Book Title: Vachanamrut 0411
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali
Catalog link: https://jainqq.org/explore/330531/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 411 ભગવતી વગેરે સિદ્ધાંતોને વિષે જે કોઈ કોઈ જીવોના મુંબઈ, આસો સુદ 10 (દશેરા), 1948 ‘ભગવતી’ વગેરે સિદ્ધાંતોને વિષે જે કોઈ કોઈ જીવોના ભવાંતરનું વર્ણન કર્યું છે, તેમાં કંઈ સંશયાત્મક થવા જેવું નથી. તીર્થકર તો પૂર્ણ આત્મસ્વરૂપ છે. પરંતુ જે પુરુષો માત્ર યોગધ્યાનાદિકના અભ્યાસબળ વડે સ્થિત હોય તેમાંના ઘણા પુરુષો પણ તે ભવાંતર જાણી શકે છે; અને એમ બનવું એ કંઈ કલ્પિત પ્રકાર નથી. જે પુરુષને આત્માનું નિશ્ચયાત્મક જ્ઞાન છે, તેને ભવાંતરનું જ્ઞાન ઘટે છે, હોય છે. ક્વચિત જ્ઞાનના તારતમ્યક્ષયોપશમ ભેદે તેમ નથી પણ હોતું, તથાપિ જેને આત્માનું પૂર્ણ શુદ્ધપણું વર્તે છે, તે પુરુષ તો નિશ્ચય તે જ્ઞાનને જાણે છે, ભવાંતરને જાણે છે. આત્મા નિત્ય છે, અનુભવરૂપ છે, વસ્તુ છે, એ એ પ્રકારો અત્યંતપણે દ્રઢ થવા અર્થે શાસ્ત્રને વિષે તે પ્રસંગો કહેવામાં આવ્યા છે. ભવાંતરનું જો સ્પષ્ટ જ્ઞાન કોઈને થતું ન હોય તો આત્માનું સ્પષ્ટ જ્ઞાન પણ કોઈને થતું નથી, એમ કહેવા તુલ્ય છે; તથાપિ એમ તો નથી. આત્માનું સ્પષ્ટ જ્ઞાન થાય છે, અને ભવાંતર પણ સ્પષ્ટ ભાસે છે. પોતાના તેમજ પરના ભવ જાણવાનું જ્ઞાન કોઈ પ્રકારે વિસંવાદપણાને પામતું નથી. પ્રત્યેક ઠેકાણે તીર્થકર ભિક્ષાર્થે જતાં સુવર્ણવૃષ્ટિ ઇત્યાદિ થાય એમ શાસ્ત્રના કહેવાનો અર્થ સમજવા યોગ્ય નથી; અથવા શાસ્ત્રમાં કહેલાં વાક્યોનો તેવો અર્થ થતો હોય તો તે સાપેક્ષ છે; લોકભાષાનાં એ વાક્ય સમજવા યોગ્ય છે. રૂડા પુરુષનું આગમન કોઈને ત્યાં થાય તો તે કેમ એમ કહે કે “આજે અમૃતના મેહ વૂડ્યા’, તો તે કહેવું સાપેક્ષ છે, યથાર્થ છે, તથાપિ શબ્દના ભાવાર્થે યથાર્થ છે, શબ્દથી પરબારા અર્થે યથાર્થ નથી; તેમ જ તીર્થંકરાદિકની ભિક્ષા સંબંધમાં તેવું છે; તથાપિ એમ જ માનવું યોગ્ય છે કે, આત્મસ્વરૂપે પૂર્ણ એવા પુરુષના પ્રભાવજોગે તે બનવું અત્યંત સંભવિત છે. સર્વત્ર એમ બન્યું છે એમ કહેવાનો અર્થ નથી, એમ બનવું સંભવિત છે, એમ ઘટે છે, એમ કહેવાનો હેતુ છે. સર્વ મહત્ પ્રભાવજોગ પૂર્ણ આત્મસ્વરૂપ જ્યાં છે ત્યાં આધીન છે, એ નિશ્ચયાત્મક વાત છે, નિઃસંદેહ અંગીકારવા યોગ્ય વાત છે. પૂર્ણ આત્મસ્વરૂપ જ્યાં વર્તે છે, ત્યાં જો સર્વ મહત પ્રભાવજોગ વર્તતા ન હોય તો પછી તે બીજ કયે સ્થળે વર્તે ? તે વિચારવા યોગ્ય છે. તેવું તો બીજું કોઈ સ્થળ સંભવતું નથી, ત્યારે સર્વ મહત પ્રભાવજોગનો અભાવ થશે. પૂર્ણ આત્મસ્વરૂપનું પ્રાપ્ત થવું એ અભાવરૂપ નથી, તો પછી મહતું એવા પ્રભાવજોગનો અભાવ તો ક્યાંથી હોય ? અને જો કદાપિ એમ કહેવામાં આવે કે આત્મસ્વરૂપનું પૂર્ણ પ્રાપ્તપણું તો ઘટે છે, મહત પ્રભાવજોગનું પ્રાપ્તપણું ઘટતું નથી, તો તે કહેવું એક વિસંવાદ સિવાય બીજું કંઈ નથી, કારણ કે તે કહેનાર શુદ્ધ આત્મસ્વરૂપના મહતપણાથી અત્યંત હીન એવા પ્રભાવજોગને મહત જાણે છે, અંગીકાર કરે છે, અને તે એમ સૂચવે છે કે તે વક્તા આત્મસ્વરૂપનો જાણનાર નથી. તે આત્મસ્વરૂપથી મહતું એવું કંઈ નથી. એવો આ સૃષ્ટિને વિષે કોઈ પ્રભાવજોગ ઉત્પન્ન થયો નથી, છે નહીં, અને થવાનો નથી કે જે પ્રભાવજોગ પૂર્ણ આત્મસ્વરૂપને પણ પ્રાપ્ત ન હોય; તથાપિ તે પ્રભાવજોગને વિષે Page #2 -------------------------------------------------------------------------- ________________ વર્તવામાં આત્મસ્વરૂપને કંઈ કર્તવ્ય નથી, એમ તો છે, અને જો તેને તે પ્રભાવજોગને વિષે કંઈ કર્તવ્ય ભાસે છે તો તે પુરુષ આત્મસ્વરૂપના અત્યંત અજ્ઞાનને વિષે વર્તે છે, એમ જાણીએ છીએ. કહેવાનો હેતુ એમ છે કે સર્વ પ્રકારના પ્રભાવજોગ આત્મારૂપ મહાભાગ્ય એવા તીર્થકરને વિષે ઘટે છે, હોય છે, તથાપિ તેને વિકાસવાનો એક અંશ પણ તેને વિષે ઘટતો નથી; સ્વાભાવિક કોઈ પુણ્યપ્રકારવશાત સુવર્ણવૃષ્ટિ ઇત્યાદિ થાય એમ કહેવું અસંભવિત નથી; અને તીર્થકરપદને તે બાધરૂપ નથી. જે તીર્થકર છે, તે આત્મસ્વરૂપ વિના અન્ય પ્રભાવાદિને કરે નહીં, અને જે કરે તે આત્મારૂપ એવા તીર્થકર કહેવા યોગ્ય નહીં, એમ જાણીએ છીએ, એમ જ છે. જિનનાં કહેલાં શાસ્ત્રો જે ગણાય છે, તેને વિષે અમુક બોલ વિચ્છેદ ગયાનું કથન છે, અને તેમાં મુખ્ય એવા કેવળજ્ઞાનાદિ દશ બોલ છે; અને તે દશ બોલ વિચ્છેદ દેખાડવાનો આશય આ કાળને વિષે ‘સર્વથા મુક્તપણું ન હોય’ એમ બતાવવાનો છે. તે દશ બોલ પ્રાપ્ત હોય, અથવા એક બોલ તેમાંનો પ્રાપ્ત હોય તો તે ચરમશરીરી જીવ કહેવો ઘટે એમ જાણી, તે વાત વિચ્છેદરૂપ ગણી છે, તથાપિ તેમ એકાંત જ કહેવા યોગ્ય નથી, એમ અમને ભાસે છે, એમ જ છે, કારણ કે ક્ષાયિક સમકિતનો એને વિષે નિષેધ છે, તે ચરમશરીરીને જ હોય એમ તો ઘટતું નથી; અથવા તેમ એકાંત નથી. મહાભાગ્ય એવા શ્રેણિક ક્ષાયિક સમકિતી છતાં ચરમશરીરી નહોતા એવું તે જ જિનશાસ્ત્રોને વિષે કથન છે. જિનકલ્પીવિહાર વ્યવચ્છેદ, એમ શ્વેતાંબરનું કથન છે; દિગંબરનું કથન નથી. ‘સર્વથા મોક્ષ થવો’ એમ આ કાળે બને નહીં એમ બેયનો અભિપ્રાય છે; તે પણ અત્યંત એકાંતપણે કહી શકાતો નથી. ચરમશરીરીપણું જાણીએ કે આ કાળમાં નથી, તથાપિ અશરીરીભાવપણે આત્મસ્થિતિ છે તો તે ભાવનયે ચરમશરીરીપણું નહીં, પણ સિદ્ધપણું છે; અને તે અશરીરીભાવ આ કાળને વિષે નથી એમ અત્રે કહીએ, તો આ કાળમાં અમે પોતે નથી, એમ કહેવા તુલ્ય છે. વિશેષ શું કહીએ ? એ કેવળ એકાંત નથી. કદાપિ એકાંત હો તોપણ આગમ જેણે ભાખ્યાં છે, તે જ આશયી સત્પરષ કરી તે ગમ્ય કરવા યોગ્ય છે, અને તે જ આત્મસ્થિતિનો ઉપાય છે. એ જ વિનંતિ. ગોશળિયાને યથાયોગ્ય.