે. સર્વત્ર એમ બન્યું છે એમ કહેવાનો અર્થ નથી, એમ બનવું સંભવિત છે, એમ ઘટે છે, એમ કહેવાનો હેતુ છે. સર્વ મહત્ પ્રભાવજોગ પૂર્ણ આત્મસ્વરૂપ જ્યાં છે ત્યાં આધીન છે, એ નિશ્ચયાત્મક વાત છે, નિઃસંદેહ અંગીકારવા યોગ્ય વાત છે. પૂર્ણ આત્મસ્વરૂપ જ્યાં વર્તે છે, ત્યાં જો સર્વ મહત પ્રભાવજોગ વર્તતા ન હોય તો પછી તે બીજ કયે સ્થળે વર્તે ? તે વિચારવા યોગ્ય છે. તેવું તો બીજું કોઈ સ્થળ સંભવતું નથી, ત્યારે સર્વ મહત પ્રભાવજોગનો અભાવ થશે. પૂર્ણ આત્મસ્વરૂપનું પ્રાપ્ત થવું એ અભાવરૂપ નથી, તો પછી મહતું એવા પ્રભાવજોગનો અભાવ તો ક્યાંથી હોય ? અને જો કદાપિ એમ કહેવામાં આવે કે આત્મસ્વરૂપનું પૂર્ણ પ્રાપ્તપણું તો ઘટે છે, મહત પ્રભાવજોગનું પ્રાપ્તપણું ઘટતું નથી, તો તે કહેવું એક વિસંવાદ સિવાય બીજું કંઈ નથી, કારણ કે તે કહેનાર શુદ્ધ આત્મસ્વરૂપના મહતપણાથી અત્યંત હીન એવા પ્રભાવજોગને મહત જાણે છે, અંગીકાર કરે છે, અને તે એમ સૂચવે છે કે તે વક્તા આત્મસ્વરૂપનો જાણનાર નથી. તે આત્મસ્વરૂપથી મહતું એવું કંઈ નથી. એવો આ સૃષ્ટિને વિષે કોઈ પ્રભાવજોગ ઉત્પન્ન થયો નથી, છે નહીં, અને થવાનો નથી કે જે પ્રભાવજોગ પૂર્ણ આત્મસ્વરૂપને પણ પ્રાપ્ત ન હોય; તથાપિ તે પ્રભાવજોગને વિષેPage Navigation
1